સુગર ફ્રી ખીર – હવે ડાયાબિટીસમાં પણ ભરપૂર ખીર ખાઈ શકશો …

હેલો ફ્રેંડ્સ!

કઈ પણ તહેવાર કે કઈ પણ નાની એવી ખુશી ની વાત જ કેમ ના હોય મીઠાઈ વગર તો ચાલે જ ની, કોઈ પણ સેલિબ્રેશન મીઠાઈ વગર તો અધૂરું. આજકાલ તો હવે બધા બહાર થી કેક કે મીઠાઈ લાવી ને તહેવાર કે કોઈ પણ ઉજવણી કરતા હોય છે પણ ડાયાબિટીસ હોય તેવા લોકો કે પછી જે લોકો સુગર નથી ખાતા હોતા તે લોકો આ બધી મીઠાઈ કે કેક ન ખાઈ શકે તો તેમના માટે સ્પેશ્યલ આઈટમ આજે હું લઇ ને આવી છું જેનું નામ છે ” સુગર – ફ્રી ખીર” આ રેસીપી માં મેં જરાય ખાંડ નો ઉપયોગ કર્યો નથી અને તો પણ ટેસ્ટ માં ગળી. ખાંડ આમ પણ હેલ્થ માટે સારી નથી તો હવે બનાવો આ ખાંડ વગર ની મીઠાઈ. ચાલો રેસીપી જોઈ લઈએ.

સામગ્રી

  • ૨ વાટકી – ચોખા
  • ૧ લીટર દૂધ –
  • ૮-૧૦ બદામ
  • ૩-૪ અંજીર
  • ૭-૮ કિસમિસ
  • ૧ નાની વાટકી – મધ

રીત:Picture2
ચોખા ને બરાબર ધોઈ અને ખીર બનાવવના ૧૫-૨૦ મિનિટ પેહલા પલાળવા મૂકી દો. એક જાડા તળિયા વાળું વાસણ લઇ તેમાં દૂધ ઉકાળવા મુકો. ૧ વખત ઉફાણ આવે ત્યાં સુધી ઉકાળો વચ્ચે હલાવતા રેહવું જેથી નીચે દૂધ બેસી ન જાય.Picture1

હવે પલાળેલા ચોખા નાખી અને વચ્ચે વચ્ચે હલાવતા રહી જ્યાં સુધી ચોખા એકદમ સોફ્ટ ન થઇ જ્યાં ત્યાં સુધી ઉકાળવા દો. ચોખા ને પલાળ્યા વગર ન નાખવા નઈ તો ખીર બનતા બહુ જ ટાઈમ લાગશે તેમજ દૂધ જલ્દી બળવા લાગશે અને ચોખા કાચા રહેશે.Picture4

ખીર ઉકળે ત્યાં સુધી બદામ નઈ કતરણ કરી લો , અંજીર ના જીણા ટુકડા કરી લો અને કિસમિસ ને ધોઈ સાફ કરી લો. ચોખા ચડી જાય એટલે અંજીર નાખી દો, બદામ ની થોડી કતરણ વધારી અને બીજી નાખી દો , કિસમિસ પણ નાખી દો.Picture5

હવે ખીર ને સર્વિંગ બાઉલ માં લઇ ઠંડી થવા દો. હવે ખીર ના ગાળ્યા સ્વાદ માટે તેમાં મધ મિક્સ કરી દો. હવે ખીર માં મધ મિક્સ કર્યા બાદ ઉપર થી બદામ ની કતરણ થી ગાર્નિશ કરી લો. બસ તૈયાર છે તમારી સુગર ફ્રી – ખીર.Picture6

તો હવે કોઈ પણ તહેવાર હોય કે કઈ પણ સેલિબ્રેશન હોય બનાવો આ હેલ્થી સ્વીટ, ખાંડ ન હોવા થી દરેક લોકો આરામ થી ખાઈ શકશે. આશા છે કે આજ ની આ રેસીપી પસંદ આવી હશે, ફરી મળીએ નવી રેસીપી સાથે.

નોંધ :
ધ્યાન રાખો કે ખીર ગરમ હોય ત્યાં સુધી મધ ન નાખવું આયુર્વેદ પ્રમાણે ગરમ દૂધ માં મધ મિક્સ ન કરવું , ઠંડુ થાય ત્યાર પછી જ મધ મિક્સ કરવું. જેટલો ગાળ્યો સ્વાદ ભાવતો હોય તે રીતે મધ વધારે ઓછું કરવું

રસોઈની રાણી : નિરાલી કોરાટ – અમદાવાદ

Comments

comments


3,654 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 72