લગભગ 5 મહિના ટીબીની બીમારી સામે લડી રહેલી સલમાન ખાનની કો-સ્ટાર પૂજા ડડવાલ મોતના મુખમાંથી પાછી આવી ગઈ છે. સલમાન ખાનની સાથે કામ કરનારી આ અભિનેત્રીની તબિયત હવે પહેલા કરતા સારી છે. જેનું ક્રેડિટ સલમાન ખાનને જાય છે. ખુદ પૂજાએ સલમાન ખાનનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, સલમાન ખાનની મદદના કારણે આજે તેને ફરીથી જીવનદાન મળ્યું છે. પૂજાએ સલમાન ખાનની ફિલ્મ ‘વીરગતિ’ માં કામ કર્યું હતું, તે ફિલ્મમાં સલમાન ખાનના જીજા અતુલ અગ્નિહોત્રીના અપોઝિટમાં જોવા મળી હતી.
સલમાન ખાનનો આવી રીતે આભારવ્યક્ત કર્યો-
પૂજા ડડવાલ સલમાન ખાનનો આભારવ્યક્ત કરતા કહ્યું કે, “હું સલમાન ખાનની આભારી છું, આજે તેમની મદદથી મને એક નવી જિંદગી મળી. કપડા, સાબુ, ડાયપર્સ, ખાવાનું, દવાઓ, બધું તેમના ફાઉન્ડેશને મદદ કરી. હું આજે તમારી સામે જિવતી ઉભી છું એ સલમાન ખાનના લીધે છે. ડોક્ટર લલિલ આનંદે કહ્યું કે, પૂજા આ ખતરનાક બીમારીની સામેની લડાઈ જીતી હોય તો તે પોતાના વિલ પાવરથી. જ્યારે હું પહેલી વખત પૂજાને વોર્ડમાં મળ્યો હતો ત્યારે તેમને કહ્યું હતું કે, મારે ફરીથી ચાલવું છે, મહેરબાની કરીને કંઈ કરો જેથી હું મારા પગ પર ઉભી રહી શકું અને ફરીથી ચાલી શકું”.
બીમારીમાં પરિવારના સભ્યોએ સાથ છોડી દીધો હતો-હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી તેમને એક ન્યૂઝ પેપર સાથે વાતચીતમાં કહ્યું હતું કે, “હું જણાવી નથી શકતી કે મારા પર શું વીતી છે. જ્યારે મને 2 માર્ચે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી, ત્યારે તે સમયે મને લાગ્યું હતું કે હું મરી જઈશ. હું એક રૂમમા ખુણામાં પડી રહેતી હતી અને બહુ ડિપ્રેશનમાં હતી. મારા પરિવારે મને છોડી દીધી હતી. ત્યારે મે જિંદગી જીવવાની આશા છોડી દીધી હતી જ્યારે ડોક્ટરે મને કહ્યું કે તમારા લગ્સ સુધી ટીબી ફેલાય ગયો છે. મારા જેવા ઘણા લોકો મારા વોર્ડમાં હતા પરંતુ હું આ બીમારીનો સામનો કરીશ તેવું નક્કી કરી લીધું અને છેલ્લે આ બીમારીની જંગમાં હું જીતી ગઈ છું”.
બીમારી વખતે સલમાન ખાને આ વાત કરી હતી-
માર્ચ 2018માં આ બાબત સામે આવી હતી કે પૂજા ડડવાલ ટ્યૂબરક્લોસિસની બીમારી સામે લડી રહી છે. રિપોર્ટના જણાવ્યા અનુસારસ પૂજાની પાસે ઈલાજ કરાવા માટે પૈસા નહતા અને તેમને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પાસેથી મદદ માંગી હતી. તેના પછી સલમાન ખાન પૂજા ડડવાલની મદદ માટે આગળ આવ્યો અને તેમનો ઈલાજનો તમામ ખર્ચો કર્યો. સલમાન ખાને તે સમય એક ઈવેન્ટ પર મીડિયાને જણાવ્યું હતું કે, તે બહું દુખી છે. મને તેના વિશે જાણકારી જ નહતી. જો કે, હવે અમારી ટીમ પૂજાની પાસે પહોંચી ગઈ છે અને તેના ઈલાજ માટે મદદ કરી રહી છે. તે બહુ જલ્દી સારી થઈ જશે.
તમને જણાવી દઈએ કે, મંગળવારે પૂજાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવી છે અને અત્યારે તેની હાલત પહેલા કરતા ઘણી સારી છે. મુંબઈથી પૂજા ગોવા પહોંચી ગઈ છે. ડોક્ટર્સે તેમને એક મહિના સુધી દવા લેવાની સલાહ આપી છે.
લેખન સંકલન- પ્રિયંકા પંચાલ