શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે એ.સી.ની હવા તમારા શરીરમા પ્રવેશવાથી શું થાય છે, જાણો નહીતર…

મિત્રો , હાલ ઉનાળા ની ઋતુ પૂરજોશ મા કાળઝાળ ગરમી વરસાવી રહી છે. ત્યારે આ ગરમી મા થી રક્ષણ મેળવવા માટે ઘર તથા ઓફીસો મા એ.સી. જેવા ઠંડક આપતા યંત્રો નો સહારો લેવા મા આવશે. જે આ ભયજનક ગરમી ને દૂર કરશે અને આપણ ને અહલાદક ઠંડક નો અહેસાસ કરાવશે. પરંતુ , શુ તમે જાણો છો કે આ એ.સી. ની હવા તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે. તો ચાલો આ વિશે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.

જેમ એ.સી. થી લાભો પ્રાપ્ત થાય છે તેમ એ.સી. દ્વારા અનેક હાનિ નો પણ સમાનો કરવો પડી શકે છે. માટે આપણે અમુક વિશેષ પ્રકાર ની સાવચેતી રાખવા ની જરૂરીયાત છે. જેથી આપણા શરીર મા પ્રવર્તતી હાનિ અટકાવી શકીએ. હા , એ વાત વાસ્તવિક છે કે ગરમી થી રક્ષણ મેળવવા માટે એ.સી. નો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ આ એ.સી. ના વધુ પડતા વપરાશ થી આપણે મોટાપા જેવી ભયાનક સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

એ.સી મા થી બહાર આવતી ઠંડક ભરેલી હવા ને કારણે સાંધા ના દુઃખાવા , ગળા મા સોજો થવો તથા આર્થરાઈટીસ જેવી સમસ્યાઓ થી પીડાઈ શકીએ છીએ. આ ઉપરાંત આખો દિવસ એ.સી. ની ઠંડી હવા મા રહેવા ને લીધે આપણ ને આ વાતાવરણ ની ટેવ પડી જાય છે અને પછી થોડુ પણ તાપમાન ઊચુ કે નીચુ હોય તેમા પ્રવેશે તો તે સહન ના કરી શકે અને તે તણાવ મા ગરકાવ થઈ જાય છે.

એકધારુ લાંબા સમયગાળા સુધી એ.સી. મા રહેવા ને લીધે શરીર મા રક્ત નુ પરિભ્રમણ બગડી જાય છે. જેથી સ્નાયુ મા ખેંચતાણ તથા માથા મા દર્દ થવો જેવી સમસ્યાઓ ઉદ્દભવે છે. આ સિવાય એક રીસર્ચ પ્રમાણે એવુ જાણવા મળ્યુ કે જે લોકો નિયમીત ૪ કલાક કરતા વધુ એ.સી મા રહે તે સાયનસ ની સમસ્યા થી પીડાઈ શકે.

એ.સી ની ઠંડક ભરેલી હવા ના લીધે આંખો મા ડ્રાયનેસ નુ પ્રમાણ વધી જાય છે તથા આંખો મા ખંજવાળ આવવા માંડે છે. પાણી નીકળવા માંડે છે તથા આંખો લાલ થઈ જાય તેવી સમસ્યાઓ ઉદ્દભવે છે. એ.સી મા વધુ સમય રહેવા ના લીધે શરદી , ઉધરસ , ઈન્ફેક્શન તથા એલર્જી પણ થઈ શકે. આ ઉપરાંત અસ્થમા ની બિમારી ઉદ્દભવવા નો ભય પણ વધી જાય છે.

આ સિવાય વધુ સમય એ.સી ના વાતાવરણ મા રહેવા ના કારણે સ્કિન શુષ્ક બની જાય છે અને ખંજવાળ આવવા માંડે છે. એ.સી મા વધુ પડતા નીચા તાપમાને રહેવા ને કારણે મગજ પર અત્યંત ખરાબ અસર પડે છે. બ્રેન ના સેલ્સ સંકોચન પામવા માંડે છે અને ચક્કર પણ આવવા માંડે છે. જ્યારે પણ એ.સી નુ તાપમાન નીચુ હોય ત્યારે વધુ પરિશ્રમ વાળુ કાર્ય કરવુ જેથી આપણા બોડી નુ ટેમ્પરેચર નિયંત્રણ મા રહે.

Comments

comments


3,483 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 35