સ્પીનેચ કોરીએન્ડર બેસન પીઝા

આમ તો આપણને બધાને બહારના પીઝા ખુબજ ભાવતા હોય છે અને આપણને એ પણ ખબર છે કે આ બ્રેડ વારેવારે ખાવા આપણા અને બાળકો બન્ને નાં હેલ્થ માટે સારા નથી તો આજે મેં કઈક અલગ રીતથી બેસન માંથી સ્પીનેચ કોરીએન્ડર બેસન ના પીઝા બનાવાની ટ્રાય઼ કરી છે .જે તમને તમારા બાળકો ને તથા તમારા ઘરના બધાને પણ ખુબજ ભવશે. તો આશા છે કે આજે જ તમે આ પીઝા ઘરે બનવશો અને તમરા ઘર ના બધા ને ટેસ્ટ કરવશો. આ પીઝા એટલા બનાવવા માં સરળ છે કે તમાએ ઘરે ગેસ્ટ આવ્યા હોય તો આ જરુર થી બનાવી શકો છો. બનાવવા માં ખુબજ સરળ અને હેલ્ધી એવા સ્પીનેચ કોરીએનડર બેસન પીઝા.

સામગ્રી

  • 300 ગ્રામ બેસન
  • 50 ગ્રામ રવો
  • 1 કપ કોથમીર
  • 1 કપ પાલક
  • 1 -2 મીડીયમ ટમેટા
  • 1 -2 મીડીયમ કેપ્સીકમ
  • 1 મીડીયમ કેપ્સીકમ (ગ્રીન,રેડ,યેલ્લો )
  • 1 કપ પાણી
  • ચપટી હીંગ
  • લાલ મરચું પાવડર
  • પેપ્રીકા
  • ઓરેગાનો
  • ગ્રીન ચટણી
  • કેચપ
  • ગ્રીન ચીલી બારીક સમારેલ
  • ગ્રીન ચીલી પેસ્ટ
  • ચીઝ કયુબ
  • મીઠુ સ્વાદ મૂજબ

રીત.

1. અેક બાઉલ માં કોથમીર અને પાલક ને બારીક સમારી ધોઈ લો.IMG_20180314_1858592. હવે એક બાઉલ માં બેસન ને ચારણી થી ચાળી લો. હવે તેમા હીંગ ,લાલ મરચુ,પેપ્રીકા,ઓરેગાનો નાખી બીટર થી મીક્સ કરી લો.IMG_20180314_1918583. હવે તેમાં મીઠું ,બારીક સમારેલ કોથમીર, પાલક નાખો અને ધીમે ધીમે પાણી નાખી બીટર થી હલાવતા રહેવુ. અેમાં લમ્સ ના રહે અેનુ ધ્યાન રાખવુ.હવે અેક ખીરુ રેડી કરી લો. ખીરૂ બહુ જાડુ નહી અને બહુ પાતળુ પણ નહી.IMG_20180727_1939524. હવે બીજી સાઈડ કાંદા,ટમેટા અને કેપ્સી કમ ને બારીક કાપી લો.IMG_20180727_1946475. હવે એક પેન માં થોડુ બટર લો. હવે તેમાં 1 ચમચો બેટર લઈ થોડુ સ્પ્રેડ કરો. અેને થોડું થીક રાખવુ.IMG_20180727_194723
6. બેટર સ્પ્રેડ થઈ ગયા બાદ હવે તેના પર થોડી ગ્રીન ચટણી અને ટોમેટો કેચપ થોડુ થોડુ સ્પ્રેડ કરી તેના પર પેપ્રીકા,ઓરેગાનો સ્પ્રીન્કલ કરી લો. હવે તેના પર કાંદા નુ લેયર કરો. તેના પર ટમેટા, કેપ્સીકમ અને બારીક સમારેલ લીલા મરચા ને નાંખો. અને ધીમા ગેસ પર થવા દો.IMG_20180727_1948167. હવે નીચે ના સાઈડ ક્રીસ્પ અને બ્રાઉન થઈ જાય અેટલે તેની સાઈડ ફેરવી લો.IMG_20180727_1949468. હવે બીજી સાઈડને થોડા મિડીયમ ફાસ્ટ ગેસ પર મૂકો કાંદા ટમેટા બ્લેકીસ સ્મોકી ઈફેકટ આવે એટલે એમાં ઉપર પેપ્રીકા,ઓરેગાનો અને ગ્રેટેડ ચીઝ નાંખી અેને થોડી વાર ઢાંકી દો. અને હવે આ પીઝાને પીઝા કટર થી કાપી ગરમાં ગરમ સર્વ કરો.તો રેડી છે સ્પીનેચ કોરીએન્ડર બેસન પીઝા ..IMG_20180803_142806

નોંધ.

અહી મે ખાલી સીમ્પલ પીઝા બનાવ્યા છે આમા તમે બેસન નુ લેયર બનાવી બંન્ને સાઈડ કાચા પાકા કરી અેક સાઈડ પીઝા સોસ લગાવી વેજ. નુ લેયર કરી ચીઝ ગ્રેટ કરો .પાકવા દઈ ક્રીસ્પી થાય અેટલે ગરમ ગરમ સર્વ કરો.મે ગ્રીન કેપ્સીકમ યુઝ કર્યા છે તમે રેડ કે યેલ્લો કેપ્સીકમ નાખી શકો.ઓલીવ પણ અેડ કરી બનાવી શકો છો.

રસોઇની રાણી : ખુશ્બુ દોશી (સુરત)

 

Comments

comments


3,376 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 63