આપણા દેશની એન્ટીક અને સૌથી જૂની ગણાતી આ દરેક હોટલની કોઈને કોઈ ખાસિયત છે…

જ્યારે તમે કોઈ કાફે કે રેસ્ટોરન્ટ્સમાં હંમેશાં જતાં હશો તો, તમને તમારા શહેરમાં વર્ષો જૂના હોટલ અને રેસ્ટોરન્ટ્સ હશે જ. ત્યાં જઈને તમને અલગ પ્રકારની અનુભૂતિ જ થતી હશે. ત્યાંની નાની નાની વસ્તુઓ જોઈને જૂનો સમય યાદ આવી જાય છે. આવી જગ્યાઓ પર ફૂડ પણ જૂના સમયનું ખાવા મળે છે. જે જૂના સમયમાં પારંપરિક રીતે બનાવવામાં આવેલું હોય છે. ત્યારે આજે અમે તમને આઝાદીના સમયના કેટલાક એવા રેસ્ટોરન્ટ્સ વિશે બતાવીશું, જે આઝાદ ભારતના વર્ષો પહેલા બનાવવામાં આવ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે, આ રેસ્ટોરન્ટ્સ માત્ર જૂના જ નથી. પરંતુ ત્યાં આઝાદીના સમયે બેસીને અનેક રણનીતિઓ પણ બનાવવામાં આવી હતી.

ગ્લેનરી રેસ્ટોરાં, દાર્જિલિંગ૧

દાર્જિલિંગની સુંદર વાદીઓમાં બનેલ આ ગ્લેનરી રેસ્ટોરન્ટ સો વર્ષથી વધુ જૂનું છે. આ સૌથી જૂના રેસ્ટોરન્ટ્સમાં બનેલ આકર્ષક દીવાલો અને અહીંનું ઈન્ટીરિયર આજે પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીં આવીને જો તમે મીઠાઈ ઓર્ડર નથી કરી, તો તે તમારી ભૂલ હોઈ શકે છે. અહીં બનેલી એપ્પલ પાઈ આખા દાર્જિલિંગમાં પોતાના સ્વાદ માટે ફેમસ ગણાય છે. એટલું જ નહિ, અહીંના નાસ્તા પણ બહુ જ સ્વાદિષ્ટ હોય છે.

ફ્લૂરી, કોલકાત્તા૨

સૌથી જૂના રેસ્ટોરન્ટ્સમાં ફ્લૂરી ભારતમાં સૌથી ફેમસ કોફી શોપમાંથી એક છે. કોલકાત્તાના પાર્ક સ્ટ્રીટમાં બનેલ આ સુંદર જગ્યાને 1927માં એક સ્વિસ કપલે બનાવડાવી હતી. કોલકાત્તાના સૌથી લોકપ્રિય એવા આ કોફી શોપમાં આખા દેશમાંથી લોકો આવે છે. આ જગ્યા પોતાના મીઠા અને સ્વાદિષ્ટ બેકરી આઈટમ્સ માટે દેશભરમાં ફેમસ છે. ફેમસ ફિલ્મ ડિરેક્ટર સત્યજીત રે પણ અહીંના નાસ્તાના દિવાના હતા કે તેમનું ક્રેડિટ ખાતું પણ અહીં ચાલતું હતું.

બ્રિટાનિયા એન્ડ કંપની, મુંબઈ૩

ભારતમાં સૌથી જૂના રેસ્ટોરન્ટ્સમાં પ્રતિષ્ઠિત બ્રિટાનિયા પણ આવે છે. કહેવાય છે કે લોકો આજે પણ 4 વાગ્યે પોતાનું કામ પૂરું કરીને સાંજે નાસ્તા માટે અહીં જવાનું પસંદ કરે છે. જો તમે જૂના કોઈ સ્થાનિક લોકોને મળ્યા હશો, તો તેની પણ બ્રિટાનિયા રેસ્ટોરન્ટ્સની યાદ જોડાયેલી હશે.

યુનાઈટેડ કોફી હાઉસ, દિલ્હી૪

ભારતમાં સૌથી જૂના રેસ્ટોરન્ટ્સમાં દિલ્હીના સીપી સ્થિત યુનાઈટેડ કોફી હાઉસ પણ આવે છે. 1942માં સ્વતંત્રતા પહેલા અહીં ફેમસ પ્રતિષ્ઠિત ભોજનાલય બનાવવામાં આવ્યું હતું. આજે પણ આ જગ્યા પરની પનીર ડિશ એટલી જ ફેમસ છે. તે વ્યવસાયીઓ તથા ઉદ્યમીઓ માટે એવું કેન્દ્ર છે, જે તેમના બેસવા માટે એક શાંત જગ્યા ઈચ્છે છે. અહીંનું મૅનૂ અને સજાવટ આજે પણ જૂના સમયનું છે. સામાન પણ એજ સમયનો છે.

એલનની રસોઈ, કોલકાત્તા૫

કોલકાત્તાની એલન રસોઈ પણ આઝાદીના પહેલાનું એ રેસ્ટોરન્ટ્સ છે, જે લોકોના દિલમાં આજે પણ ઘર કરીને બેસ્યું છે. આ સ્થાન 130 વર્ષથી વધુ જૂનું છે અને હવે તો આખા ભારતમાં તેની ચેઈસન ચાલે છે. વર્તમાનમાં ચોથી પેઢી આ રેસ્ટોરન્ટ્સને ચલાવી રહી છે. એલનની રસોઈ પોતાના તળેલા નાસ્તા માટે બહુ જ ફેમસ છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

તો તમે કઈ જગ્યાની મુલાકાત લીધી છે અને જો નથી લીધી તો કઈ જગ્યાની મુલાકાત લેશો ટેગ કરો એ મિત્રોને.

Comments

comments


3,646 views

Leave a Reply

Your email address will not be published.


6 + = 14