મિત્રો , જો પતિ અને પત્ની વચ્ચે પ્રેમ હોય તો તેમનુ વૈવાહિક જીવન અત્યંત સુખમયી બની રહે છે. પણ જો તેમના વૈવાહિક જીવન વાદ-વિવાદો થી ભરપૂર હોય તો બંને મા થી કોઈપણ સુખ-શાંતિ મેળવી શકતુ નથી અને વાદ-વિવાદ ની આ અસરો તેમના સંતાનો પર પણ ખરાબ પડે છે. એક સુખી કુટુંબ ના નિર્માણ માટે બંને ની આવશ્યકતા પડે છે અને પતિ-પત્નિ એ મળી ને આ વૈવાહિક જીવન ને સુખી બનાવવા ના પ્રયાસો કરવા પડે છે.
જો તે બંને એકસાથે મળી ને પ્રયાસ કરે તો તેમને ક્યારેય પણ નિષ્ફળતા નો સામનો ના કરવો પડે. આપણા દેશ મા સ્ત્રીઓ ને લક્ષ્મી તરીકે પૂજવા મા આવે છે. એક સ્ત્રી ધારે તો તમારા ઘર ને સ્વર્ગ પણ બનાવી શકે છે અને જો ધારે તો તમારા ઘર ને નરક સમાન પણ બનાવી શકે. એવી માન્યતાઓ છે કે જે ઘર મા સ્ત્રી નુ સન્માન જળવાઈ નથી રહેતુ અને તે ઘર મા હંમેશા ગરીબી છવાયેલી રહે છે અને જે ઘર મા સ્ત્રી નુ યોગ્ય સન્માન કરવા મા આવે છે ત્યા ક્યારેય પણ નાણા ની ઊણપ સર્જાતી નથી.
શાસ્ત્રો મા એવો ઉલ્લેખ કરાયો છે કે જે ઘર મા હંમેશા વાદ-વિવાદ થતો હોય ત્યા ક્યારેય પણ લક્ષ્મીજી વાસ કરતા નથી. દરેક વ્યક્તિ નુ સ્વપ્ન હોય છે કે તેનુ વૈવાહિક જીવન સુખ , શાંતિ તથા સમૃધ્ધિ થી ભરપૂર હોય. જે વ્યક્તિ ના ઘર નો માહોલ આનંદમયી હોય ત્યા જીવન મંગલમયી જ બને. આમ , જો શાસ્ત્ર મા ઉલ્લેખ કરાયેલા આ શબ્દો ને મન મા ગાંઠ વાળી ને રાખી લેવા મા આવે તો તમારુ ઘર હંમેશા ખુશીઓ થી ભરપૂર રહે છે.
હાલ , તમને જ્યોતિષશાસ્ત્ર મા દર્શાવેલી અમુક વિધિઓ વિશે જણાવીશુ જે તમારા ઘર ના વાદ-વિવાદ નો અંત કરી દેશે. ઘર-પરિવાર મા થતા વાદ-વિવાદ નો માહોલ દૂર થાય તે માટે નુ એક નિરાકરણ છે માતા પાર્વતી નુ પૂજન. માતા પાર્વતી નુ પૂજન કરવા થી તમારા વૈવાહિક જીવન મા ચાલતી તમામ સમસ્યાઓ નો અંત આવી જશે. આ ઉપરાંત ઘર પરીવાર થી જોડાયેલી સમયસ્યાઓ ના સમાધાન માટે પણ માતા પાર્વતી નુ પૂજન શ્રેષ્ઠ ગણવા મા આવે છે.
માતા પાર્વતી ની આરાધના કરી ને તેમને પ્રસન્ન કરવા મા આવે તો તેમની સાથે પ્રભુ શિવ અને ગણેશ પણ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ઘર મા વાદ-વિવાદ નુ સર્જન થવા માટે અન્ય અનેક પરીબળ પણ અસર કરે છે. જેમ કે , કઈ દીશા મા તમે માથુ તથા પગ રાખી ને સૂવો છો ? જો તમે ઘર મા થતા વાદ-વિવાદ નો અંત લાવવા માંગતા હોવ તો હંમેશા માથુ પૂર્વ દીશા મા રાખી ને ઊંઘવુ. જેથી તમે તણાવમૂક્ત રહો અને ઘર મા પોઝિટીવ ઉર્જા નુ નિર્માણ થાય.
આ સિવાય જો નિયમીત પ્રભુ શ્રી બજરંગબલી નુ પૂજન-અર્ચન કરવા મા આવે તો પણ ઘર ના વાદ-વિવાદ મા થી મુક્તિ મેળવી શકાય. જો કોઈ મહીલા ઘર ના રોજ-રોજ ના કંકાસ થી ત્રસ્ત છે તો તેમણે ભોજપત્ર પર લાલ કલમ થી પોતાના પતિ નુ નામ લખી ને ૨૧ વખત ‘ હં હનુમંતે નમઃ ’ નુ મંત્રોચ્ચારણ કરવુ અને આ ભોજપત્ર ને ઘર ના કોઈ ખૂણા મા રાખી મુકવૂ.
આ સિવાય ૧૧ મંગળવાર સુધી નિયમીત બજરંગબલી ના દેવસ્થાને જઈ ને પોશાક તથા સિંદુર અર્પણ કરવા થી તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. જો કોઈ ઘર મા પતિ-પત્નિ તથા પિતા-પુત્ર વચ્ચે વાદ-વિવાદ નો માહોલ સર્જાતો જ હોય તો પ્રભુ શ્રી ગણેશ નુ પૂજન-અર્ચન કરવુ. તમારા વૈવાહિક જીવન ને આનંદમયી બનાવવા માટે પ્રભુ શ્રી ગણેશ ને લાડુડી નો ભોગ ધરાવી તેમને સાચા હ્રદય થી સ્મર્ણ કરી તેમનુ પૂજન-અર્ચન કરો. જેથી તમારી તમામ સમસ્યાઓ નો અંત આવી જશે.