હેલો ફ્રેન્ડઝ, તમે ઉપવાસમા બટાકાની ખીચડી, સુરણની ખીચડી કે સામાની ખીચડી કે સાબુદાણાની ખીચડી બનાવતા જ હશો. રોજ રોજ ઉપવાસમા બટાકા ખાઈએ તો તે પચવામા પણ ભારે પડે છે આજ હું તમને શકકરીયાની ફરાળી ખીચડી બનાવતા શીખવાડીશ.આ ખીચડી સ્વાદમા બટાકા કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે છે કેમ કે તેમાં કુદરતી મીઠાશ હોય છે, શકકરીયા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે, શકકરીયામા ભરપુર માત્રામા ફાઈબર હોય છે. જેથી પેટ અને આંતરડા માટે ખુબ ફાયદાકારક હોય છે. જે લોકોને ડાયાબિટીસ હોય છે તે લોકો બટાકાની ખીચડી નથી ખાઈ શકતા પરંતુ આ ખીચડી પ્રેમથી ખાઈ શકે છે.
તમે કહેશો કે બટાકા અને શકકરીયા બંને કંદમૂળ જ છે, પરંતુ બટાકામા ભરપુર માત્રામા કાબૉહાઇડ્રેટ હોય છે તેથી ડાયાબિટીસ વાળા લોકો તે નથી ખાઈ શકતા, પરંતુ શકકરીયામા નેચરલ સુગર અને ફાઈબર હોય છે જે નુકસાન કારક નથી, શકકરીયામાથી વિવિધ પ્રકારની વાનગીઓ બને છે એમાની એક વાનગી ની રેસીપી હું તમારી સાથે શેર કરીશ તો ચાલો આજ આ હેલ્ધી શકકરીયા ની ફરાળી ખીચડી બનાવતા શીખી લ્યો, આ ખીચડી બનાવવા માટે સામગ્રી શુ શુ જોઈશે એ પણ નોંધી લો..
@ સામગ્રી —
- * 500ગ્રામ શકકરીયા ,
- *1 કપ શેકેલા સિંગદાણાનો અધકચરો ભૂકો ,
- *1/2 કપ તાજુ કોપરાનુ ખમણ ,
- * લીલા મરચાં,
- *1/2 લીંબુનો રસ ,
- *સ્વાદ અનુસાર મીઠું ,
- *3-4 ટેબલસ્પૂન ઘી,
- *1 ટેબલસ્પૂન જીરૂ ,
- *10-15 લીમડાના પાન,
- * 1/2 કપ બારિક સમારેલી કોથમીર .
@ રીત ––
1–સૌ પ્રથમ શકકરીયા ને ખુબ ઘસી ને ધોઈ લેવા કારણ કે તે કંદ મૂળ હોવાથી તેના પર ખુબ માટી હોય છે તે માટી સંપૂર્ણ પણે નીકળી જાય પછી જ તેનો ઉપયોગ કરવો.ત્યાર બાદ તેને એક ના બે ટુકડા કરીને તેમાં 1-2 ગ્લાસ પાણી નાખી કૂકર મા 3-4 સીટી કરી ને બાફી લેવા. તમે તેને પાણી વગર વરાળ થી પણ બાફી શકો છો.
2–કુકર ઠંડુ થઇ જાય એટલે શકકરીયા કાઢી ને તેની છાલ ઉતારી લો અને તેના નાના નાના ટુકડાઓ કરી લો. ત્યારબાદ એક પેન મા ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂ અને બારીક સમારેલા લીમડા ના પાન અને મરચાં નાખીને તેમાં શકકરીયા નાખો. 3– હવે તેમા બારીક સમારેલી કોથમીર, ખમણેલુ તાજુ કોપરુ, અને શીંગદાણા નો અધકચરો ભૂકો નાંખી દો અને સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ નો રસ પણ નાંખી દો.
4– હવે તેને હળવા હાથે મિક્સ કરી લો અને 2-3 મિનિટ સુધી ગેસ પર જ રહેવા દો જેથી મસાલા ની સુગંધ અને સ્વાદ બરાબર ચઢી જાય.
તૈયાર છે તમારી ગરમા ગરમ શકકરીયા ની ફરાળી ખીચડી, તેને કોથમીર અને કોપરા ના ખમણ થી ગારનીશ કરી સવૅ કરો સાથે દહીં અથવા મોળી છાશ પણ સવૅ કરો.
છે ને એકદમ ફટાફટ બની જતી આ સ્વાદિષ્ટ ખીચડી, સ્વાદ ભી ઔર સ્વાસ્થ્ય ભી, બંને નો સમન્વય બહુ ઓછી વાનગી ઓ મા મળે છે
@ટીપ — શકકરીયા મા નેચરલ સુગર હોય છે એટલે મે તેમા ખાંડ નાંખી નથી, તમને જો નાખવી હોય તો નાખી શકો છો.
* હુ હમેશાં લીમડાના પાન ને બારિક સમારેલા જ નાખુ છું કેમકે લીમડો પણ પોષક તત્વો થી ભરપુર હોય છે એટલે તેના ગુણો નો ફાયદો મળી રહે છે.
* આ ખીચડી મા તમે સાબુદાણા નાખી ને સાબુદાણા પણ નાંખી ને સાબુદાણા ખીચડી બનાવી શકો છો.
*–જે લોકો જૈન છે અને તે લોકો કંદમૂળ નથી ખાતા તે લોકો શકકરીયા ની બદલે કાચા કેળા નો ઉપયોગ કરીને આ ખીચડી બનાવી શકે છે.
તો ચાલો તમે બનાવો આ સ્વાદિષ્ટ શકકરીયાની ફરાળી ખીચડી અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં. ત્યાં સુધી બાય…
રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)