વેકેશનમાં ફરવા માટે સિંગાપુર હોટ ફેવરીટ થઈ રહ્યું છે. દર વર્ષે ભારત અને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો સિંગાપુર ફરવા જતાં હોય છે. જો કે લોકો સિંગાપુરની ટ્રીપ તો ફાઈનલ કરી લેતાં હોય છે પરંતુ કેટલીક વખત એવું બને છે કે તેમને એ વાતનો ખ્યાલ હોતો નથી કે સિંગાપુરમાં ફરવા જેવી કઈ કઈ જગ્યાઓ છે. તો જો તમે પણ સિંગાપુર ફરવા જવાનું વિચાર્યું હોય કે પ્લાનિંગ કર્યું હોય તો જાણી લો કે ત્યાં જઈ અને કઈ કઈ જગ્યાઓની મુલાકાત લેવી જ જોઈએ. જો આ જગ્યાઓ નહીં ફરો તો તમારી સિંગાપુરની ટ્રીપ અધૂરી રહી જશે.
આ ગાર્ડન 158 વર્ષ જૂનું છે. સિંગાપુરની સૌથી સુંદર જગ્યા છે. સિંગાપુરનું આ ગાર્ડન 52 હેક્ટરમાં ફેલાયેલું છે. અહીં નેશનલ ઓર્કિડ કલેકશન પણ છે જે 3000થી વધુ ઓર્કિડનું છે. આ ફુલ કોઈપણ વ્યક્તિનું મન મોહી લેવા માટે પૂરતાં છે.
આ સિટી મનોરંજન માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં લોકો સાથે પરીવાર સાથે મનોરંજન માણી શકે છે. અહીં વિવિધ રેસ્ટોરન્ટ પણ છે જ્યાં તમને ભારતીય સહિત અનેક વ્યંજનની માણી શકો છો.
કુદરતી સુંદરતા જેને માણવી ગમે છે તેણે આ જગ્યાની મુલાકાત અચૂક લેવી જોઈએ. અહીં દુનિયાના સૌથી સુંદર વોટરફોલ જોવા મળશે. આ ગાર્ડન સિંગાપુરના મધ્યમાં આવેલું છે અને તે 101 હેક્ટરમાં પથરાયેલું છે. આ જગ્યા કુદરતી સૌંદર્યનો નમૂનો છે.
ચાઈના ટાઉન સિંગાપુરની પ્રખ્યાત જગ્યા છે. અહીં ચીની કલ્ચરના અનેક રંગ તમને જોવા મળશે. સિંગાપુરની ટ્રીપની મજા ચાઈના ટાઉનની મુલાકાત બાદ વધારે યાદગાર બની જશે.
ચંગી ચૈપલ મ્યૂઝિયમ
ચંગી ચૈપલ સિંગાપુરના ઈતિહાસને દર્શાવે છે. અહીં 50 હજાર વર્ષ પહેલાની સભ્યતા અને સૈનિકો સાથે જોડાયેલી વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
સિંગાપુરમાં સૌથી વધારે આકર્ષણ નાઈટલાઈફનું છે. અહીં લાખોની સંખ્યામાં લેસર લાઈટ રાત્રે શરુ થાય છે અને સિંગાપુરની દરેક જગ્યા ઝગમગવા લાગે છે. આર્ચર રોડ, બરસ બાસા, બુગીસ, સીબીડી અને મરીના બે બોટમાં ફરવાની મજા અદ્ભુત અનુભવ કરાવશે.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
તમારા બીજા મિત્રોને કોમેન્ટમાં ટેગ જરૂર કરજો.