શુ તમારા બાળકો પણ મોબાઈલથી રમે છે? તો ચેતી જજો નહિતર થશે આ ચાર ભયંકર બીમારી…

સ્માર્ટ ફોનના આવવાથી આમ તો લોકો નું અમુક કામ સહેલું થયું છે. પરંતુ તેનો ઉપયોગ કેટલો અને ક્યાં કરવો એ પણ જરૂરી છે. આ સ્માર્ટ ફોન માં આજકાલ બાળકો મોટા પ્રમાણમાં એનો શિકાર બની રહ્યા છે. નવી ટેકનીકે જીવન ભલે સરળ બનાવ્યું હોય પણ બાળકો માટે જોખમરૂપ પણ બની રહ્યા છે. જેથી બાળકોના બૌદ્ધિક કૌશલ્ય, રચનાત્મકતા અને સામાજિક ચેતના વગેરે મોબાઈલ ફોનની લતને કારણે પ્રભાવિત થઈ રહી છે. જો તમારું બાળક પણ મોબાઈલ ફોન ની લત માં છે તો આ ભયની ઘંટડી હોય શકે છે. તો જાણી લો મોબાઈલ ફોનની લતથી બાળકોમાં ક્યાં ખરાબ લક્ષણ જોવા મળે છે. અને તેને કેમ સુધારવા.

બૌદ્ધિક ચેતના પર થતી ખરવ અસર

મોબાઈલ ફોનના વધુ પડતાં યુસ થી બાળકો પોતાની બુદ્ધિનો ઓછો ઉપયોગ કરે છે, અને બાળક ની નિર્ભરતા સ્માર્ટ ફોન પર વધી જાય છે. કેમ કે મોબાઇલ એમના વિચાર પ્રમાણે એમને બધી જાણકારી અને સુવિધાઓ ઉપલબ્ધ કરે છે. જે તેમના માનસિક વિકાસ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો કોઈ બાળક મોબાઈલમાં ગેમ રમે તો તેને ઘરના કામ સોંપો. જેથી કરીને બાળક ને જવાબદારીનો અનુભવ થશે અને તે પોતાની બુદ્ધિથી કાર્ય કરશે. અને તેનું બૌદ્ધિક સ્તર સુધરશે.

સામાજીકતામાં થઈ રહેલી કમી

આજ ના બાળકો એકલા કોઈ ખૂણામાં બેસીને મોબાઈલ ફોન નો ઉપયોગ કરે છે. જેના કારણે બાળકો બહારના વ્યક્તિઓ કે પછી ઘર પરિવારના વડીલ તેમજ વૃધ્ધો સાથે ઓછો સમય વિતાવે છે. પરિણામ સ્વરૂપ સમાજની થોડી મૂળ વાતો ની જાણકારી પણ તેને મળતી નથી. અને મોબાઈલ ફોને બાળક ને એકલતાનો ભાવ આપે છે. જો તમારૂ બાળક પણ કોઈને મળવાનું પસંદ નથી કરતું તો તેને મોબાઈલથી દૂર રાખો. અને પોતાનું અને સમાજ વિષે એમને જાણકારી આપવો. તમારા બાળક સાથે રોજ રોચક રમત રમો, જેથી તે મોબાઈલથી દૂર રહે.

માનસિક વિકાસ પર પણ પડે છે અસર

તમે જોયું હશે કે આજના માતા-પિતા ગર્વ અનુભવ કરે છે કે એમના બાળકો પોતાની જાતે મોબાઈલમાં યુ-ટ્યુબ કે કેમેરો શરુ કરતા થઈ ગયા. પણ તમને જણાવી દઈએ કે તે કોઈ ગર્વની વાત નથી. પણ તેને એક સમસ્યાના રૂપમાં જોઈ શકાય છે. વધારે પડતાં સમય સુધી મોબાઈલ ઉપયોગ કરવો એ તમારા બાળકના માનસિક વિકાસને રોકી શકે છે. કોઈ રસપ્રદ ગેમ માં બાળક એટલો ઊંડો ઉતારી જાઈ છે કે તેને આજુ બાજુનું કોઈ ગ્નાન રહેતું નથી. અને તેની માનસિક વિકાસ પર ઊંડી અસર પડે છે.

વધુ પડતાં ઉપયોગ થી રચનાત્મકતા અને કૌશલ્ય પણ ઓછું થાઈ છે.

બ્રિટનના એક એક્ષ્પેર્ટ મુજબ દસ વર્ષની નીચેની ઉંમરના બાળકો પર સ્માર્ટ ફોને અને ટચસ્ક્રીનની ખરાબ અસર પડી રહી છે. જેના પરિણામ સ્વરૂપ સ્કૂલ જવા વાળા બાળકોને પેન કે પેન્સિલ પકડવામાં સમસ્યા થઈ રહી છે જેથી બાળકો પરેશાન થઈ રહ્યા છે. જેના કારણે તેમના ચિત્ર બનાવવા અને અન્ય રચનાત્મક કૌશલ્યમાં સતત ઘટાડો જોવા મળે છે. વધુ પડતાં સ્માર્ટફોનના ઉપયોગથી બાળકોનું ખાવા-પીવાનું અને સુવાનું પણ પ્રભાવિત થાઈ છે.

Comments

comments


4,097 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 15