ચશ્મા સાફ કરતાં એ વૃદ્ધે પત્નીને કહ્યું….. આપણા સમયે મૉબાઇલ ન હતા…!!

glass

ચશ્મા સાફ કરતાં એ વૃદ્ધે પત્નીને કહ્યું….. આપણા સમયે મૉબાઇલ ન હતા…!!

glass fea

હા, પણ બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે પાણીનો ગ્લાસ ભરીને આવું ને તમે આવતા……

હા મેં ત્રીસ વરસ નોકરી કરી પણ એ નથી સમજી શક્યો કે હું આવતો એટલે તું પાણી લઈને આવતી કે તું પાણી લઈને આવતી એટલે હું આવતો…..

હા યાદ છે, તમે રિટાયર થયા તે પહેલાં ડાયાબીટીસ ન હતો ત્યારે, હું જ્યારે તમને ભાવતી ખીર બનાવતી ત્યારે તમે કહેતા કે આજે બપોરે જ ઑફીસમાં વીચાર આવેલો કે આજે ખીર ખાવી છૅ……
હા ખરેખર મને ઑફીસથી આવતાં જે વીચાર આવતો એ ઘરે આવીને જોઉ તો અમલમાં જ હોય…..

અને યાદ છે તમને હું પ્રથમ પ્રસુતીએ મારા પિયર હતી, અને દુખાવો ઉપડ્યો, મને થયું તમે અત્યારે હોત તો કેટલું સારું…. અને કલાકમાં તો હું સ્વપ્ન જૉતી હોઉં એમ તમે આવી ગયા….
હા એ દિવસે મને એમ જ થયું લાવ જસ્ટ આંટો મારી આવું….

ખ્યાલ છે તમે મારી આંખોમાં જોઇ કવીતાની બે લીટી બોલતા….
હા અને તું શરમાઇને આંખો ઢાળી દેતી, એને હું કવીતાની લાઇક સમજતો…

અને હા હું બપોરે ચા બનાવતાં સહેજ દાઝેલી, તમે સાંજે આવ્યા અને ખીસ્સામાંથી બર્નૉલ ટ્યુબ કાઢીને મને કહેલું કે લે આને કબાટમાં મુક……
હા, આગલા દીવસે જ ફસ્ટઍડ ના બૉક્સમાં ખાલી થયૅલી ટ્યુબ જોઇ એટલે ક્યારેક કામ લાગે એમ વિચારીને લાવેલો….coupleee

તમે કહો કે આજે છુટવાના સમયે ઑફીસ આવજે આપણે મુવી જોઇ બહાર જમીને આવીશું પાછા…..
હા અને તું આવતી ત્યારે બપોરે ઑફીસની રીસૅસમાં આંખો બંધ કરી મેં વિચાર્યું હોય એજ સાડી પહેરીને તું આવતી…

( પાસે જઈ હાથ પકડીને) હા .. આપણાં સમયમાં મૉબાઇલ ન હતા, સાચી વાત છે…
પણ આપણે બે હતા…

couple last

હા, અનુ આજે દીકરો અને એની વહુ એક મેકની જોડે હોય છે… પણ ….
એમને …..
વાત નહી વૉટ્સૅપ થાય છૅ,
એમને હુંફ નહી ટૅગ થાય છૅ,
સંવાદ નહી કૉમૅન્ટ થાય છૅ,
લવ નહી લાઇક થાય છૅ,
મીઠો કજીયો નહી અનફ્રૅન્ડ થાય છૅ,
એમને બાળકો નહી પણ કૅન્ડીક્રશ, સાગા, ટૅમ્પલ રન અને સબવૅ થાય છૅ….

…….. છોડ બધી માથાકુટ.
હવે આપણે વાઇબ્રંન્ટ મોડ પર છીએ અને આપણી બેટરી પણ એક કાપો રહી છૅ…….

ક્યાં ચાલી….?
ચા બનાવવા…..
અરે હું તને કહેવા જ જતો હતો કે ચા બનાવ..
હા અનુ… હજું હું કવરૅજમાં જ છું, અને મેસૅજ પણ આવે છે…….

( બન્ને હસી ને…)….. હા પણ આપણાં સમયમાં મૉબાઇલ નહોતા.

couple..

Comments

comments


3,541 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − = 2