રોટલી બનાવ્યા પહેલા અને પછી કરો આ કામ, તમારા ઘરમા ક્યારેય નહીં આવે ગરીબી…

ભારત દેશ માં બધી જાતિના લોકો રહે છે. ભારત ના અલગ-અલગ ભાગોમાં લોકો નું રહેવાનુ અને ખાવા-પીવાનું અલગ અલગ હોય છે. દરેક જગ્યા એ અનેક પ્રકારના વ્યંજનો બનાવવામાં આવે છે. પણ, પૂરા ભારત માં રોટલી એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે. આપણે દુનિયા ની કોઈ પણ વસ્તુ ખાઈ લઈએ પણ, અઠવાડીયા માં બે થી ત્રણ વાર રોટલી ખાવીજ પડે છે. માટે ભારત માં દરેક ઘર માં રોટલી બનાવવામાં આવે છે.

રોટલી નું સીધું કનેક્શન તમારા ઘર ની બરકત પર થાય છે તે તમે જાણો છો.? દરેક વ્યક્તિ ઈચ્છતી હોય કે તેને જીવનમાં ક્યારેય ગરીબી ના જોવી પડે. પરંતુ, ઘણી વાર ખરાબ કિસ્મત ના કારણે અમીર વ્યક્તિ પણ રોડ પર આવી જાય છે. જો તમે ઇચ્છતા હોવ કે તમારી સાથે આવું ના થાંઈ તો તમે રોટલી બનાવતા સમયે થોડીક ખાસ વસ્તુઓ નું ધ્યાન રાખો.

આપણે જયારે આપણાં ઘર વાળાઓ માટે રસોઈ માં રોટલી બનાવીએ એના પહેલા અને પછી એક ખાસ કામ કરવું જોઇએ. આ કામ થી આપણે આપણાં ઘરમાં બરકત લાવી શકીએ છીએ તો એવા ક્યાં કામ છે ચાલો જાણીએ.

રોટલી બનાવતા પહેલા શું કરવું જોઇએ આવો જાણીએ.

આપણે જ્યારે રોટલી બનાવાનું ચાલુ કરીયે તો પહેલા ગાય ની રોટલી બનાવી જોઇયે. ગાય ને હિન્દુ ધર્મ માં પવિત્ર દરજ્જો આપવામાં આવ્યો છે.કારણ કે ગાય ની અંદર 33 કરોડ દેવી-દેવતાઓ વાસ કરે છે. અને જો આપણે ગાય ને રોટલી આપીએ તો આપણને એ બધા જ દેવી-દેવતાઓ ના આશીર્વાદ મળે છે. લોકો ગાય ને રોટલી તો આપે છે. પણ, એ રોટલી વાસી હોય છે.અથવા તો છેલ્લે વધેલી આપે છે. માટે આપણે પહેલા ગાય ના નામ ની અલગ રોટલી બનાવી જોઇએ. તો આપણને પુણ્ય મળે છે. આવું કરવાથી પરિવાર નું ભાગ્ય સારું બને છે અને ઘર માં ધન અને અન્ન ની બરકત થાય છે. જો તમે ગાય ને રોટલી આપીને અને વધારે પુણ્ય કમાવા માંગતા હોવ તો ગુરુવારે રોટલી મા ઘી સાથે ગોળ નાખી ગાય ને ખવરાવા થી બહુજ લાભ થાઈ છે.

રોટલી બનાવ્યા પછી શું કરવું જોઇયે ચાલો જાણીએ.

જેમ આપણે પહેલા ગાય ના નામ ની રોટલી બનાવીએ છીએ તેમજ છેલ્લી રોટલી કુતરા ના નામ ની બનાવી જોઇએ. કુતરા ને જ્યારે આપણે આ રોટલી આપીએ ત્યારે આપણાં ઘરની નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે. અને આપણો પરિવાર બૂરી નજર થી બચી જાય છે. જો ઘર માં કોઈ પણ સભ્ય ના ખરાબ દિવસો ચાલતા હોય તો શનિવાર ના દિવસે કાળા કુતરા ને રોટલી ખવડાવવી . તેનાથી તમારા સારા દિવસો આવી જશે.મિત્રો તો હમેશા ગાય અને કુતરા માટે રોટલી બનાવી જોઇએ.જેથી તમારું સારું થાય છે.

Comments

comments


3,472 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 13