બનાવો ચટાકેદાર સેવ ખમણી

Sev Khamani (સેવ ખમણી)

સેવ ખમણી….

સામગ્રી :

 • ૧-૧/૪ કપ ચણા ની દાળ
 • ૧/૨ કપ તેલ
 • ૧ નાનો ટુકડો આદુ નો
 • ૮-૧૦ નંગ લીલાં મરચાં (જીણા-તીખા)
 • ૧/૪ કપ ખાંડ (૨ – ટે.સ્પૂન ખાંડ)
 • ૧/૪ ટે.સ્પૂન હળદર પાઉડર
 • ૨ ટે.સ્પૂન લીંબુ નો રસ (અથવા ૧ ટે.સ્પૂન લીંબુ ના ફૂલ /સાઈટ્રિક એસિડ)
 • ૧ ટે.સ્પૂન રાઈ અથવા જીરૂ ( પસંદ હોય તે ઉપયોગમાં લઇ શકાય)
 • ૧ પીંચ / ચપટી હિંગ (પસંદ હોય તો જ )
 • ૧/૨ કપ લીલી કોથમીર જીણી સમારેલ
 • ૧૫૦-૨૦૦ ગ્રામ જીણી (નાઈલોન) સેવ ( અથવા મીડીયમ સેવ)
 • ૪-૬ નંગ મીઠા લીમડા ના પાન (કરી પત્તા)

રીત:

Sev Khamani (સેવ ખમણી)

ચણાની દાળ ને અગાઉથી ૩-૪ કલાક માટે પાણીમાં પલાળીને રાખવી. ત્યારબાદ પાણીમાંથી બહાર કાઢી અને મિક્સરમાં કે વાટવાની પથ્થરની કૂંડીમાં પીસવી. ધ્યાન રહે કે સાવ લીસી / મુલાયમ પીસવાની નથી. પીસતી સમયે જરૂર લાગે તો થોડું પાણી ઉંમેરી શકાય છે.

આદુ – મરચાને પીસી અને તેની પેસ્ટ બનાવી અલગથી રાખી દેવા. તમને પસંદ હોય તો લસણની પણ પેસ્ટ બનાવી અલગ રાખી દેવી. ( ૬-૮ કળી લસણ લઇ અને તેને વાટી લેવું.)

Sev Khamani (સેવ ખમણી)

એક નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. તેમાં રાઈ / જીરૂ જે પસંદ હોય તે નાંખી અને તેને શકવી. (તતડાઈ જાય ત્યાં સુધી) અને શેકાઈ જાય કે તૂરત તેમાં હિંગ નાખવી ૨-૩ સેકન્ડ રાખી મિક્સ કરવું. કરી પત્તા નાંખવા. ત્યારબાદ પીસેલી ચણાની દાળ તેમાં ઉમેરવી અને તેને પાકવા દેવી. જો દાળ વધુ પડતી સૂકી/ ડ્રાઈ થઇ જતી હોય તેવું લાગે તો થોડું થોડું પાણી ઉમેરવું / નાખવું અને તેને પાકવા દેવી. (કોઈ કોઈ લોકો પાણી ને બદલે દૂધનો ઉપયોગ પણ કરતાં હોય છે.

૩-૪ ચમચી દૂધ ૨-૩ વખત થોડા થોડા અંતરે ઉપયોગમાં લઇ શકાય. (લગભગ ૧/૨ કપ જેટલું દૂધ ) ) દાળ પાકી જશે એટલે તેલ છૂટું પડશે. (સામન્ય તેલ,) દાળ કડાઈને ચોંટશે નહિ, કિનારીથી અલગ પડી જશે. ત્યારબાદ, આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી અને ૩-૪ મિનિટ માટે હલાવતાં રેહવું અને શેકવી.

Sev Khamani (સેવ ખમણી)

ત્યારબાદ ખાંડ નાખવી અને પાંચ મિનિટ માટે મિક્સ કરી સતત હલાવવું.ત્યારબાદ મીઠું પ્રમાણસર ઉમેરવું અને લીબુનો રસ નાંખી અને મિક્સ કરવો. અને ૩-૫ મિનિટ અંદાજે શેકવી અને તાપ બંધ કરી દેવો અને કડાઈ ગેસ પરથી નીચે ઉતારી લેવી. લીલી સમારેલી કોથમીર છાંટવી. અને ગરમા ગરમ ખમણી ઉપર સર્વ કરો ત્યારે નાઈલોન સેવ ને છાંટવી. અને સર્વ કરવી.

Sev Khamani (સેવ ખમણી)

 

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

 

Comments

comments


7,067 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 8