શુ તમે પણ બેરોજગાર છો, તો મહીને કમાવ ૨૦ થી ૫૦ હજાર આ રીતે ફ્રી મા સરકારી ગ્રાહક સેવા કેન્દ્ર ખોલીને…

આજે વાત કરવી છે સરકાર ની યોજના ની કે જેના દ્વારા કોઈ પણ બેરોજગાર વ્યક્તિ પોતાનું બિજનેસ શરુ કરી શકે છે અને મહીને વીસ હાજર થી પચાસ હજાર કમાઈ શકે છે. આ યોજના થી સરકાર દ્વારા વિના મુલ્યે કોઈ પણ બેરોજગાર વ્યક્તિ ને ગ્રાહક સેવા કેન્દ્ર ખોલી આપવામાં આવે છે અને આ યોજના માં વ્યક્તિ ને કોઈ જાત નુ પૈસા પણ રોકવા નથી પડતા.

તો ચાલો જાણીએ શું છે આ ગ્રાહક સેવા કેન્દ્ર અને કઈ રીતે આમાં જોડાઈ શકાય.

સાવ મફત માં ગ્રાહક સેવા કેન્દ્ર ખોલવા માટે ફક્ત www.csc.gov.in સરકારી વેબસાઈટ ઉપર પંજીકરણ કરવાનું થાય છે. તેમાં આપેલ intrested to become a CSC લખેલ હશે તેનો ચયન કરવાનો થાય છે. ત્યારબાદ નવું પેજ ખુલશે તેમાં New VLE Registration નો ચયન કરવાનો રહશે. ત્યાર પછી પોતાના આધાર કાર્ડ ના આધારે ત્યાં દર્શાવામાં આવેલ એક આવેદન પત્ર ભરવાનું રહશે.

જયારે આધાર નંબર નાખશું ત્યારે આ વેબસાઈટ દ્વારા આપળા મોબાઈલ પર OTP આવશે અને તે OTP તેમાં નાખ્યા બાદ નવું પેજ ખુલશે. હવે સર્વપ્રથમ તમારે તમારા સેન્ટર નુ નામ નાખવાનું રહશે, ત્યાર બાદ તમે શેહરી છો કે ગ્રામીણ તેનો ચયન કરવાનો, પછી કઈ ગ્રામ પંચાયત છે તેનો ચયન, તમારું સરનામું, તમારી નજીક નુ ડાકઘર અને પીન કોડ દર્શાવા ફરજીયાત છે.

જે જગ્યાએ લાલ ફૂદેડી જેવો નિશાન હશે તે ફરજીયાત ભરવાનું રહશે. ત્યારબાદ આગળ વધવા માટે નીચે આપેલ કંટીન્યુ ઉપર મોઉંસ થી ક્લિક કરવાનું થાય છે. ત્યારબાદ બીજા પેજ મા તમારી બેન્ક ની માહિતી આપવાની રહશે અને નીચે પાન કાર્ડ ની માહિતી આપ્યા બાદ, પાન કાર્ડ નો ફોટો પણ તેમાં ચડાવવાનો રહશે અને ફરી કંટીન્યુ ઉપર ક્લિક કરવાનું રહશે.

ત્યારબાદ દુકાન ના અંદર નો ફોટો, બહાર નો ફોટો, દુકાન માં રહેલ વસ્તુઓ નો ફોટો જેમ કે સ્કેનર, કમ્પ્યુટર, પ્રિન્ટર સાથે નો ફોટો આપવો જોઈએ. ફોટો ની સાઈજ તેમાં દર્શાવેલ હશે તે મુજબ અપલોડ કરવાની રહશે અને ફોટો જો એ પ્રમાણે નો હોય તેના સુધારા-વધારા માટે ફોટોશોપ જેવા સોફ્ટવેર નુ ઉપયોગ કરી શકો છો. પછી પાછુ કંટીન્યુ ઉપર ક્લિક કરવાનું રહશે.

ત્યારબાદ તમારી પાસે રહેલ કોમ્પ્યુટર ની સંખ્યા દર્શાવવાની રેહશે જે ઓછા માં ઓછી બે હોય છે, પછી તમારે ત્યાં કામ કરતા લોકો ની સંખ્યા અને જે વસ્તુ તમારી આગળ છે તેનું ચયન કરી આગળ વધવાનું રહશે. ત્યારબાદ તમે શું કામ કરવા ઈચ્છો છો તે દર્શાવવા નુ રહશે અને તમારી પાસે ઈન્ટરનેટ છે કે નહિ તે જણાવવાનું રહશે.

છેલ્લે તમારે CSC ઈ-મેલ બનાવવાનો રહશે અને બધું ભરાઈ ગયા બાત નીચે સબમિટ કરવાનું થાય છે. પછી જે નવું પેજ ખુલશે તેમાં તમે જે માહિતી ભરી છે તે દર્શાવવા માં આવશે તેને સેવ કરીને રાખવાનું છે અને તેના ૪૫ દિવસ બાદ તમારા આઈ ડી અને પાસવર્ડ આવશે.

જો કોઈ પણ પરેશાની હોય તો તમે તેમાં આપેલ ગ્રાહક સુવિધા ના ફોન નંબર પર ફોન કરી સમાધાન મેળવી શકો છો. આ સેવા કેન્દ્ર માં તમે આધાર કાર્ડ બનાવવું, તેમાં સુધારો કરવો તેમજ કોમ્પ્યુટર થી લગતી તમામ કામગીરી કરી શકો છો.

Comments

comments


3,792 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 4 =