શું તમારા બાળક ને એકદમ સ્માર્ટ અને ઈન્ટેલિજન્ટ બનાવવું છે? રોજ કરો માત્ર 1 ઉપાય,

બદામ ખાવાથી યાદશક્તિ ખુબ જ વધે છે એ વાત તો બધા ને ખબર છે.

તો નિયમિત ભૂલ્યા વગર કરો આ એક મહત્વનું કામ, બાળક નું મગજ દોડવા માંડશે તેજ.

બદામથી યાદશક્તિ તેજ થાય છે આ વાત તો બધા ને ખબર છે, પરંતુ બદામને દૂધમાં મિક્સ કરી પીવાથી તેની પૌષ્ટિકતા પણ વધે છે અને શરીરમાં ખુબ જ એનર્જી મળી રહે છે.

જાણો બદામ વાળું દૂધ કઈ રીતે બાળક માટે લાભદાયી છે?

મગજ તેજ બનાવે છે:

ડૉક્ટર અને વિશેષજ્ઞ માને છે કે બદામ ખાવાથી મગજની તાકાત વધે છે અને તેજ પણ બને છે. બદામમાં ભરપુર પ્રમાણ માં પ્રોટીન હોય છે, જે મગજ ના કાર્યપ્રણાલી ને સ્ટ્રોગ બનાવે છે. પ્રોટીન ઉર્જા આપવાની સાથે-સાથે મગજ ના કોષો પણ રિપેર કરે છે. તેના કારણે વિચારવાની અને સમજવાની સમજ ક્ષમતા માં વધારો થાય છે. બદામને દૂધમાં મિક્સ કરી પીવાથી તેમાંનાં પૌષ્ટિક તત્વોનું પ્રમાણ ખુબ જ વધી જાય છે.

રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરે છે:

બાળકોને અવારનવાર તાવ શરદીની સમસ્યા રહેતી હોય છે. તો આ બદામવાળું દૂધ પીવાથી રોગોથી બચી શકાય છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે.

આંખ માટે પણ છે ફાયદાકારક:

બદામવાળા દૂધમાં વિટામિન એ ભરપૂર પ્રમાણ માં હોય છે, જે આંખોની રોશની તેજકરવા બહુ મહત્વનું તત્વ છે.

હાડકાંને પણ મજબૂત કરશે:

બદામવાળું દૂધ પીવાથી હાડકાં મજબૂત બનશે, કારણકે આ મિશ્રણથી બાળકને ખૂબ વિટામિન ડી ઘણી માત્રમાં મળી રહે છે. બદામવાળું દૂધ બાળકોને પીવડાવવાથી અર્થરાઇટિસ અને ઓસ્ટિયોપરોસિસનો ખતરો ઘટે છે. વિટામિન ડી ના કારણે બાળકો ના હાડકાં મજબૂત બનશે.

બાળકોની હેલ્ધી સ્કિન માટે લાભદાયી:

બદામવાળા દૂધ માં વિટામિન ઈ પણ હોય છે, જે ત્વચાને સ્વસ્થ અને રોગમુક્ત રાખે છે. તેથી બાદમ વાળું દૂધ પીવાથી બાળકોની ત્વચા પણ હેલ્ધી અને સ્મૂધ રહે છે.

 

Comments

comments


4,346 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 13