અધિક મહિનો ચાલે છે. તો ચાલો આજે ફરાળી રેસીપી બનાવીએ. સાબુદાણા ના વડા તો બધાએ ખાધા હશે પણ આજે તેની ચાટ બનાવી એ.
સામગ્રી : –
વડા માટે
- * એક કપ પલાળેલા સાબુદાણા,
- * ૩ થી ૪ બાફેલા બટેટા નો માવો,
- * ૨ થી ૩ ટે.સ્પૂન સીગંદાણાનો ભૂક્કો,
- * મીઠું સ્વાદ અનુસાર,
- * ૧ ટે.સ્પૂન લીલા મરચા ની પેસ્ટ,
- * લીંબુ નો રસ ટેસ્ટ પ્રમાણે,
- * કોથમીર,
- * ૧ ટી. સ્પૂન દળેલી ખાંડ,
- * તેલ તળવા માટે.સૅવીગ માટે
- * ગળી ચટણી,
- * તીખી ચટણી,
- * ગળ્યું દહીં,
- * લાલમરચું , મીઠું.
રીત :-
એક બાઉલમાં વડાની બધીજ સામગ્રી મિક્સ કરી લેવી. ત્યારબાદ તેના ચપટા ગોળા બનાવી લેવા.
કડાઈમાં તેલ ગરમ કરવા મકવુ .તેલ ગરમ થાય એટલે વડાને ધીમાં તાપે તળવા.
હવે સૅવીગ પ્લેટમાં વડાને થોડા દબાવી ને મૂકો તેનાપર દહીં , બને ચટણી , લાલમરચું, મીઠું નાખી સવૅ કરો.
નોંધ :-
* વડા ઉપર ફરાળી ચેવડો નાખવો હોયતો નાખી શકાય.
* વડાના પૂરણ માં શિંગોડા નોલોટ થોડો નખાય.
રસોઈની રાણી : કાજલ શેઠ( મોડાસા)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.