સ્ટફ ખાંડવી – સૌ ગુજરાતીઓની ફેમસ ખાંડવી બનાવો હવે તમે પણ તમારા ઘરે એ પણ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને ..

હેલો ફ્રેન્ડઝ, આપણે ગુજરાતી એટલે ખાનપાન ના જબરા શોખીન, આપણુ ગુજરાતી ફરસાણ એ આપણી પહેચાન થેપલા ,ઢોકળા,હાંડવો,મુઠીયા,ખમણ,અને ખાંડવી અરે આપણી ગુજરાતી વાનગીઓ ના નામ લખવા રહીશ તો સમય પણ ઓછો પડશે. જેમ વિવિધ પ્રકારના ખમણ અને ઢોકળા બને છે આપણે તેમા પણ વિવિધતા લાવીએ છીએ આજ એવી જ રીતે હું આપણી પરંપરાગત ખાંડવી મા પણ વિવિધતા લાવી છું   ઘણી ગ્રુહિણી થી ખાંડવી નથી બનતી અથવા  નથી આવડતી, તો આજે હું સ્ટેપ બાય સ્ટેપ આ સ્ટફ ખાંડવી બનાવતા શીખવાડીશ આશા છે તમને જરૂર પસંદ આવશે.તો ચાલો નોંધી લો સામગ્રી..
* સામગ્રી —
 • * 1કપ ચણા નો લોટ
 • * 1 કપ ખાટુ દહીં
 • *3 કપ પાણી
 • * 1/4 ટીસ્પૂન હળદર
 • * સ્વાદ અનુસાર મીઠું
* સ્ટફીંગ ની સામગ્રી —
 • *1/2 કપ તાજુ કોપરા નુ ખમણ
 • *1/2 શેકેલા સિંગદાણા નો અધકચરો ભૂકો
 • *1/2 કપ બારીક સમારેલી કોથમીર
 • *1 ટેબલ સ્પુન લીલા મરચાં વાટેલા અથવા સમારેલા
 • *સ્વાદ અનુસાર મીઠું
*વઘાર કરવા ની સામગ્રી —
 • *2-3 ટેબલસ્પૂન તેલ
 • *1 ટીસ્પૂન રાઇ
 • 1/2  ટી સ્પૂન જીરુ
 • *1 ટેબલસ્પૂન સફેદ તલ
 • *8-10 પાન મીઠા લીમડાના
 • * ચપટી હીંગ
 • * ગારનીશ કરવા માટે થોડુ કોપરા નુ ખમણ અને કોથમીર 
*રીત —-
1–સૌ પ્રથમ એક બાઉલમાં કોપરા નુ ખમણ, કોથમીર, શીંગદાણા નો અધકચરો ભૂકો વાટેલા અથવા સમારેલા મરચાં તથા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો અને સ્ટફીંગ તૈયાર કરી લો. 
2–  એક મોટ બાઉલ મા ચણા નો લોટ, દહીં, હળદર અને મીઠું લઈ લો,તેમા 3 કપ પાણી ઉમેરી ને ખાંડવી નુ બેટર રેડી કરી લો તેમા લોટ ના ગાંઠા ના સ્તરે રહી જાય તે ધ્યાન રાખવું. 
3– ત્યાર બાદ આ તૈયાર કરેલા મિશ્રણ ને સુપ ગાળવા ની જાળી થી ગાળી લો જેથી તેમા રહેલા લોટ ની કણીઓ નીકળી જાય અને બેટર સ્મુધ થઇ જાય.
4– હવે ખાંડવી બનાવતા પહેલા જ સાઈડ પર પ્લેટફોર્મ ને બરાબર સાફ કરી ને તેના ઉપર બ્રશ થી તેલ લગાવીને ને તૈયાર રાખવુ કેમ કે ખાંડવી રેડી થાય કે તુંરત પાથરવી પડે છે, નહીં તો તે ઘટૃ થઈ જાય છે અને તે સહેલાઈથી પાથરી નથી શકાતી.
