શુ તમે રેશનકાર્ડ માટેના ધક્કા ખાઈને થાકી ગયા છો? તો જાણો ઓનલાઈન રેશનકાર્ડ કાઢવાની સરળ પ્રોસેસ…

મિત્રો આપડે દરેક લોકો જઈએ છીએ કે જો તમારે કોઈ પણ સરકારી કામ કરાવવું હોઈ તો એક કામ કરાવવા માટે કે એક સર્ટીફીકેટ લેવા માટે તમારે ઓછામાં ઓછા ચાર પાંચ ચકકર તો લગાવવા જ પડશે. અને આવીજ સમસ્યા થાય છે તમારા રેશન કાર્ડ કઢાવવામાં, પરંતુ હવે તમારે સરકારી દફ્તારોના ચક્કર લગાવવાની જરૂર નથી.

કેમ કે આપની આ સમસ્યાનો ઉકેલ હવે આવી ગયો છે. કેમ કે ગુજરાત સરકાર દ્વારા હવે રેશન કાર્ડ કઢાવવાની પ્રક્રિયા ઓનલાઈન પણ શરુ કરવામાં આવી છે અને આથીજ હવે પછી જો કોઈ વ્યક્તિને નવું રાશન કાર્ડ કે તેમાં સુધારા કરવાના હોય તો તે વ્યક્તિ જાતે પણ હારી શકશે. આ માટે તમારે જરૂર પડશે ગુજરાત સરકાર ની વેબસાઇટ www.digitalgujarat.gov.in પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની. તો ચાલો જાણીએ નવા રેશન કાર્ડ ની ઓનલાઇન અરજી કઈ રીતે કરવી.

ઓનલાઇન કઢાવા માટે નીચેના ડોક્યુમેંટ્સ અને 1 ફોટોગ્રાફ જોશે.

કોઇપણ એક રહેઠાણનો પુરાવો જેમકે…

– આધાર કાર્ડ ની ઝેરોક્ષ

– પાસપોર્ટ ની ઝેરોક્ષ

– બેંકની પાસબુક ની ઝેરોક્ષ

– રેશન કાડૅ ની ઝેરોક્ષ

– લાઇટ બીલની ઝેરોક્ષ

– ટેલીફોન બીલ ની ઝેરોક્ષ

– ચુંટણી કાર્ડ ની ઝેરોક્ષ

– ડ્રાઈવિંગ લાયસન્સ ની ઝેરોક્ષ

– પાણી નુ બીલ (છેલ્લા મહિનાનુ)

– પ્રોપર્ટી કાર્ડ ની ઝેરોક્ષ

– મિલકત વેરા ની પહોંચ

– ભાડા ના કિસ્સા મા ભાડાનો કરાર

કોઇપણ એક ઓળખાણનો પુરાવો જેવાકે…

– આધાર કાર્ડ ની ઝેરોક્ષ

– પાન કાર્ડ ની ઝેરોક્ષ

– પાસપોર્ટ ની ઝેરોક્ષ

– ચુંટણી કાર્ડ ની ઝેરોક્ષ

– ડ્રાઈવિંગ લાયસન્સ ની ઝેરોક્ષ

– સરકાર માન્ય ફોટો ID પ્રૂફ

– ઝુંપડ પટ્ટી ના કિસ્સા મા આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ ની ઝેરોક્ષ

ઓનલાઈન અરજી કરવાની રીત:

મિત્રો રેશન કાર્ડ માટે તમારા કમ્પ્યુટર માં સૌપ્રથમ ગુજરાત સરકાર ની ડીજીટલ વેબસાઈટ www.digitalgujarat.gov.in પર જઇ આ વેબસાઈટ મા જરૂર મુજબ ઉપર જમણી બાજુથી ગુજરાતી ભાષા પસંદ કરી લો. ત્યાર પછી સેવા મેનુ પર ક્લિક કરો, ત્યાર બાદ નાગરિક સેવાઓ પર ક્લિક કરવું, જેમાં નવા રેશન કાર્ડ માટે ઓનલાઇન અરજી પર ક્લિક કરો.

પેજ ખૂલ્યા બાદ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને આધાર કાર્ડ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ નાખી સેવ કરો. સેવ કરતાજ તમારા નંબર મા ચાર અંક નો ઓટીપી આવશે તે દાખલ કરવો. ઓટીપી નાખતા એક ફોમ ખુલશે તે ફોમ સાવધાની પૂર્વક ભરી તમારા ID પ્રૂફ તેમજ ફોટો અપલોડ કરો અને સેવ કરો.

ઉપર દર્શાવ્યા મુજબની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મેનૂ બાર મા ઉપર ની બાજુ પર “request a new service” પર ક્લિક કરી “new રતીઓન કાર્ડ” નામના મેનુ પર જવુ અને સેવા લેવા માટે નુ બટન ક્લિક કરવુ. ત્યાર બાદ બાકીની માહિતી ધ્યાન થી ભરી અને ઓકે બટન ક્લિક કરવાનુ રહેશે.

Comments

comments


5,030 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 8