શુ તમે જાણો છો કે ખાવામાં વપરાતા દહી ના ઉપયોગ દ્વારા તમારી સ્કિન એટલી ગોરી અને મુલાયમ બની જશે કે બધા જોતા રહી જશે

મિત્રો , દહી એ એવી વસ્તુ છે કે જેનુ સેવન કરવુ લગભગ દરેક વ્યક્તિ ને પ્રિય હશે. ઘણા લોકો દહી મા થી લસ્સી અને છાશ બનાવી ને પણ સેવન કરે છે. કારણ કે , તેમા પુષ્કળ પ્રમાણ મા પ્રોટીન સમાવિષ્ટ હોય છે. દહી જામવા ની ક્રિયા મા વિટામીન બી , થાયમીન , રિબોફ્લેવિન તથા નિકોટેમાઈડ જેવા તત્વો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જો આપણે દહી નુ નિયમીત સેવન કરીએ તો આપણા શરીર ના સ્વાસ્થ્ય ને અનેક પ્રકાર ના લાભો પ્રાપ્ત થઈ શકે છે.

દહી વિશે અમુક એવી માન્યતાઓ પણ છે કે મનુષ્ય છેલ્લા ૪૦૦૦ વર્ષો થી દહી નો ઉપયોગ કરે છે. દહી મા સમાવિષ્ટ કેલ્શિયમ , પ્રોટીન અને વિટામીન આપણા શરીર નુ અનેક પ્રકાર ની બિમારીઓ થી રક્ષણ કરે છે એટલે કે દહી એ શરીર ના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી આહાર છે. દહી મા આપણુ સૌંદર્ય નિખારવા ના ગુણતત્વો પણ સમાવિષ્ટ છે. દહી મા સમાવિષ્ટ લૈક્ટિક એસિડ તથા અન્ય પોષક તત્વો આપણા સ્કિન પર પડેલી કરચલીઓ ને દૂર કરવા મા સહાયરૂપ બને છે.

આ ઉપરાંત બ્લેક સ્પોર્ટ તથા બ્લેક માર્ક ની સમસ્યાઓ ને પણ દૂર કરે છે. જો તમે એક વખત દહી પોતાના ફેસ પર લગાવો તો તમારી સ્કિન ચમકી ઊઠે છે. જો તમે થોડાક માત્રા મા દહી લઈ તેમા ૨ ચમચી મુકતાની માટી ઉમેરી ને તેની પેસ્ટ તૈયાર કરી ને ફેસ પર લગાવો અને તેને ૨૦ મિનિટ ના સમયગાળા સુધી રહેવા દો અને ત્યાર બાદ ગરમ પાણી થી મોઢુ ધોઈ નાખો. તો તમારુ ફેસ ચમકી ઉઠે છે.

આ ઉપરાંત તમારા ફેસ પર ઉદ્દભવતા કાળા ધબ્બા નુ નિદાન કરવા માટે લીંબુ ના રસ ની સાથોસાથ દહી ઉમેરો અને આ મિશ્રણ ને તમારા ફેસ પર જે જગ્યાએ કાળા ધબ્બા થઈ ગયા છે. ત્યા લગાવો અને ૨૦ મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તમારા ફેસ ને ઠંડા પાણી થી ધોઈ લો તમારી આ સમસ્યા દૂર થઈ જશે.

દહી થી પ્રાપ્ત થતા અન્ય લાભો :
હ્રદય સાથે સંકળાયેલી બિમારીઓ થી રક્ષણ આપે :
નિયમીત દહી ના સેવન થી તમારુ કોલેસ્ટ્રોલ નિયંત્રણ મા રહે છે અને તેથી હ્રદય સાથે સંકળાયેલી બિમારીઓ ઉદ્દભવવા નો ભય રહેતો નથી.

વાળ નો ખોળો દૂર થાય :
દહી મા કાળા મરી નો ભૂક્કો મિક્સ કરી ને તેને વાળ ના મૂળ મા લગાવવા મા આવે અને ત્યારબાદ ૨૦ થી ૨૫ મિનિટ બાદ ધોઈ નાખવા મા આવે તો વાળ મા ખોળા ની સમસ્યા દૂર થઈ જાય છે.

