જાણો કેવીરીતે થઇ આ વન બનાવવાની શરૂઆત, સલામ છે આ વ્યક્તિને…

દેશને ગુલામાની જંજાળમાંથી આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા શહીદોને આપણે હંમેશા દેશભક્તિના ગીતો, સ્મારકોમાં યાદ કરીને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. બાળકોને શહીદોની વીરગાથાઓ બાળપણથી જ શીખવાડવામાં આવે છે, જેથી તેઓ આપણા આ સમૃદ્ધ વારસાને આત્મસાત કરી શકે. મહારાષ્ટ્રના એક ખેડૂતે સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અનોખી રીત અપનાવી છે. જે કારણે ગામના લોકો તેમને સનકી કહે છે. પરંતુ પોતાના સપનાને પૂરો કરવા માટે તેમણે પોતાના દીકરાને પણ ગુમાવી દીધો. મહારાષ્ટ્રના ખેડૂત સપંતરાવ પવારનો હેતુ એ છે કે, તેઓ દેશના બાળકો તથા યુવા પેઢીઓને શહીદો વિશે માહિતી આપવા માંગે છે. આ માટે તેમણે સાંગલી જિલ્લામાં એક નાનાકડા ગામ બલવડીમાં ક્રાંતિ વન બનાવ્યું છે. જેમાં તેમણે દરેક શહીદના નામે વૃક્ષ બનાવ્યું છે. આમ તેઓ યુવા પેઢીને વૃક્ષ દ્વારા શહીદોની માહિતી આપે છે.૧

સંપરાવના ક્રાંતિવનમાં અંદાજે 700 વૃક્ષો છે, જેમના દરેકના નામ શહીદો તથા સ્વતંત્રતા સેનાનીઓના નામ પર રાખવામાં આવ્યા છે. તેમાં મંગલ પાંડેથી લઈને ચંદ્રશેખર આઝાર અને બિરસા મુંડા સુધીના બધાના નામ સામેલ છે. 77 વર્ષીય સંપતરાવ કહે છે કે, ક્રાંતિવન શહીદો માટે જીવંત સ્મારક છે. શહીદ ક્યારેય મરતા નથી. જોકે, ગામના મોટાભાગના લોકો તેમના આ વિચારથી દૂર ભાગે છે, અને તેમને સનકી ય કહી દે છે.૨

ગામલોકોનું કહેવુ છે કે, સંપતરાવ ક્રાંતિવનમાં પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે અને પોતાના આ સપનાને પૂરુ કરવા માટે તેમણે પોતાના દીકરાનો જીવ પણ લઈ લીધો. જેનું મોત અહીં વૃક્ષોનું સિંચ કરતા સમયે કુવો ખોદવા દરમિયાન થયેલી દુર્ઘટનામાં થયું હતું.

ગામલોકોની આલોચનાની પરવાહ કર્યા વગર સંપતરાવ ક્રાંતિવનમાં વિકાસ કરવાનું કામ કરે છે. આજે ક્રાંતિ વનમાં અંદાજે 700 જેટલા વૃક્ષો છે. જે દરેકને શહીદોના નામ અપાયા છે. સંપતરાહ શહીદોની યાદમાં બનાવવામાં આવતા સ્મારક પર થતા ખર્ચને બેકાર માને છે. તેમનું કહેવું છે ક, વૃક્ષો લગાવીને જ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય છે.

સંપતરાવ 9 ઓગસ્ટ, 1942ના રોજ શરૂ થયેલા ભારત છોડો આંદોલનમાં પણ સામેલ થયા હતા. જ્યારે આ આંદોલનને 50 વર્ષ પૂર થયા તો તેમને 1992માં ક્રાંતિવન બનાવવાનો વિચાર આવ્યો હતો. તે દિવસથી જ તેમની શરૂઆત થઈ ગઈ હતી. આ માટે તેમને લોકોનો સહયોગ મળ્યો ન હતો. 1998માં તેમણે વિદ્યાર્થીઓને વનને વિકસિત કરવાની અપીલ કરી હતી. જેમાં તેઓએ સાથ આપ્યો હતો.૩

ક્રાંતિવનનું સપનુ પૂરુ કરવા માટે તેમને અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. તેની શરૂઆત જિલ્લા પ્રશાસનથી થઈ હતી. તેમણે આ વન બનાવવાની પરમિશન આપી ન હતી. સંપતરાવે પ્રશાસનને બહુ જ આજીજી કરી હતી. 1998માં વન વિભાગે તેમની જમીનનો કબજો મેળવીને તેમના અનેક વૃક્ષો કાપી નાખ્યા હતા. ત્યારે સતત નિરાશા બાદ પણ તેમણે હાર ન માની. 4 એકરમાં ફેલાયેલા પોતાના શેરડીના ખેતરને કાપીને તેમણે વૃક્ષો વાવ્યા હતા.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

Comments

comments


3,521 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 0