5– હવે એક નોન સ્ટિક પેનમાં અથવા હેવી બોટમ વાળા વાસણ મા આ તૈયાર કરેલા મિશ્રણ ને લઇ લો અને તેને ગેસ પર મિડિયમ ફ્લેમ પર સતત હલાવતાં રહેવુ જેથી તેમા  ગાઠાં ના પડે, જયા સુધી આ મિશ્રણ એકદમ ઘટ્ટ ત્યાં સુધી  સતત હલાવતાં રહેવુ. 
6– હવે ખાંડવી નુ બેટર તૈયાર છે કે નહીં એ કેવી રીતે ચેક કરશો તો જયારે આ બેટર ઘટૃ થઈ જાય ત્યારે એક પ્લેટ ની પાછળ થોડુ બેટર ને પાથરવુ અને તે ઠંડુ થઇ જાય એટલે તેનો રોલ વાળવો જો સહેલાઈથી રોલ વળી જાય એટલે સમજવુ કે ખાંડવી નુ મિશ્રણ તૈયાર છે અને જો  રોલ ના વળે અને તેને થોડુ સ્ટીકી હોય તો થોડી વાર માટે ફરીથી તેને ગેસ પર હલાવો. 
7–  હવે  ની પ્રક્રિયા થોડી ઝડપ થી કરવી પડશે, જેવુ ખાંડવી નુ બેટર રેડી થઈ જાય કે તુરંત જ તેને પ્લેટફોર્મ પર રેડી અને તેને ફટાફટ  કેક ને ફિનિશિંગ કરવા માટે નુ એક પ્લાસ્ટિક નુ સાધન આવે છે તેના વડે અથવા તવીથા થી તેને બને એટલૂ પાતળૂ લેયર પાથરવુ. 
8– ત્યાર બાદ તેના પર તૈયાર કરવામાં આવેલુ સ્ટફીંગ ને પાથરો અને તેને કટર અથવા ચપુ વડે ઉભા અને વચ્ચેથી આડા કાપા પાડી લો અને ધીમે ધીમે એક એક કરીને રોલ વાળતા જાવ અને એક થાળી  અથવા પ્લેટ મા આ તૈયાર કરેલા રોલ ને ગોઠવતા જાવ. આ પ્રમાણે બધી ખાંડવી તૈયાર થઈ જાય એટલે એક વઘારીયા મા તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાય અને જીરુ, તલ અને લીમડાના પાન નાખો અને ચપટી હીંગ નાખી ને આ વઘાર ને ખાંડવી પર ચમચી વડે રેડતા જાવ. તેના પર કોપરા નુ ખમણ અને કોથમીર થી ગારનીશ કરી લો તો ચાલો તૈયાર છે આ સ્ટફ ખાંડવી તેને લીલી ચટણી સાથે સર્વ કરો. 
 ધ્યાન મા રાખવા ની બાબત —
*ખાંડવી જયારે ગેસ પર ઉકળવા મૂકો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે એક મિનિટ માટે પણ હલાવવા નુ બંધ ના કરવુ નહીં તો તેમા ગાંઠા પડી જશે અને ખાંડવી નહીં બને.
* મે પ્લેટફોર્મ પર ખાંડવી પાથરી છે તમે તેને ઉંધી થાળી પર પણ પાથરી શકો છો.
*  મે ખાંડવી ના બેટર મા આદુ મરચા ની પેસ્ટ નથી નાખી કેમકે સ્ટફીંગ મા નાખી છે તમને તીખુ પસંદ હોય તો બેટર અને સ્ટફીંગ બંને મા નાખી શકો છો.
ફ્રેન્ડઝ આશા છે કે તમને મારી આ રેસીપી પસંદ આવી હશે તો ચાલો આજ તમે બનાવો આ સ્વાદિષ્ટ ખાંડવી અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહી હો ફરી એકવાર નવી રેસીપી લઇ ને આવુ ત્યા સુધી બાય…
રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)
Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,687 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 2