એશિયાનું નોબલ પ્રાઈઝ કહેવાતા રેમન મેગ્સેસે એવોર્ડ વિશે તો તમે સાંભળ્યું જ હશે. આ એવોર્ડ અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી જેવી હસ્તીઓને મળ્યો છે. પણ શું તમે જાણો છો કે, રેમન મેગ્સેસે કોણ છે.તેમનું આખું નામ રેમન ડેલ ફિએરો મેગ્સેસે છે. તેઓ ફિલીપાઈન્સના 7મા રાષ્ટ્રપતિ હતા. તેમની સૌથી મોટી ઉપલબ્ધિ દેશના કમ્યુનિસ્ટ્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા Hukbalahap ચળવળને ખત્મ કરવાની હતી. તેઓ રક્ષા વિભાગમાં સચિવ હતા, ત્યારે તેમણે આ કામ કર્યું હતું. પોતાના કામ માટે તેમણે આર્મીમાં ફેરબદલ કર્યા હતા. ભ્રષ્ટાચારીઓ અને નકામાઓને બહારનો રસ્તો બતાવ્યો હતો. ઈમાનદાર ખેડૂતોને પણ આર્મીમાં સામેલ કર્યા હતા. આ અભિયાનની આધુનિક ઈતિહાસમાં સૌથી સફળ એન્ટી-ગુરીલા અભિયાન માનવામાં આવે છે.
એક રાષ્ટ્રપતિ તરીકે તેમણે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે અનેક કઠોર પગલા લીધા હતા. તેમાંથી એક હતું, અમેરિકાની સાથેના મજબૂત સંબંધો. ફિલીપાઈન્સમાં ભૂમિ સુધાર પણ રેમન મેગ્સેસેની આગેવાનીમાં થયું હતું. દેશમાં તેમની ઓળખ એક સમાજવાદી નેતા તરીકે હતી. જ્યાં પહેલા રાષ્ટ્રપતિને ‘His Excellency’ કહેવાની પ્રથા હતા, ત્યાં તેમણે ખુદને ‘Mr. President’ કહેવડાવવાનું પસંદ કર્યું હતું.
રાષ્ટ્રપતિ પદ સુધીની સફર31 ઓગસ્ટ, 1907ના રોજ રોમન મેગ્સેસનો જન્મ ઝામ્બાલાસમાં એક લુહાર પરિવારમાં થયો હતો. તેમની માતા સ્કૂલ ટીચર હતા. 1927 સુધી તેમણે હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ પૂરો કર્યો હતો. આગળના અભ્યાસ માટે તેમણે કોમર્સ પસંદ કર્યું હતું. પોતાનો ખર્ચ ચલાવવા માટે તેઓ એક ઓટોમોબાઈલ કંપનીમાં કામ કરતા હતા. દ્વિતીય વિશ્વયુદ્ધ શુરૂ થયા બાદ તેઓ ફિલીપાઈન્સની આર્મીમાં જોડાયા હતા. જેમાં તેમનામાં છુપાયેલો એક લીડર બહાર આવ્યો હતો. તેમણે જાપાનીઓની વિરુદ્ધ એક સેનાની આગેવાની પણ કરી હતી. દેશભરમાં તેમની વીરતાના ચર્ચા થયા હતા. 22 એપ્રિલ, 1946ના રોજ તેઓ લેબર પાર્ટી તરફથી સંસદના સદસ્ય બન્યા હતા. બાદમાં તેમને ગુરીલા જંગને નાબૂત કરવા માટેની કમિટીના અધ્યક્ષ બનાવાયા હતા.
1949માં બીજીવાર તેઓ સંસદના સદસ્ય ચૂંટાયા હતા. અને આ વખતે તેમને રક્ષા કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારે તેમણે ગુરીલા યુદ્ધ નાબૂત કરવાનો હેતુ તત્કાલીન રાષ્ટ્રપતિને સોંપ્યું હતું, જે બાદમાં સફળ થયું હતું.
તેના બાદ તેમણે ખુદે રાષ્ટ્રપતિ ઈલેક્શન લડવાનુ નક્કી કર્યું હતું. તેમના આ નિર્ણયનો જનતાએ દિલ ખોલીને સ્વાગત કર્યું અને દેશના આગામી રાષ્ટ્રપતિ બનાવ્યા હતા. રેમન મેગ્સેસેના કાર્યકાળને ફિલીપાઈન્સના ઈતિહાસનો સુવર્ણકાળ કહેવાય છે. તે દરમિયાન ફિલીપાઈન્સ એશિયાનો બીજો સૌથી સાફસુધરો દેશ બની ગયો હતો.
એક વર્ષમાં રાષ્ટ્રપતિને મળેલી 60 હજાર ફરિયાદોમાંથી 30 હજાર ફરિયાદોનું સીધું જ નિવારણ કરવામાં આવ્યું હતું. 25 હજાર ફરિયાદો માટે સરકારી સંસ્થાઓની સહાયતા લેવામાં આવી હતી. તેમણે 65 હજાર એકર જમીન ગરીબ પરિવારોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી હતી. તેમનું મૃત્યુ 16 માર્ચ, 1957ના રોજ મનીલાથી પરત ફરતા સમયે એક વિમાન દુર્ઘટનામાં થયું હતું. તેના આગામી મહિનામાં તેમની યાદમાં Rockefeller Brothers Fund ટ્રસ્ટની તરફથી રેમન મેગ્સેસે પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ આવી અનેક માહિતીસભર પોસ્ટ વાંચો ફક્ત અમારા પેજ પર.