દરેક વ્યક્તિમાં જેટલા ગુણ હોય છે તેટલા જ અવગુણ પણ હોય છે. આ કેટલાક અવગુણોને કારણે તેઓ ભૂલ કરી બેસે છે. ખાસ કરીને આપણી કેટલીક આદતો લોકોને નાપસંદ હોય તેવું બને છે. જે વાતોમાં અજાણતાં આપણે સીમા પાર કરી દઇએ છીએ તે દુખનું કારણ બને છે. આ સમયે આપણા પ્રિયજનો પાસેથી માફી મેળવવું આપણા માટે મુશ્કેલ હોય છે. ભૂલ થાય ત્યારે ભૂલને કે ગુનેગારને અલગ જ નજરથી જોવામાં આવે છે.
દરેક પરિવારમાં નાના-મોટા ઝઘડા થયા કરતા હોય છે, અનેકવાર તેના કારણે સંબંધો પણ તૂટે છે અને પરિવાર વિખેરાઇ જાય છે. જો વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ થઇ જાય છે અને તે ઝડપથી માફી માંગી લે છે તો તમારા સંબંધો સારી રીતે ટકી રહે છે. જીવનમાં એતીટતા અને મકક્મતા બનાવી રાખવાને માટે પોતાના સંબંધમાં અહમને લાવવો જોઇએ નહીં. જો માફી માંગવા માટે પ્રિયજનને માટે કોઇ ખાસ રસ્તો તમને ન સૂઝતો હોય તો અહીં તમારા માટે ખાસ 10 ટિપ્સ આપવામાં આવી છે જે તમને માફી મેળવવામાં મદદ કરી શકે છે.
રૂમમાં નાસ્તો સર્વ કરો
જો વાત તમારા પાર્ટનરને મનાવવાની છે તો આ ટ્રિક તમારી મદદ કરી શકે છે. તે માટે તમારે ફક્ત તેમની પસંદનો નાસ્તો બનાવવાનો રહે છે અને પ્રેમથી તેમની પાસે તમારી ભૂલની માફી માંગવાની રહે છે. એકાંતમાં તમારી વાત તમે તેમની પાસે સરળતાથી કરી શકો છો અને સાથે તમારા હાથનો સ્વાદ તેમની તમામ કડવાશને મીઠાશમાં ફેરવી દે છે.
શોપિંગ
એકબીજા માટેની નારાજગીને દૂર કરવા માટે શોપિંગ થોડો મુશ્કેલ રસ્તો છે પણ સાથે તેમાં એક ડર એ રહે છે કે તમારી ખરીદેલી ચીજ તેમને પસંદ આવશે કે નહીં. શક્ય છે કે તેમાં તેઓ વધારે ખીજાઇ જાય. આ માટે તમને તેમની પસંદ અને નાપસંદનો ખ્યાલ હોય તે ખાસ આવશ્યક છે. આ રસ્તો તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે.
ફૂલ
મહિલાઓનું મન ખૂબ જ કોમળ હોય છે અને સાથે તેમને નાની નાની વાતો ખીબ જ ઝડપથી સ્પર્શે છે. ફૂલોના ખાસ રંગ અને તેનો સ્પર્શ તેમના ગુસ્સાને પીગળાવવા માટે પૂરતા છે. જો વાત નાની હોય તો તમે આ રસ્તો અપનાવી શકો છો. પોતાની વાતને તેમના દિલ સુધી પહોંચાડવાને માટે એક ફૂલ પૂરતું છે. શરત એ છે કે ફૂલ પણ તાજગીભર્યા હોય.
સેલ્ફી
એક સુંદર ડ્રેસિંગ કરો અને સાથે તેને કાર્ડબોર્ડ પર પોતાની ભાવનાની સાથે એક સેલ્ફી લો. આ ફોટો પાર્ટનરને મોકલો અને સાથે તેમને અહેસાસ કરાવો કે તમને તમારી ભૂલને માટે પસ્તાવો છે. જો વાતચીત બંધ હોય તો આ રસ્તો તમારા પાર્ટનરને મનાવવાને માટે બેસ્ટ છે.
ખાસ પરિધાન
પાર્ટનરને જે વ્યક્તિ પસંદ હોય તે રીતની વેશભૂષા અપનાવો. આ માફી માંગવા કે સોરી કહેવા માટેની બેસ્ટ રીત હોઇ શકે છે. આ માટે તેમની સામે જાઓ અને અભિનય કરવાની સાથે કિરદારની સાથે માફી માંગો, તમારી નટખટ અદાને જોઇને તે હસી પડશે. અન્ય રીત કરતાં આ થોડી અલગ હોઇ શકે છે પણ તે પણ સારો રસ્તો છે.
આંખો
મહિલાઓ પોતાના દુખને આંસુથી વ્યક્ત કરી શકે છે. પુરુષોને દિલેર ગણવામાં આવે છે. તેઓ પોતાની આંખોથી પોતાના હાલને જણાવવા સક્ષમ હોતા નથી. જો વાત વધારે બગડી હોય તો અને અન્ય કોઇ રસ્તો ન મળતો હોય તો તમે આંખોથી પણ પોતાના ભાવને પ્રકટ કરી શકો છો. તે તમને રસ્તો કરવામાં મદદ કરી શકે છે. આ કોઇ ચાલાકી નથી પણ સચ્ચાઇ છે.
રમત રમતમાં
જો તમારા પાર્ટનર તમારાથી નારાજ છે તો એવી સ્થિતિમાં રમત રમતમાં તેમે મનાવી શકાય છે. ગીતના મીઠા બોલની મદદથી કહેવાયેલી વાત મધ જેવી મીઠી લાગે છે અને સાથે વિફળ હોય તો સામેવાળા અને નારાજ થવા લાગે તો તરત એક નવી રીત વિચારો.
કવિતા
કવિતા લખવાનું કોઇ વિદ્રાનનું કામ હોઇ શકે છે. તેના માટે તમારી પાસે આવડત હોય તે જરૂરી છે. તૂટેલા ફૂટેલા શબ્દોને જોડીને એક એવી કવિતા બનાવો જેને વાંચીને કોઇ પણ હસી પડે. તેના માટે ઇન્ટરનેટ કે અન્ય બુક્સની મદદ લઇ શકો છો. પોતાના પાંડિત્યને નહીં પણ પોતાની ભૂલને અહીં દર્શાવવાની જરૂર રહે છે.
પોતે હારીને તેમને આપો ખુશી
છોકરીઓને મનાવવાને માટે છોકરાઓને તેમની આસપાસ આંટા મારવા પડે છે. આ માટે તેઓ એવી હરકતો કરે છે જે મનાવવાવાળાને અને આસપાસના લોકોને હસાવી દે છે. માફી મેળવવાને માટે તેઓ પોતાના ખાસને કોઇ ચીજ આપવાથી પણ પાછળ પડતાં નથી.
તેમના માટે કંઇ ખાસ બનાવો
દિલ સુધી પહેંચવા માટે પેટનો રસ્તો સૌથી બેસ્ટ છે. જો તમે દિલથી મિઠાશ મેળવવા ઇચ્છો છો તો આ રસ્તો અપનાવી શકો છો. તેના માટે ખાસ તૈયારી પણ કરવી પડે છે. ખાવાના ટેબલને સુંદર રીતે સજાવો અને સાથે ખાસ વાનગી પીરસો. જો તમને તેમાં શાબાશી કે કોમ્પલિમેન્ટ મળે છે તો સમજો કે તમને માફી મળી ચૂકી છે.