શુ તમે પણ પાઉં બજારમાંથી લો છો? તો હવે ઘરે જ કુકરમા બનાવો તાજા અને એકદમ નરમ પાઉં, જાણો રીત…

આજે વાત કરવી છે લાદી પાઉં બનાવવા ની જેના વિશે તમે પણ ઘણી ચેનલો, મેગ્જીનો અને પુસ્તકો મા વાચ્યું તેમજ જોયું હશે. તો ચાલો જાણીએ ઘરે કુકર મા કેવી રીતે બને છે રૂ જેવા પોચાં લાદી પાઉં જેના થી તમે વડાપાંવ બનાવો,દાબેલી બનાવો કે પછી એમ જ ખાવ એક વાર બનાવી ને તો જુઓ ખાતા જ રહી જશો.

તો પેહલા ગરમ દૂધ ને એક મોટા વાસણ મા લઈ લેવું હવે તેમાં ખાંડ ઉમેરીને ચમચી થી સારી રીતે ભેળવી લેવી જેથી દૂધ થોડું ઘાટું થઈ જાય અને ત્યારબાદ તેમાં તાજી યીસ્ટ નાખવાની છે. યીસ્ટ સારી રીતે ભળી જાય બાદ તેને દસ મિનીટ માટે એક બાજુ રાખી દેવી. દસ મિનીટ બાદ તેનુ ફૂલવાનું શરુ થઈ જશે. જો તમારી યીસ્ટ નથી ફૂલતી તો આ વાનગી ન બનાવશો,કેમકે તમે જે પણ મહેનત કરશો તે કોઈ જ કામ ની રહેતી નથી. માટે યીસ્ટ તાજી લેવી જરૂરી છે.

હવે દૂધ નો પાવડર નાખવો તેનાથી પાઉં વધુ પોચાં બને છે અને તેમાં આશરે ૧૨૫ ગ્રામ મેંદા સાથે થોડું મીઠું પણ નાખી લેવું. આ ત્રણે વસ્તુ નાખીને તેનો લોટ બાંધવો અને તેને માર્બલ કે કાચ ઉપર પાથરી ને તેને મસળી લો જેથી તે લોટ એકદમ પેસ્ટ જેવો હોવો જોઈએ. જો લોટ સુકો રહેશે તો તમારા પાઉં પોચાં નહિ બને.

હવે તેમાં બટર નાખી લોટ ને પાછુ બાંધવાનું શરુ કરી દેવું હવે લોટ તૈયાર છે. એક તેલ વાળા વાટકા મા લોટ નાખી દેવો જેથી લોટ વાટકા મા ચોંટે નહીં તેમજ લોટને વાટકી મા સારી રીતે ફેરવવો જેથી જે તેલ છે તે બધી બાજુ લાગી જાય અને આનાથી લોટ મા પણ તેલ લાગી જાય અને વાટકી મા પણ તેલ લાગી જાય. હવે તેને એક ભીના કપડા થી ઢાંકી અને એક કલાક માટે રાખી દેવું. આ એક કલાક દરમિયાન લોટ ફૂલી ને ડબલ થાશે.

હવે એક ટીન નું ચોરસ વાસણ લઈ તેમાં બટર લગાવી દેવું. હવે લોટ ને પાછો એક વખત લઈ મસળી લેવો અને તેના નાના-નાના છ ટુકડા કરી તેના ઉપર સુકો લોટ ભભરાવી દેવો અને તેને મસળીને સાવ આછું કરી લેવું જેથી લાદી પાઉં પોચાં બને. હવે તેને ટીન ની અંદર મૂકી તેની ઉપર થોડું દૂધ લગાવી તેને ઢાંકી ફરી એક કલાક માટે રહેવા દો.

આશરે ૪૦ થી ૫૦ મિનીટ બાદ કુકર ગરમ કરી તેમાં નમક ઉમેરવું અને તેની અંદર એક જાળી રાખવી અને તેના ઉપર આ લોટ ને હ્વે તેની અંદર મૂકી દેવું અને હવે કુકર ના ઢાકણ માંથી રીંગ અને સીટી કાઢી ઢાંકી દેવું. થોડીવાર બાદ આ પાઉં તૈયાર થઈ ગયા છે જો તેને વધુ ગરમ કરશો તો તે લાલાસ પકડશે. બટર લગાવ્યા બાદ તેને ભીના કપડા થી ઢાંકી દેવાનું છે અને અડધો કલાક માટે ઠંડુ થવા દેવું.

હવે તેને છરી થી કાઢી લેવા આ પાંવ હજુ એટલા ઠંડા નથી થયા તો તેને ફરી થી ભીનું કપડું ઢાંકીને મૂકી દેવા અને અડધો કલાક હજુ રાખી દેવા ત્યારબાદ આ સાવ પોચાં થઈ ગયા હશે. તો આ તૈયાર થઇ ગયા ઘરે કુકર મા બનાવેલા પાઉં એકદમ સરસ અને તાજા આવા તો બેકરી મા નહિ મળે.

Comments

comments


4,897 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 81