ગણેશ ચતુર્થી આવી રહી છે તો આપણે બધા ઘરે મોદક તો લાવતાજ હોઈ છીએ તો મેં આજે સ્ટફ ચોકોલેટ મોદક ઘરે જ બનાવ્યા છે.
આ મોદક ખુબજ સરસ લાગે છે ને મેં તેમાં માવા નો વપરાશ નથી કર્યો તો પણ તેનો ટેસ્ટ માવા મોદક ને ચોકોલેટ નો એમ બે ટેસ્ટ આવે છે તે પણ એક જ મોદક માં. અને તે બાઝાર જેવા જ બન્યા છે. તમે પણ આ ગણેશ ચતુર્થી પર જરૂર બનાવજો આ નવાજ ટેસ્ટ ના મોદક .
તો ચાલો બાનવીયે આ બે ટેસ્ટ વાળા મોદક ..
સામગ્રી:–
- સફેદ લેયર માટે
- 1 કપ નારીયેલ નું છીણ
- 1 કપ દૂઘ
- 1/4 કપ + 2 મોટા ચમચા ખાંડ
- 3 મોટા ચમચા મલાઈ
- 2 મોટા ચમચા મિલ્ક પાવડર
ચોકોલેટ લેયર માટે
- 1/2 કપ નારીયેલ નું છીણ
- 3 મોટા ચમચા બિસ્કિટ નો ભુક્કો
- 2 મોટા ચમચા કોકો પાવડર
- 2 મોટા ચમચા દળેલી ખાંડ
- 1 ચમચી માખણ
- 1 મોટી ચમચી દૂધ
રીત:–
1) સૌપ્રથમ એક પણ માં નારીયેલ નું છીણ + દૂઘ + ચમચા ખાંડ + મલાઈ ઉમેરી ને સફેદ લેયર નું સ્ટુફીન્ગ તૈયાર કરીશું.
2) હવે ગેસ ચાલુ કરી તેને માધ્યમ આંચ પાર ગરમ થવા દેશું. વચ્ચે વચ્ચે તેને હલાવતા રેશું.
3) હવે અપડે ચોકોલેટ લેયર સ્ટુફીન્ગ તૈયાર કરીશું. તેમાં નારીયેલ નું છીણ + બિસ્કિટ નો ભુક્કો + કોકો પાવડર + દળેલી ખાંડ એક વાસણ માં લઈ ને તેને મિક્સ કરી દેશું.
4) હવે તેમાં માખણ ઉમેરી હાથ થી મિક્સ કરી દેશું
5) વચ્ચે સફેદ લેયર નું સ્ટુફીન્ગ ને હલાવતા રેશું.
6) હવે થોડું થોડું દૂધ ઉમેરીને લોટ વડે તેવી કન્સીસ્ટન્સી નું બનવાનું છે સ્ટુફીન્ગ.
.
7) તેના નાના નાના મોદક બનાવી લેશું.8) હવે સફેદ લેયર નું સ્ટુફીન્ગ તરફ જાશું ને તે જ્યાં શુધી વળે નઈ ત્યાં શુધી પાકવા દેશું.
9) પછી તેમાં મિલ્ક પાવડર ઉમેરીને હલાવી ને ગેસ બંધ કરી ને ઠંડુ થવા દેશું.
10) હવે મોદક ના મોલ્ડ માં પહેલા સફેદ લેયર બનાવીશું ને તેમાં વચ્ચે ચોકોલેટ લેયર સ્ટુફીન્ગ ના જે અપડે મોદક હાથ થી બનાવ્યા હતા તે મૂકી ને મોદક બનાવી લેશું.
11) આ રીતે તમે ચોકોલેટ ના મોદક પણ બનાવી શકો છો તેમાં ચોકોલેટ લેયર પેલા મોદક માં ભરવું ને સફેદ લેયર નું સ્ટુફીન્ગ પૂરવું.
12) તૈયાર છે આપણા સ્ટફ ચોકોલેટ મોદક
નૌધ :–
સફેદ સ્ટફિન્ગ થોડું હાર્ડ રાખવું કેમ કે મોદક નો શેપ નઈ આવે..
ચોકોલેટ સ્ટફિન્ગ થોડું વળે તેલુજ દૂધ નાખવું તે ઢીલું પડી જશે।
રેસીપીનો વિડીયો જોવા અહીંયા ક્લિક કરો :
રસોઈની રાણી : સીમા રાણીપા (પડશુંબિયા )