શું તમારા વાળ વધતા નથી ? અપનાવો આ ઘરેલુ ટિપ્સ જે બનાવશે તમારા વાળ ને લાંબા અને સિલ્કી…

વાંચો ફટાફટ વાળ વધારવાની ટીપ્સો

આપના માથી કોણ નથી ઈચ્છતું કે તેના વાળ કાળા- લાંબા અને મુલાયમ ન હોય. વાળ વ્યક્તિની સુંદરતા પર ચાર ચાંદ લગાવે છે. પણ આપણી જીવનશૈલી અને ફાસ્ટફૂડના અતિરેક સેવનથી વાળને નુંકશાન પણ થતું હોય છે. સામાન્ય રીતે એક મહિનામાં વાળની લંબાઈ લગભગ ૧.૨૫ CM વધતી હોય છે.

આજ ના આ જમાનામા પર્યાવરણ અને અત્યારના મિલાવટી ખાનપાનના કારણે વાળ ખરવાની સમસ્યા સામાન્ય થઇ ગઈ હોય યેવું લાગે છે. વાળ ઓળતી વખતે 2 -3 વાળ ખરે તો બરાબર છે. પણ જો એક સાથે વધારે માત્રામાં વાળા ખરવા લાગે તો તે ગંભીર સમસ્યા કહેવાય થી ઓછું નથી.

-શું લેશો ખોરાક માં

જાણકાર દ્વારા કહેવાય છે કે વાળને સ્વસ્થ રાખવા માટે સૌથી વધારે જરૂરી છે સારો ખોરાક. તમે જે ખાઓ તેનાથી તમારા વાળને પોષણ મળતું રહે તે ખુબ જ જરૂરી હોય છે.

વિટામીન કે પછી ઝીંક- સલ્ફર વાળા પોષકતત્વો ભોજન તથા રેશા વાળું ભોજન તમારા આહારમાં સમાવેશ કરી શકાઈ. આ ઉપરાંત લગભગ 8 થી 10 ગ્લાસ પ્યોર પાણી પીવું પણ અનિવાર્ય છે.

-વાળને વધારવા માટે શું કરશો

મિત્રો આપણે આપડા વાળાના સારા ગ્રોથ માટે અઠવાડિયામાં એક વાર ગરમ તેલથી વાળાના મૂળમાંથી મસાજ અવશ્ય કરવી. આવી રીતે મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે જે વાળ વધારવા તેમજ વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. બને તો દિવસમાં 2 થી 3 વખત વાળ ઓળવા. વાળાને ઓળવામાં ન આવે તો વાળ પર તેની વિપરીત અસર પડે છે, વાળ ખારવા લાગે છે તેમજ હેઅર ગ્રોથ અટકી જાય છે.

જ્યારે પણ તડકામાં જતી વખતે તમારી ત્વચાની જેમ વાળને પણ તડકાથી બચાવો.

તમારા આહારમાં વિટામીન A,B અને E થી ભરપુર પોષકતત્વો સામેલ કરો.

પુરતી ઊંઘ લો પણ લઈ શકાઈ તે સારા સ્વાસ્થ્યની નિશાની છે.

વાળ વધારવા હોય તો આટલી વસ્તુ નાજ કરો

મિત્રો રોજ વાળમાં શેમ્પુ ન કરી શકાઈ પણ અઠવાડિયામાં બે વખત વાળ ધોવા જોઈએ. વધારે શેમ્પુના ઉપયોગી વાળ સુકા થઇ જાય છે.

ક્લોરીન અને નમક વાળા પાણીથી વાળને બચાવો. સ્વીમીંગ કરતી વખતે કેપ જરૂર પહેરો. પાણી પણ વાળને ડ્રાય કરે છે જેનાથી વાળ ડેમેજની સમસ્યા વધે છે.

પાછું વળી વાળનું ટ્રીમીંગ વાળ માટે સ્વાસ્થ્ય વર્ધક છે. પરંતુ તેનાથી વાળ વધે છે તે ખોટું છે. માટે જરૂરરિયાતથી વધારે વાળમાં ટ્રીમીંગ ન કરવું. તેનાથી માત્ર 2 મોઢા વાળા વાળ ખત્મ થાય છે.

શક્ય હોય ત્યાં સુધી ભીના વાળ હોય ત્યારે વાળ ઓળવાનું ટાળવું. તેનાથી વાળના મૂળમાં ખેંચાવ આવે અને હેઅર ફોલિકલ પણ નબળું પડે છે. જે હેઅર ગ્રોથ પર અસર કરે છે.

– વાળ માટેનું માસ્ક

મિત્રો હેઅર માસ્ક તમે ઘરે જાતે પણ બનાવી શકો છો અને તેની રીતો નીચે પ્રમાણે છે.

મેથી:

મેથીના દાણા રાત સુધી પાણીમાં પલાળી સવારે તેની પેસ્ટ બનાવી લો તે પેસ્ટ વાળમાં મહેંદીની જેમ લગાવો શકાઈ.

કેળા:

કેળાને મિકસૂર માં ક્રશ કરી વાળમાં માસ્કની જેમ લગાવી શકો છો અને આ સરળ અને સાદું માસ્ક તમારા વાળ પર જાદુઈ અદ્દભુત અસર કરશે.

મીઠો લીમડો:

વાધુમાં મીઠા લીમડાને પહેલા પીસી લો અને ત્યાર બાદ તેની ચટણી જેવો પીસી લો. વાળની સ્વસ્થતા માટે ખુબ જ ફાયદાકારક છે

તો મિત્રો આમ તમે તમારા વાળની સંભાળ લઇ તમે વાળ વધારી શકો છો તેમજ તેનું સ્વાસ્થ્ય સારું બનાવી શકો છો. વાળને સાફ રાખો ભરપુર માત્રામાં પાણી પીવો તડકા, ધૂળ -પ્રદુષણથી વાળને બચાવો તેમજ ઉપર આપેલ ઘરેલું ઉપચાર અપનાવો તથાવાળને લાંબા અને સુંદર બનાવો.

Comments

comments


3,920 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 5