સૌથી સસ્તુ 32 ઇંચ એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી થયું લોન્ચ કિંમત માત્ર પાંચ હજાર રૂપિયા

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત હાલમાં જ ભારત દેશની અંદર અનેક પ્રકારની કંપનીઓ એ અનેક પ્રકારના પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું છે. જેથી કરીને ઘર આંગણે વિવિધ પ્રકારની વસ્તુઓ ખૂબ જ સસ્તામાં બની જાય છે. અને આથી જ આ વસ્તુઓ લોકોને પણ ખૂબ સસ્તામાં મળી રહે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી જ એક વસ્તુ વિશે જેનું નામ છે સ્માર્ટ ટીવી. જી હા, મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારત દેશની અંદર બનાવવામાં આવે સ્માર્ટ ટીવી કે જેની કિંમત જાણીને તમે પણ રહી જશો દંગ.

કિંમત માત્ર પાંચ હજાર રૂપિયા
સૈમી ઇન્ફોર્મેટિક્સ કંપની દ્વારા દુનિયાનું સૌથી સસ્તુ સ્માર્ટ ઍલીડી ટીવી બનાવવામાં આવ્યું છે. જેની કિંમત માત્ર પાંચ હજાર રૂપિયા રાખવામાં આવી છે. કંપની દ્વારા આ ટીવી ની અંદર એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. પાંચ હજાર રૂપિયાની કિંમત ધરાવતા આ ટીવી ની સાઈઝ 32 ઇંચ જેટલી મોટી છે અને સાથે સાથે તેની અંદર ત્રણ વર્ષની વોરંટી પણ આવે છે.

4.4 એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ
5000 ની કિંમત ધરાવતા આ સ્માર્ટ ટીવી ની અંદર 4.4 એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવશે જેથી કરીને તમે આ ટીવી ની અંદર ટીવી જોવાની સાથે સાથે facebook, youtube જેવી અનેક પ્રકારની એપ્લિકેશન કરાવી શકશો. સાથે સાથે આ ટીવી ની અંદર 4 જીબી જેટલી રેમ અને ૫૧૨ એમબી જેટલી સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે. જેથી કરીને તમે આ ટીવી ની અંદર અમુક ડેટા સ્ટોર પણ કરી શકશો.

એપ્લિકેશન ઉપર થશે વેચાણ
કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ પાંચ હજાર રૂપિયાના ટીવી ને કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે છે. લોન્ચ કરતી વખતે કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ટીવી કોઈપણ વ્યક્તિ માત્ર અને માત્ર આ કંપનીની ઓફિસ એપ્લિકેશન ઉપરથી જ ઓર્ડર કરી શકશે અને ત્યાંથી જ કોઈ પણ વ્યક્તિ આ ટીવી મેળવી શકશે. સાથે સાથે જો વાત કરવામાં આવે અન્ય ફેસિલિટી તો આ ટીવી ની અંદર wi-fi હોટસ્પોટની સાથે સાથે બે એચડીએમઆઇ પોર્ટ પણ આપવામાં આવ્યા છે. જેથી કરીને તમે તેનો ઉપયોગ કોમ્પ્યુટર સ્ક્રીન તરીકે પણ કરી શકો છો.

આ ઉપરાંત તેની અંદર યુએસબી પોર્ટ પણ આપવામાં આવ્યો છે. સાથે સાથે ટીવી ની અંદર ઈનબિલટ અનેક પ્રકારની વીડિયોગેમ્સ પણ આપવામાં આવેલી છે. જેથી કરીને કોઈ પણ વ્યક્તિ પોતાનું મનોરંજન કરી શકે છે. આમ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારત દેશની અંદર બનાવવામાં આવેલ આ ટીવી દુનિયાનું સૌથી સસ્તું ઍલીડી ટીવી બનીને રહેશે.

ક્યાંથી રજીસ્ટર કરાવવું:
તો મિત્રો આ કંપની નું ટીવી ખરીદવા માટે તમારે આ કંપનીનું એન્ડ્રોઇડ એપ્લીકેશન ડાઉનલોડ કરવું પડશે જેના સ્ક્રીન શોટ્સ નીચે આપેલા છે. જેમાં સ્ટેપ બાય સ્ટેપ રજીસ્ટર કરી શકો છો તથા આ કંપનીની અન્ય પ્રોડકસ પણ ખરીદી શકો છો.

તો મિત્રો આવી રીતે રજીસ્ટર કરી અને તમારું ટીવી બુક કરી શકો છો.

Comments

comments


3,470 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 3 =