“દુધી નું ભરેલું શાક” – ઘરમાં દરેકને ભાવશે દુધીનું આ શાક…

મિત્રો , આપણા માંથી એવા કેટલા હશે જેને દુધી નું શાક ભાવે છે ?? અને કેટલા બાળકો દુધી નું શાક ખાવા તૈયાર હશે ??? જવાબ કદાચ આંગળી ના ટેરવે ગણી શકાય એટલા જ હશે. દુધી બહુ જ ગુણકારી છે પણ બહુ ઓછા લોકો ને પસંદ હશે. આજે હું આપને એક એવું શાક બતાવીશ કે ખાનાર ને ખબર જ ની પડે કે એ દુધી ખાય છે .

STUFFED BOTTLE GOURD – દુધી નું ભરેલું શાક…

રીત :

 • • ૪૦૦ gm કુણી દુધી
 • • ૩-૪ લાલ તાજા મરચા
 • • ૪-૫ ચમચી તેલ
 • • ૧ ચમચી જીરું
 • • ૧/૪ કપ બારીક સમારેલા ટામેટા

મસાલો બનાવવા:

 • • ૩ ચમચી બારીક સમારેલી કોથમીર
 • • ૧/૨ કપ વધેલા ગઠીયા નો ભૂકો
 • • ૩ચમચી સફેદ તલ
 • • ૪ ચમચી ખમણેલું સુકું ટોપરું
 • • ૨ ચમચી ખાંડ
 • • ૨ ચમચી લીંબુ નો રસ ( સ્વાદનુસાર વધારે ઓછું કરવું )
 • • ૩ ચમચી શેકલી શીંગ નો અધકચરો ભૂકો
 • • ૧ ચમચી ગરમ મસાલો
 • • ચપટી હિંગ
 • • મીઠું
 • • ૨ ચમચી લાલ મરચા નો ભૂકો
 • • ૨/૩ ચમચી હળદર
 • • ૩ ચમચી ધાણાજીરું
 • • ૧/૨ ચમચી આમચૂર

રીત :

જેમ મેં આગળ કીધું આપણે અહી તાજી અને કુણી દુધી લેવાની છે . દુધી ને ધોય એકદમ આછી છાલ ઉતારો .. મોટા વચ્ચે થી કટકા કરી મસાલો ભરવા ઉભો કટ કરો .. લાલ મરચા ને પણ ધોઈ વચ્ચે થી કાપો કરી બીયા કાઢી લેવા.

 

મસાલા માટે ની બધી જ સામગ્રી ભેગી કરી મસાલો તૈયાર કરો .

દુધી અને લાલ મરચા માં મસાલો ભરો અને વધે એને બાજુ પર રાખો .

એક non stick કડાય માં તેલ ગરમ કરો .. ગરમ તેલ માં જીરું નાખો . જીરું લાલ થાય એટલે હિંગ નાખી દુધી અને લાલ મરચા એમાં મુકો . ૨-૩ ચમચી પાણી છાંટો .

 

ઉપર એક ડીશ મૂકી એના પર પાણી રાખી દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. પાણી ની વરાળ થી દુધી અને મરચા ને ચડી જવા દો . કુકર માં પણ એક સીટી માટે રાંધી શકાય .

૫-૬ min પછી જયારે દુધી સંપૂર્ણ રીતે ચડી ગઈ હોય ત્યારે સાઈડમાં રાખેલો મસાલો , સમારેલા ટામેટા અને ૨-૩ ચમચી પાણી ઉમેરો. ૩-૪ min માટે રંધાવા દો . ટેસ્ટ પ્રમાણે લીંબુ નો રસ ઉમેરો ..
કોથમીર ભભરાવો અને ગરમ ગરમ પીરસો..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

શેર કરો આ ટેસ્ટી અને હેલ્ધી વાનગી તમારા મિત્રો સાથે.. વધુ વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

Comments

comments


3,761 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 2 =