આપણો પ્રાચીન ગુરુ શિષ્યના સંબંધો ક્યારે અને કોના લીધે અટકી ગયા જાણ્યું છે તમે…

પરીક્ષામાં માર્કસ, જ્યાં સુધી આપણે સ્કૂલ કે કોલેજમાં ભણતાં હતાં, ત્યાં સુધી આ વાક્ય આપણાં માટે કોઈ પીડાથી ઓછા નહોતા. મોટી બહેન સારા માર્કસ લાવે એટલે પપ્પા તરત આપણને માર્કસ માટે ચાર વાતો સંભળાવે. પરંતુ તેમ છતાં આપણે 33 ટકાનો આંકડો મેળવવા માટેનું લક્ષ્યાંક બનાવી બેસ્યા હતા અને આજે આપણે તેના વિશે વાત કરીશું. શું તમે જાણો છો કે પરીક્ષામાં મિનિમમ પાસિંગ આઉટ

માર્કસનો કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો.૧જ્યારે આપણા દેશમાં બ્રિટિશ રુલ લાગુ થયો તો તેની સાથે જ આપણી પ્રાચીન ગુરુકુળ વ્યવસ્થાને પણ સમાપ્ત કરી દીધી હતી. તેનું કારણ હતું લોર્ડ મૈકાલે, લોર્ડ વિલિયમ બૈટિંગ જેવા અંગ્રેજી શિક્ષાના સમર્થકો. લોર્ડ વિલિયમ બૈટિંક ભારતના ગર્વનર જનરલ પણ બની ચૂક્યા હતા, તેથી તેમનું આ સપનું પૂરું થવાનું તો હતું જ. મૈકાલેએ તો ભારતીય શિક્ષા પદ્ધતિ પર સવાલો ઉઠાવીને એટલું પણ કહ્યું હતું કે હિન્દુસ્તાન અને હવે સમગ્ર અરબ સાહિત્યને પણ મિક્સ કરી દેવામાં આવો તો તે યુરોપની આખી લાઈબ્રેરીમાં રાખેલા એક પુસ્તકની બરાબર પણ નથી.

હવે તમે મૈકાલેના આ કથનથી સમજી શકો છો કે આખરે અંગ્રેજ આપણી શિક્ષાને કેટલી હીન દ્રષ્ટિથી જોતા હતા. આપણા દેશમાં ખ્રિસ્તી મિશનરીઝના સહયોગથી અંગ્રેજી શિક્ષાને પ્રોત્સાહન મળ્યું. આજના ઈંગ્લિશ સ્કૂલ આ જ ખ્રિસ્તી મિશનરીઝના પ્રોત્સાહનનું પરિણામ છે કે, આખો દેશ હિન્દી અને અંગ્રેજીમાં ફસાયો છે.૨
એક રસપ્રદ ફેક્ટ એ પણ છે કે જ્યારે ભારતીય શિક્ષણ સંસ્થાનોમાં અંગ્રેજી શિક્ષા લાગુ કરવામાં આવી તો અંગ્રેજોની સામે એવી સમસ્યા આવી કે મિનીમમ પાસિંગ માર્કસ આંકડો શું કરવામાં આવે અને ગંભીર વિચાર વિમર્શ કર્યા બાદ બ્રિટનની શિક્ષા પદ્ધતિના આધાર પર નિર્ણય લેવામાં આવ્યો હતો.

તે સમયે બ્રિટનમાં બાળકોને પાસ થવા માટે પરીક્ષામાં માર્કસ મિનિમમ 66 ટકા મેળવવાના રહેતા હતા, પરંતુ જ્યારે ભારતની વાત આવી તો અંગ્રેજોને વિચાર્યું કે આમ પણ ભારતીયોની બુદ્ધિ અંગ્રેજો કરતા અડધી છે, તેથી ભારતીય બાળકોના મિનિમમ પાસિંગ આઉટનો આંકડો 33 ટકા એટલે કે બ્રિટનની સરખામણીમાં અડધો કરી દીધો હતો.૩

આ વાત તમને હાસ્યાસ્પદ લાગશે, પરંતુ સત્ય એ છે કે આવું જ થયું હતું. અંગ્રેજોએ હંમેશાં આપણાં પર તેમના કાયદા અને નિયમો થોપી બેસાડ્યા છે, પછી ભલે તે ભારતીય ન્યાય વ્યવસ્થા હોય, પોલીસ પ્રણાલી હોય કે પછી રાષ્ટ્રવાદની પરિભાષા હોય. બધું જ અંગ્રેજોએ તેમની ઈચ્છા અનુસાર આપણાં પર થોપ્યું છે. આ કારણે જ આપણી હજારો વર્ષ જૂની વિકસેલી આપણી ગુરુકૂળ અને આશ્રમ પદ્ધતિને નષ્ટ કરી નાખી હતી. તથા હજારો વર્ષોથી ચાલી આવતી જૂની ગુરુ-શિષ્ય પરંપરાને પણ એક પ્રોફેશન ટીચર અને ઉપયોગી સ્ટુડન્ટમાં બદલી નાખી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી વાતો અને માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

Comments

comments


3,917 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 1