શુશાંત સિંહ રાજપૂતે કેરળ માટે કર્યું અદ્ભુત કાર્ય જે સાંભળીને તમને પણ ગર્વ થશે…

સુશાંત સિંહ રાજપૂત બોલીવુડમાં પોતાના દમ ઉપર કોઈ પણ ગોડફાધર વગર ઉપર આવેલો અભિનેતા છે. આટલું જ નહિ, આ અભિનેતા એના જેવા બીજા કેટલાય અભિનેતા જે પોતાના દમ ઉપર આગળ આવવા માંગે છે તેમના માટેનો એક આદર્શ બની ગયો છે.
તાજેતરમાં જ તેણે ‘LOVING MY DREAM’નામનું કેમ્પેઈન શરુ કર્યો જેમાં તેણે પોતાના ૧૫૦ સપનાઓ વિશે વાત કરી જે તે તેના જીવનકાળમાં પુરા કરવા માંગે છે. આ યાદીમાંતેણે એવું કહ્યું કે તે એક રાત કબ્રસ્તાનમાં ગુજારવા માંગે છે અને NASAમાં અવકાશયાત્રી

તરીકેની ટ્રેનીંગ પણ લેવા માંગે છે.પણ આજે એમણે જે કામ કર્યું એ પછી તે દરેક ભારતીયનું દિલ જરૂરથી જીતી લેશે. કેરલમાં પુર આવવાને કારણે પરિસ્થિતિ ખુબજ ખરાબ થઇ ગઈ છે અને દેશ-વિદેશમાંથી ઘણા બધા લોકોઆ જગ્યાએ કોઈ પણ રીતે મદદ મોકલાવી રહ્યા છે.

આવામાં સુબ્રમ રંજન નામના એક વ્યક્તિએ સુશાંતને ઇન્સ્તાગ્રામ ઉપર ટેગ કરીને કહ્યું કે હું કેરલના લોકોને મદદ કરવા માંગું છું પણ મારી જોડે રૂપિયા નથી. તો હું ખાવાનું કઈ રીતે મોકલાવી શકું !
૧ (1)
Image source: quoracdn

સુશાંત એમ પણ ઇન્સ્તાગ્રામ ઉપર ખૂબ જ એક્ટીવ હોય છે અને તેણે થોડા જ સમયમાં જવાબ આપ્યો, ‘હું તારા નામ ઉપર ૧ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરું છું, એ રૂપિયાથી તારા મિત્રોને સારી મદદ મળી જશે. તું એક વાર ચેક કરી લેજે. ઇન્સ્તાગ્રામ ઉપર આ પોસ્ટ મુકવા માટે થેંક યુ અને મને આ કામ કરતા ગર્વ અનુભવ થશે.’

૨ (1)

Image source: quoracdn

આટલું કહીને સુશાંતે chief minister’s relief fund એકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા અને થોડા કલાક પછી બીજી એક ઈમેજ ઇન્સ્તાગ્રામ ઉપર અપલોડ કરી.૩ (1)

Image source: quoracdn

એ ભાઈના નામ ઉપર સુશાંતે ૧ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા તેવી ઈમેજ મૂકી.

સુશાંત જેવા નવા ઉભરતા કલાકાર માટે ૧ કરોડ ખૂબ જ મોટી રકમ હોઈ શકે છે આમ છતાં થોડીક જ મિનીટોમાં રૂપિયાની ચિંતા કર્યા વગર એક અજાણી વ્યક્તિની લાગણીઓની કદર કરી.

ફક્ત સુશાંત જેવા મોટા કલાકારો જ નહિ, પણ નાના-મોટા દરેક લોકો જેઓએ કેરલમાં મદદ કરવા માટે હાથ ધર્યો છે તે બધા સન્માનને પાત્ર છે.

૪ (1)

Image source: indiatvnews

લેખન સંકલન: યશ મોદી

આપ પણ આ માહિતી બીજા મિત્રો સાથે શેર કરીને આ કામને વધાવી લો.

Comments

comments


3,751 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 6