શુ તમને ઊંઘ નથી આવતી? તો અપનાવો આ ટ્રિક જેનાથી ફક્ત બે મિનિટમા આવી જશે ઉંઘ, ૯૬% અસરકારક ટ્રીક…

તમે જોયું હશે કે અમુક લોકો જેવા સુવા જાઈ છે કે તરત ઉંઘ આવી જાય છે, જ્યારે અમુક વ્યક્તિ ઑ આખી રાત પડખા ફેરવા કરે છે તો પણ નીંદર નથી આવતી. જો તમને પણ આવી તકલીફ થતી હોય તો તમારા માટે સારા સમાચાર છે. ઇંડિયન આર્મી માં ઉપયોગમાં લેવાતું એક સિક્રેટ સામે આવ્યું છે જેનાથી કોઈ પણ વ્યક્તિ ને બે મિનિટમાં ઉંઘી આવી જશે. સમાચારો પ્રમાણે આ ટ્રિકનો ઉપયોગ યુએસ આર્મી કરે છે. ત્યના સૈનિક યુદ્ધ વખતે ઉંઘ લેવા માટે આ ટ્રિકનો ઉપયોગ કરતાં હોય છે.

US આર્મી ના ચીફે આ ટેકનિક બનાવી છે

US ના એક પુસ્તક કે જેનું નામ “ચેમ્પિયન પર્ફોમન્સ” છે તેમાં આ સીક્રેટ વિશે જાણકારી આપવામાં આવી છે. અને આ પુસ્તક 1981 માં માર્કેટ માં આવી ચૂક્યું હતું. પણ તાજેતરમાં US ની એક વેબસાઈટ પર છપાયા બાદ લોકોના ધ્યાન માં આ વાત આવી છે. એવું કહેવામાં આવે છે કે, US આર્મી ચીફે આ ટેકનિક બનવા પાછળ નું કારણે સૈનિકો ને આરામ થાઈ અને કોઈ ભૂલ ના થાય. તેના માટે આ ટ્રિકનો ઉપયોગ થવા લાગ્યો.

આ માટે તમારે શું કરવું પડશે

આ માટે તમારે તમારા ચહેરના બધા મસલ્સને રિલેક્સ કરવાના છે અને જીભ, જડબું અને આંખોની આસપાસની માંસપેશિઓનો તણાવ દૂર કરીશું. પછી તમારા ખબાને નીચે નમાવીને ઢીલા છોડી દેવાના છે. બાદમાં અપર તથા લોઅર આર્મને નીચે લઈ જાઓ. હવે એક તરફ અને પછી બીજી તરફ શ્વાસ બહાર ફેંકો અને છાતી અને પગને રિલેક્સ કરો.

હવે તમારે તમારા મગજમાંથી બધી વસ્તુ બહાર કાઢવાનો પ્રયાસ કરવાનો છે. હવે તમારે કોઈ શાંત ઝરણાના કિનારે સૂતા હોય અને ઉપર એકદમ સ્વચ્છ આકાશ હોય તેવા વિચારો કરવાના છે. હવે તમારે એક અંધારાવાળા રૂમમાં લાલ રંગના વેલવેટ ઝૂલામાં સૂતા છો તેવા વિચાર કરવાના છે. અને 10 સેકન્ડ સુધી વારંવાર રિપીટ કરવાનું છે કે વિચારો નહીં, વિચારો નહીં, વિચારો નહીં.

96 % લોકો માટે આ ટ્રિક ફાયદાકારક સાબિત થઈ

US અહેવાલો અને અભ્યાસ મુજબ અંદાજે 96% લોકો માટે આ ટ્રિક ફાયદાકારક સાબિત થઈ છે. આ માત્ર આર્મી જ નહીં પણ ઉંઘ ન આવતા કોઈ પણ લોકોના માટે સારું છે. અને જે લોકો ઉંઘ નથી કરતાં તેના કારણે ડાયાબિટીસ, હાર્ડ ડિસીસ અને ધ્યાન કેન્દ્રી કરવાની ક્ષમતા પર પણ અસર થાય છે. ઉંઘ ન આવતી વ્યક્તિ માટે આ ટ્રિક ઘણી ફાયદાકારક હોઈ શકે છે.

શું કહે છે ટ્રિક અપનાવનાર

ડો. નીલ સ્ટેનલે કે જે સ્લીપ એક્સપર્ટ છે તેને કહેલૂ કે જો આ ટ્રિક કામ ના કરે તો એક મંત્ર જાણી લો કે, સૂવું છે તો મગજને આરામ અને ખાલી કરવું જ પડશે ભલે ગમે તે થાઈ. અને જો નીંદર લાવવી છે તો તમારે ત્રણ વસ્તુ કરવી પડશે. પહેલું કે બેડરૂમ અને બેડ આરામદાયક હોવો જોઈએ. અને મગજ પણ શાંત હોવો જોઈએ અને જો તમારા મગજમાં ઘોડા દોડી રહ્યા છે તો તમે નીંદર નહીં કરી શકો. તેથી મગજ ની વિચારવાની જડપ ને ઓછી કરશો તો તેનાથી ઉંઘ લાવવામાં મદદ મળશે.

Comments

comments


3,712 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 24