મા તું પણ પત્ની હતી – એક મા પોતાના દિકરા વહુને ખુશ રાખવા કરી રહી છે બનતી કોશિશ પણ…

સંજય ના લગ્ન ધામ ધૂમથી કરાવ્યા. ઘરમાં બધા ખુશ. એકના એક દીકરાના લગ્ન ઓહો!!! કાકાએ તો જલસો પાડી દિધો. ગામમાં બધા જ કાકા ને કહે તમારી વાત ના થાય કાકા!!! અને મંજુ બા હરખ ઘેલા થઇ બોલે તો!! નાજ થાયને?? મારે ક્યાં બે ચાર છોકરા છે તો પાછળ

વિચારવાનું મારે તો મારો સંજુ જ છેને!!!

મારે તો વહુ પણ એકજ એટલે એને પણ પંદર તોલા સોનુ ચડાવ્યું!!! મારે કઈ પાંચ છો વહુ  છે તો ચિંતા?? મારે તો મારો સંજુ અને એની વહુ એજ બે મારા. અને મંજુકાકીનો હરખ ગામમાં બધાને દેખાય. મંજુકાકીએ એમનું બધુજ વહુને આપી દીધું. મારે પહેરી કઈ જવાનું?? મારી વહુ પહેરશે એ મારી દીકરી જ છે અને રિયા વહુ ઘરમાં આવ્યા. કાકી એ વહુને  આખું ઘર બતાવ્યું આ બધું તારુંજ છે બેટા. તુંજ એની માલિક અને તારેજ સમભાળવાનું અને કાકી પોતાના કામે લાગી જાય છે.

કેટલું નિખાલસ મન મંજુ બાનું !!! અને વહુ પણ સાસુસસરા અને સંજય જોડે બરાબર હળી મળી જાય છે. રિયા કામ કરે કે ના કરે મંજુ બા બધું કામ કરે. રિયા ઘણી વાર તો ખાલી ટીવી જોતી હોય પણ મંજુ બા કઈ ના બોલે. નાની છે શીખી જશે જવાબદારી આવશે એટલે. કાકા દુકાને બેસે અને સંજય પણ કાકાની દુકાન સંભાળે. એટલે બેય બાપ બેટા સવારે નીકળી જાય અને સાંજે  આવે  ત્યાં સુધી સાસુ વહુ એકલા એકલા. આમ ઘણો વખત ચાલ્યું પણ રિયાને હવે ઘરમાં ને ઘરમાં અકળામણ થવા લાગી અને એનું મોઢું પડેલું રહેતું. એટલે મંજુબા ને એમ કે મારાથી કઈ બોલાયું હશે કે રિયાને ખોટું લાગ્યું હશે અને બા કઈ પૂછ્યા વગર મનમાં ને મનમાં મૂંઝાતા. એટલે એક દિવસ બા સંજય ને કહે બેટા તું સાંજે થોડો વહેલો આવ અને વહુ ને કઈ બહાર લઇ જા એનું મન થૉડું હળવું થાય. કેમ માં???? કોઈ પ્રોબેલમ છે????ના ના બેટા એ ઘરમાં કંટાળી જાય આખો દિવસ એ શું કરે ???? અને હજી એને લગ્ન કરે છ મહિના થયા છે ક્યાં વરસ દી થયા છે?? અને સંજય રિયાને ખુશ કરવા થોડો વહેલો આવવા લાગ્યો અને રિયા સંજયની રાહ જોઈ તૈયાર થઇ બેઠી હોય અને મંજુબા પોતાના દીકરા માટે તૈયાર થયેલી વહુ ને જોઈ ખુશ થતા.

મંજુબાને કોઈ સ્વાર્થ નહતો. એનેતો બસ વહુ ને દીકરો ખુશ રહે એજ બસ. બીજું કઈ જોઈતું નથી અને હવેઆ રોજનો નિયમ જ બની ગયો મંજુ બા ઘરનું બધું કામ કરે અને વહુ દીકરાને લઇ ફરવા જાય. પણ એક દિવસ દુકાનમાં ઘરાકી વધારે હોય સંજુ ઘરે વહેલો નથી પહોંચી શકતો અને સંજય જેવો ઘરે આવે છે એવી રિયા રીતસર એના ઉપર કોઈ ગુનો કર્યો હોય

તેમ તુટી પડે છે. કાકા રિયાનું આ રૂપ જોઈ ડઘાઈ જાય છે. પણ મંજુબા ઈશારો કરે છે કઈ ના બોલો નાદાન છે છોકરું છે !!! પણ રિયાનું સંજય પર ગુસ્સે થવું એ સંજય સહન નથી કરી શકતો અને બીજે દિવસે સવારે દુકાન જવા નીકળે છે ત્યારે મંજુબા એને કહે છે બેટા આજે વહેલો આવજે ભલે ઘરાકી હોય, એ તારા પપ્પા પતાવશે. પણ તું વહેલો આવજે અને વહુને બહાર લઇ જજે થોડી ખુશ થાય…

