શુ તમે વિવાહિત છો? તો ખોલાવો આ ખાતુ મળશે ૫૦ લાખ રૂપિયા, જાણો શુ છે આ ખાતાની વિશેષતા…

જો તમે એક પરિણીત વ્યક્તિ છો તો તમે બની શકો છો લખપતિ. આ કોઈ લાલચ કે લોભાવવાની વાત નથી, પણ અમે વાત કરી રહ્યા છીએ આજ ના સમય માં ચાલતા એક નવા પ્રકાર ના ખાતા ની કે જેના માધ્યમ થી જો પૈસા નુ રોકાણ કરવામાં આવે તો થોડા વર્ષો માં તમે થઇ શકો છો લખપતિ.

હાલ ની સરકારે પરિણીત માણસો માટે એક નવી સ્કીમ આપી છે કે જેનાથી તમે તમારા પૈસા ને ભવિષ્ય માટે સુરક્ષિત કરી શકો. દરેક માણસ પૈસા ના રોકાણ માં થતી છેતરપીંડી થી અવગત છે અને તેને આ ભય સદેવ રેહતો જ હોય છે કે મારે મારા પૈસા કઈ જગ્યાએ રોકવાં, તો એના માટે આજે અમે તમને જણાવવા માંગીએ છીએ પબ્લિક પ્રોવિડેંટ ફંડ (PPF) એકાઉન્ટની વિશે.

શું છે આ પી પી એફ ?

જે લોકો કર બચત વિશે જાણતા હશે એમને પીપીએફ એકાઉન્ટ ની માહિતી મેળવી હશે અથવા તો તેના વિશે વાચ્યું હશે. આ કર બચાવવા લોકો આ સ્કીમ નો ઉપયોગ કરે છે અને જે આનાથી અજાણ છે તે બિન ઉપયોગી વીમા પોલીસી લઇ લે છે. પણ અમે તમને એજ જણાવવા માંગીએ છીએ કે વીમો લેવું સારી વાત છે પણ વીમા કરતા આમાં લાભ વધારે મળે છે અને મોટામાં મોટો લાભ એ છે કે આમાં નુકશાન ક્યારે પણ નથી થતું.

પબ્લિક પ્રોવિડેંટ ફંડ ખાતામાં કઈ રીતે કરી શકાય રોકાણ ?

આમાં તમે તમારી પત્નીના ગૃહિણી અથવા નોકરીયાત હોવા પર ખાતું ખોલાવી શકો છો. આમાં કરેલ રોકાણ ને વધુ સુરક્ષિત માનવામાં આવે છે તેમજ આમાં વણતર પણ સારું મળે છે. હવે ધારો કે તમે તમારી પત્ની ના નામે ખાતું ખોલાવી અને વાર્ષિક એમાં દોઢ લાખ રૂપિયા ૧૫ વરસ સુધી જમા કરાવવા માં આવે તો ૧૫ વરસ બાદ તમને ૫૦ લાખ જેટલી રકમ વણતર સ્વરૂપે પાછી મળી શકે છે.

પબ્લિક પ્રોવિડેંટ ફંડ ખાતાંની શરતો ?

હવે પીપીએફ ખાતા પર વાર્ષિક ૭.૮ ટકા વણતર મળે છે અને જો ગણિત માં હિસાબ કરીએ તો ૧૫ વરસ ના દોઢ લાખ લેખે જમા કરાવ્યા બાદ તેમાં મળતું વ્યાજ ને જોડીને કુલ ૪૩ લાખ રૂપિયા જેવું થાય છે અને એવું અનુમાન લગાવવા માં આવે કે આવનાર સમયમાં આનું જો વ્યાજ વધે તો વધારે લાભ મળે શકે છે એટલે ૧૫ વરસે લગભગ ૫૦ લાખ ના આસામી તમે થઇ શકો છો.

આ યોજના હેઠળ આ ખાતું કોઈ પણ બેંક કે સરકારી ડાક ખાતા માં ખોલાવી શકાય છે. ત્યારે રજુ કરવા તેમજ બીડાણ આપવામાં જોઈતા એવા કાગળો કે જેમાં મુખત્વે પીપીએફ ખાતું ખોલવા માટેનું ફોર્મ, પ્રમાણપત્ર, જમાકર્તા ના ઓળખપત્ર અને એડ્રેસ પૃફની જરૂર હોય છે. આ યોજનાનું ફોર્મ પોસ્ટ ઓફિસ અથવા તો બેંક માથી મળી શકે છે.

Comments

comments


3,730 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 12