હિંદૂ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવાયા છે. કારણ કે તે વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. જ્યોતિષ અનુસાર જે લોકોની કુંડળીમાં શનિની દશા બરાબર ન હોય તેમનું ભાગ્ય તેમને સાથ આપતું નથી. તેમને દરેક કામમાં સફળ થવા માટે સખત મહેનત કરવી પડે છે. એટલું જ નહીં આવા લોકોને ધનની ખામી પણ સહન કરવી પડે છે. જો કોઈ જાતકની કુંડળીમાં શનિની દશા બરાબર ન ચાલતી હોય તો તેણે અહીં દર્શાવેલા ઉપાયોમાંથી કોઈપણ એકનું અનુકરણ કરવું જોઈએ. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન રહે છે અને જીવનનો ખરાબ સમય દૂર થવા લાગે છે.
1.
શનિવારે ઓગણીસ હાથ લાંબો કાળો દોરો લેવો અને તેની માળા બનાવી શનિદેવને ચઢાવવી અને થોડીવાર બાદ આ માળા ઉતારી અને પોતાના ગળામાં ધારણ કરી લેવી. આ ઉપાયથી શનિનો પ્રકોપ દૂર થાય છે.
શનિવારનું વ્રત રાખવું અને સૂર્યાસ્ત સમયે હનુમાનજીની પૂજા કરવી અને કાળા તલના તેલનો દીવો પીપળા નીચે કરવો.
3.
- શનિવારે કાળા કૂતરાને તેલ લગાડેલી રોટલી ખવડાવવી.
4.
- કાળી ગાયની પૂજા કરી અને તેને બુંદીના લાડૂ ખવડાવવા. શનિ દોષ દૂર થશે.
5.
- એક વાટકીમાં તેલ લેવું અને તેમાં પોતાનું મોં જોઈ તેનું દાન કરી દેવું. આ વિશેષ ઉપાયથી કુંડળીના દોષ દૂર થાય છે.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી માટે જોડાયેલા રહો આપણા પેજ પર.