અને ત્યાંજ સંજય માને કહે છે મા, તે બવ કર્યું. કેટલું કરેશે તું બધા માટે?? મા એ આજકાલની આવેલી છે અને હું 30 વર્ષથી તને ઓળખું છુ મા!!! મને યાદ નથી કે પપ્પા એ ક્યારેય દુકાનેથી વહેલા આવી તને કોઈ દી બહાર લઇ ગયા હોય. મા હું નાનો હતો ત્યારે તું મને બહાર એકલો એકલો લઇ જતી. પપ્પા કોઈ ખાસ પ્રસંગ સિવાય ક્યારેય તેમણે તારા માટે ટાઈમ કાઢ્યો હોય એવું તને યાદ છે મા!!!!! મા આપણી સરકારી નોકરી નથી કે પપ્પા રીટાયડ થશે!!! મા આપણી દુકાન છે જેના પાર આપણું ઘર ચાલે છે. એ નોકરોના ભરોસે ના મૂકી અવાય મા. જેમ રિયાનો પતિ એટલે હું આખો દિવસ દુકાને રહું છું તો શું તારો પતિ નથી રેહતો દુકાને આખો દિવસ??? મા તેંતો ક્યારેય આવો બળવો ના કર્યો. અને મંજુ બેનની આંખમાંથી દળ દળ જેવા આસુંડા બહાર આવે છે અને દીકરાને માથે હાથ ફેરવી કહે છે “મારો દીકરો આવડો મોટો થઇ ગયો કે માની વેદનાને સમજતો થયો ”

અને ત્યાંજ દીકરાની આંખમાંથી આંસુ આવી જાય છે અને કહે છે ” મા” મને રિયા બીજી મળી જાય પણ મને મારી મા બીજી ના મળે. મા મેં તને જોઈ છે. અનુભવી છે. જીંદગી સામે લડતાં જોઈ છે. અને આજે જયારે મારો વારો આવ્યો હોય ત્યારે હું સ્વાર્થી ના બની શકું મા!!!!!

મા તું કરુણાની મૂર્તિ છે તારે વહુ દીકરા પાસે કઈ જોઈતું નથી. તારા જેવી મા અને તારા જેવી સાસુ ભાગ્યશાળી ને મળે. હું ખરેખર નસીબદાર છું કે તું મારી મા છે અને ત્યાંજ રિયા આ બધું સાંભળતી હતી અને પોતાની ભૂલ સમજતા એ પણ  મંજુ બાને આવી ગળે વળગી પડે છે અને કહે હું પણ નસીબદાર છું મને પણ આવી મા મળી. આજથી તમે મારી સાસુ નહી મારી મા છો અને રિયા સંજુ ને કહે છે હવે તમે દુકાને ધ્યાન આપજો. હું બા ને લઇ બધે ફરીશ. કેમ એક દીકરી માને લઇ ફરવા ના જઇ શકે ??? અને મંજુબા દીકરા વહુ નું  કપાળ ચૂમે છે અને કહે છે હું ધન્યથઇ બેટા તમારા જેવા બાળકો મેળવી. અને સંજુ જાણેમાથા ઉપરથી મોટો ભાર ઉતરી ગયો હોય તેમ એકદમ હળવો થઇ દુકાને જાય છે અને રિયા અને મંજુબા આજે ક્યાં જઈશું એનો પ્લાન બનાવે છે.

મને લાગે છે કે આવનાર દીકરી ને સમય આપવો જોઈએ. એની લાગણી ને સમજવી જોઈએ તોજ એ સ્ત્રી તમારું દિલ જીતી શકે. મને એવું લાગે છે આ વાત બધાજ એકના એક દીકરા વાળા ને લાગુ પડે છે અને બધી મા મંજુ બાજ હોય છે. બસ ફર્ક ખાલી સામે વળી વ્યક્તિ ને સમજવાનો છે.

જેમ મંજુ બા વહુને સમજ્યા અને દીકરો પણ માની લાગણી ને સમજ્યો જો આવું બધાજ કરતા થઇ જાય તો મને નથી લાગતું કે કોઈ મા બાપ ને પોતાના દીકરાથી કે દીકરાને પોતાના મા બાપથી અલગ થવું પડે. ભગવાન સૌ ને મંજુબા જેવી સાસુ અને સાસુને રિયા અને સંજુ જેવા બાળકો આપે.

હેપ્પી ફેમિલિ …હેલ્થી ફેમિલી.

લેખક : નયના નરેશ પટેલ.

તમે શું માનો છો? કોમેન્ટમાં જરૂરથી જણાવજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,833 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 0