અનિંદ્રા મા થી મુક્તિ અપાવે :
જો તમને ઊંઘ ના આવતી હોય તો આજ થી નિયમીત એક વાટકી દહી નુ સેવન કરવુ જેથી તમારી અનિંદ્રા ની સમસ્યા મા થી મુક્તિ મળે.

વાળ ને ખરતા અટકાવે :
જો તમારા વાળ વધુ માત્રા મા ખરી રહ્યા હોય તો વાળ ધોવા ના અડધા કલાક પૂર્વે દહી લગાવી લેવુ અને અડધો કલાક માટે સૂકવવા દેવુ. ત્યારબાદ વાળ ને ઠંડા પાણી થી ધોઈ લેવા. આ ઉપચાર થી વાળ ખરતા જ નથી અટકતા પરંતુ , વાળ મજબૂત અને ચમકદાર પણ બને છે.

શરીર ને ઠંડક આપે :
દહી મા થી બનતી છાશ અથવા લસ્સી પીવા ના લીધે તમારા પેટ ની ગરમી દૂર થાય છે તથા શરીર મા પાણી ની ઉણપ પણ દૂર થાય છે.

પાચનક્રિયા મજબૂત બને :
દહી મા રહેલુ સુગર તથા એસિડ શરીર ની પાચનક્રિયા ને મજબૂત બનાવે છે.

સાંધા ના દુઃખાવા મા રાહત મળે :
જો તમે પણ સાંધા ના દુઃખાવા ની સમસ્યા થી પીડાતા હોવ તો એક વાટકી દહી મા હિંગ નો વઘાર કરી ને સેવન કરો. જેથી , આ સાંધા ના દુઃખાવા રાહત મળી શકે.

ઓઈલી સ્કિન ને દૂર કરે :
દહી મા મધ મિક્સ કરી ને સ્કિન પર લગાવવા મા આવે તો સ્કિન મા રહેલુ વધારા નુ ઓઈલ દૂર થઈ જાય છે તથા સ્કિન આકર્ષક બને છે.

હાડકા , દાંત અને નખ માટે લાભદાયી :
દહી મા પુષ્કળ પ્રમાણ મા કેલ્શિયમ સમાવિષ્ટ હોય છે. જે શરીર ના હાડકા , દાંત અને નખ મજબૂત બનાવવા માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે.

રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવે :
દહી આપણા શરીર ની શ્વેત રક્ત કોશિકાઓ ની સંખ્યા મા વધારો કરે છે. જેથી , તમારી રોગો સામે લડવા ની શક્તિ મા વધારો થાય છે.

સુપાચ્ય :
ઘણા લોકો એવા હોય છે જેમને દૂધ નથી પચતુ એવા લોકો એ દહી નુ સેવન કરવુ જેથિ દૂધ મા રહેલા તમામ પોષકતત્વો સરળતા થી પ્રાપ્ત કરી શકાય.

મો ના ચાંદા થી મુક્તિ :
મુખ મા થયેલા ચાંદા મા થી મુક્તિ મેળવવા માટે ઓછા મા ઓછુ ૩ થી ૪ વખત ચાંદા પર દહી લગાવવુ.

ખીલ અને દાગ દૂર થાય :
જો તમારા મુખ પર ખીલ અને દાગ થઈ ગયા હોય તો ખાટા દહી ને રોજ ફેસ પર લગાવવુ અને આ લેપ સૂકાઈ જાય ત્યારે ફેસ ને સ્વચ્છ પાણી થી ધોઈ નાખવુ.

પરસેવા ની દુર્ગંધ દૂર થાય :
જો તમે દહી અને ચણા ના લોટ નુ મિશ્રણ તૈયાર કરી તેના વડે શરીર ની માલિશ કરી અને ત્યારબાદ સ્નાન કરી લેવુ. જેથી , પરસેવા ની દુર્ગંધ દૂર થાય.

સ્કિન આકર્ષક બને :
જો દહી મા લીંબુ નો રસ ઉમેરી ને શરીર પર લગાવવા મા આવે તો સ્કિન મુલાયમ અને આકર્ષક બને છે.

Comments

comments


3,521 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 1 =