શું તમે જાણો છો જો થાળીમાં પીરસેલું ભોજનનું અપમાન કરવાથી શું થાય છે, જાણો જમતા સમયે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ

મિત્રો, હાલ નો વર્તમાન યુગ એટલો આધુનિક બની ગયો છે કે લોકો પૈસા કમાવવા ની ધૂન મા જ ગૂચવાઈ ગયા છે. જેના કારણે આપણે યોગ્ય સમયે યોગ્ય આહાર કરી શકતા નથી તથા યોગ્ય ઊંઘ લઈ શકતા નથી તથા અવારનવાર બિમારીઓ મા સંપડાઈ જાય છે. જે આપણે આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવુ હોય તો યોગ્ય સમયે યોગ્ય આહાર ગ્રહણ કરવો આવશ્યક છે. પૌરાણિક ગ્રંથો મા આહાર વિશે ના અનેક નીતિ-નિયમો દર્શાવવા મા આવ્યા છે.

જો આ નીતિ-નિયમો નુ યોગ્ય રીતે પાલન કરવા મા આવે તો શરીર મા કોઈપણ પ્રકાર ના રોગો ફેલાતા નથી. તો હાલ અમે તમને અમુક એવી બાબતો વિશે જણાવીશુ જે આહાર ગ્રહણ કરતા સમયે ધ્યાન મા રાખવી. ક્યારેય પણ પીરસેલા અન્ન નુ અપમાન ના કરવુ કારણ કે , આ અન્ન નુ અપમાન કરવા ના લીધે તમારા શરીર મા યોગ્ય ઉર્જા પ્રાપ્ત થતી નથી. જે વ્યક્તિ ફક્ત અન્ય ને દેખાડો કરવા માટે આહાર ગ્રહણ કરાવે છે તેવી જગ્યા એ ક્યારેય પણ આહાર ગ્રહણ ના કરવો.

જ્યારે પણ આપણે આહાર ગ્રહણ કરતા હોઈએ ત્યારે આપણુ મોઢું હંમેશા પૂર્વ તથા ઉત્તર દિશા મા હોવુ જોઈએ. આ દિશા આહાર ગ્રહણ કરવા માટે ની અત્યંત શુભ દિશા ગણવામા આવે છે. દક્ષિણ દિશા તરફ મો રાખી ને ક્યારેય પણ જમવુ નહી કારણ કે , તેના લીધે આપણા શરીર મા નકારાત્મક વિચારો પ્રવેશે છે. પશ્ચિમ દિશા મા મોઢું રાખી ને આહાર ગ્રહણ કરવા થી તમે રોગ મા સંપડાઈ શકો છો.

હંમેશા ભોજન કરતા પૂર્વે આપણા શરીર ના પાંચેય પ્રમુખ અંગો કે જેમા બંને હાથ, બંને પગ તથા મોઢાં ને વ્યવસ્થિત રીતે સાફ જળ થી ધોઈ નાખવા અને ત્યારબાદ જ ભોજન નુ સેવન કરવુ. ભોજન ને આરોગતા પૂર્વે હંમેશા અન્નપૂર્ણા માતા નુ ધ્યાન ધરવુ અને માતા નુ પૂજન-અર્ચન કર્યા બાદ જ ભોજન ગ્રહણ કરવુ તથા પ્રભુ પાસે એવી યાચના કરવી કે તમામ ભૂખ્યા લોકો ને ભોજન પૂરુ પડે.

તમારે નિયમિત રસોઈઘર મા રસોઈ બનાવતા પૂર્વે તમારા ઇષ્ટદેવ કે અન્ય દેવી-દેવતાઓ નુ સ્મરણ કરવુ અને ત્યારબાદ જ રસોઈઘર મા ભોજન બનાવવા માટે પ્રવેશવુ. જો તમે ઉપરોક્ટ દર્શાવેલી આ બાબતો નુ યોગ્ય રીતે પાલન કરશો તો તમે એક સ્વસ્થ અને તંદુરસ્ત જીવન પસાર કરી શકશો.

Comments

comments


3,466 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 7 =