આજ ની ફેશન મુજબ મહિલાઓ મોટી અને લાંબી બુટી પહેરવાનો શોખ રાખે છે. પણ જો આ વસ્તુ લાંબો સમય પહેરશે તો બૂટિના વજન ને કારણે તમારા કાન ના કાણાં મોટા થઈ જશે. તો આજે અમે તમને આ સમસ્યા થી છુટકારો અપાવીશું. જેના માટે અમે તમને એક સરળ ઉપાય જણાવીશું.
આજના આપણાં આ પ્રયોગથી તમારા વધી ગયેલા છિદ્રો ને ઓછા કરવામાં આવશે. આ માટે તમારે કોઈ ડોક્ટર પાસે જવાની જરૂર નથી. આ માટે તમારા ઘરમાં ઉપયોગમાં લેવાતા ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાનો છે. કોઈ પણ કંપની ની સફેદ ટૂથપેસ્ટ સરળતાથી છિદ્રો બંધ કરી શકે છે.
કેવી રીતે કરવો ઉપયોગ.
આ પ્રોસેસ માટે સૌ પ્રથમ તમે તમારા કાનની નીચે ટેપ લગાવો, જેના કારણે કોઈ વસ્તુ લગાવામાં આવે તો તે બહાર નીકળી શકે નહિ, ત્યાર બાદ જે જગ્યાએ છિદ્રો છે ત્યાં ટૂથપેસ્ટ ભરી દો અને કાનની આસપાસ ની જગ્યાને સંપૂર્ણ સાફ કરી લો. આ લગાવેલી ટૂથપેસ્ટને આખી રાત રાખવાની છે, અને ત્યાર બાદ સવારમાં સામાન્ય પાણીથી ધોઈ નાખવાની છે.
સવારે કાનને પાણીથી ધોયા પછી, કાન પર કોઈ લોશન લગાવી દો. કારણ કે ટૂથપેસ્ટ લગાવ્યા પછી ની તમારી સ્કીન ડ્રાય થઇ જાઈ છે માટે લોશન લગાવાથી તમને રાહત મળશે. પણ હા આ વિધિ તમારે રોજ કરવી પડશે. અને ખાસ દ્યાન રાખવું કે તમારા કાનમાં હૉલ નું કદ નાનું ના થાઈ ત્યાં સુખી બૂટિ કે બીજી કોઈ પણ વસ્તુ પહેરવાની નથી.
કાન માટે આ બાબતોને ધ્યાન માં રાખો
– સૌ પહેલા, જો તમે લાંબા અને વજનદાર ઝુમખા પહેરો છો, તો આ માટે કોઈ ટેકો જરૂર રાખો.
– કપડાં બદલતી વખતે મોટી બુટ્ટી કે લટકણ વાળા ઝુમકા ઉતારી લો. કદાચ તે કાપડ માં ભરાઈ ને કોઈ ઇજા થાઈ.
– કોઈ પણ વજન વાળા અને લાંબા ઝુમકા ને લાંબો સમય સુધી ના પહેરો, આનાથી કાનનો છિદ્ર મોટા થઇ શકે છે.
– મોટી બુટ્ટી ધરાવતા લટકણ પહેરવાનો શોખ હોય તો ઓછા વજન વાળા પહેરો
– રાત્રે સૂતી વખતે બુટ્ટી ના પહેરો.