શુ તમે પણ મચ્છરોના ત્રાસથી કંટાળી ગયા છો? તો અજમાવો આ ઘરગથ્થુ નુસખો…

બધી જગ્યાએ મચ્છરોનો ત્રાસ હોય છે. ગરમી માં મચ્છરોનો ત્રાસ ખુબજ વધી જાઈ છે મચ્છર થી બચવા માટે લોકો અનેક ઉપાઈ અજમાવે છે. ફાસ્ટ કાડ સળગાવે છે. ઓલઆઉટ કરે છે. મ્ચ્છર મારવાની અગરબતી કરે છે. તેમ છતા મચ્છર મરતા નથી બીજે દિવસે નવા મચ્છર આવી જાઈ છે.અહી અમે તમને ઘરગથ્થું નુસખા વડે મચ્છર કેવી રીતે મારવા તે શીખવાડીશું.

મચ્છરને પકડવા માટેનો ઘરગથ્થુ ઉપાય…

જરૂરી વસ્તુઓ:

પાણી એક કપ

બ્રાઉન સુગર 4 કપ

એક ગ્રામ યીસ્ટ

પ્લાસ્ટીકની બોટલ

કેવી રીતે બનાવવુ:

એક પ્લાસ્ટીકની બોટલ લેવી તેને બરાબર વચ્ચેથી કાપવી. પાણી ને ગરમ કરી તેમાં બ્રાઉન સુગરને મિક્ષ્ કરવી. ત્યારબાદ તેને ઠંડું થવા દો. જયારે પાણી ઠંડું થાઈ ત્યારે જે બોટલ અડધી કરી છે તેના નીચેના ભાગમાં પાણી ભરી દેવું.

ત્યારબાદ તેમાં તેમાં યીસ્ટ નાંખો તેને હલાવવાની જરૂર નથી. આનાથી કાર્બનડાયોકસાઇડ ઉત્પન્ન થાય છે.અને તે મચ્છરોને મારે છે. હવે બોટલનો ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગમાં ઉંધો ગોઠવી દેવો. અથવા તેને પટ્ટીથી ચોંટાડી દેવો.

ત્યારબાદ બોટલને કાળા કપડા કે કાગળમાં લપેટી દેવી. ઉપરનો ભાગ ખુલ્લો રાખવો. અને તેને એવી જગ્યાએ મૂકી દો કે જ્યાં વધુ મચ્છર આવતા હોય જેનાથી મચ્છર મરી જશે. મચ્છરોને કાબુમાં રાખવા માટે આ મિશ્રણને બે અઠવાડીએ બદલી નાખવું.

Comments

comments


3,802 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 56