સેઝવાન ફ્રાઇડ રાઇસ – વધેલા ભાતમાંથી બનાવો આ ટેસ્ટી ટેસ્ટી રાઈસ….બચત પણ થશે ને ન્યુ વાનગી પણ જમવા મળશે…

વધેલા ભાતમાંથી અનેક જાતની રેસીપી બને છે જેમ કે ભાતના મુઠીયા,વધારેલા ભાત, ભાતના ભજીયા,રાઈસ કટલેટ આવી અનેક જાતની નવી નવી વાનગી બને છે.

ક્યારેક તો આપણે ભાતમાંથી સાંજે કંઈક નવું બનાવું હોઈ તો બપોરે સ્પેશ્યલ વધારે ભાત બનાવીએ.

તો હવે આ સેઝવાન ફ્રાઇડ રાઈસ તમને જોઈ ને જ બનાવાની ઈચ્છા થઈ જશે તો આજે બપોરે ભાત વધારે મૂકી સાંજે નવી રેસિપી ટ્રાય કરજો આશા છે બધાને ખૂબ જ પસંદ આવે.

તો આજે સાંજે બનાવો સેઝવાન ફ્રાઇડ રાઈસ

Leftover recipe

રાંધેલો ભાત છે તો ચાલો એમાંથી બનાવીયે સૌને ભાવતા ફ્રાઇડ રાઇસ.

ફ્રાઇડ રાઇસ ( Fried Rice )

 • રાંધેલો ભાત ૨ કપ,
 • તેલ ૨ ટેબલ સ્પૂન,
 • આદુ-લસણ જીણું સમારેલું ૧ (ઓપર્સનલ) ટેબલ સ્પૂન,
 • આજીનો મોટો ( ઓપ્શનલ ) ચપટી,
 • લીલું મરચું ૧ નંગ,
 • ડુંગળી ૧ મોટી,
 • કેપ્સીકમ ( બધાં કલર નાં ) ૧/૨ કપ,
 • ગાજર ૧/૨ નંગ,
 • કોબીજ ૧ કપ,
 • સેઝવાન સોસ 2 ટી સ્પૂન,
 • મીઠું સ્વાદ મૂજબ,
 • લીલી ડુંગળી ૨ ટેબલ સ્પૂન.

રીત :

– બધાં શાકને લાંબા (ચીરી) સમારી લો.– પેનમાં તેલ લઇ આદુ-લસણ સાંતળી.આજીનો મોટો ઉમેરી ડુંગળી સાંતળો.લીલું મરચુ જીણું સમારી ઉમેરો. એક- બે મિનિટ માં ગાજર, કેપ્સીકમ, કોબીજ બધું વારાફરતી ઉમેરી ફાસ્ટ ગૅસ પર સાંતળો.– હવે સેઝવાન સોસ અથવા સેઝવાન રાઈસ નો જે તૈયાર મસાલો આવે છે એ ઉમેરી મિક્સ કરી પછી ભાત ઉમેરી મીઠું, સારી રીતે મિક્સ કરો. ફાસ્ટ ગૅસ પર બનાવવું. લીલી ડુંગળી થી ગાર્નિશ કરી સર્વ કરો.તૈયાર છે સેઝવાન ફ્રાઇડ રાઇસ.

નોંધ :

બધાં કલર નાં કેપ્સીકમ નાં બદલે ખાલી ગ્રીન કેપ્સીકમ પણ લઇ શકાય.

આજીનો મોટો હેલ્થ માટે સોરો નથી. ના ઉમેરો તો પણ ચાલે.

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,522 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 63