મીડિયાને આર. કે. સ્ટુડિયોના વેચાવાની જાણ થતા કપૂર પરિવાર ફરીથી ચર્ચામાં આવી ગયો છે. રાજ કપૂરના પુત્ર શશી કપૂર દ્વારા આ બાબતની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી હતી.
આ ખબર પછી મુંબઈના રીયલ એસ્ટેટ માર્કેટમાં દલાલોથી માંડીને મોટા મોટા બિલ્ડરો સક્રિય થઈ ગયા છે. રનવાર, લોઢા, રહેજા ડેવલોપર્સ તેમજ રૂસ્તમજી જેવા મોટા મોટા બિલ્ડરો ચેમ્બુર વિસ્તારમાં આવેલો આ સ્ટુડિયો ખરીદવા માંગે છે.એક બિલ્ડરની ગણતરી પ્રમાણે ચેમ્બુર એરિયાની ૧ સ્ક્વેર મીટરની બેઝિક કિંમત ૨.૫ થી ૩ લાખ રૂપિયા જેટલી છે. ૨ એકર એરિયા એટલે કે ૮૦૦૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલા આર.કે. સ્ટુડિયોની કિંમત આ પ્રમાણે લગભગ ૨૫૦ કરોડની આજુબાજુ થાય.
જયારે આ વાત બીજા બધા બિલ્ડરોને ખબર પડી ત્યારે તેઓ પણ સહમત થઈ ગયા અને એવું પણ કહ્યું કે લોકેશનની દ્રષ્ટિએ આ સ્ટુડિયોની કિંમત ૨૦૦ થી ૨૫૦ કરોડ થાય.
પરંતુ આ બાબતે કપૂર પરિવાર થોડું અલગ વિચારે છે એવું તેમના નજીકના સભ્યોના કહેવા ઉપરથી લાગ્યું. તેઓએ કહ્યું કે કપૂર પરિવાર ૪૦૦ કરોડની બોલી લગાવવાના છે.
એ પાછળ કારણ જણાવતા તેમણે કહ્યું કે આર.કે. સ્ટુડિયોનું તેમના પરિવાર માટે એક આગવું મહત્વ છે. અને એ જગ્યાનું ઐતિહાસિક મહત્વ પણ છે. સાથે સાથે એરપોર્ટ અને અન્ય કેટલીક જગ્યાઓ પણ અહીંથી ખાસ દુર નથી. આથી શુટિંગ માટે આ બેસ્ટ જગ્યા બની શકે છે. કોઈ પણ એક્ટરને આવા જવા માટે પણ ઓછો સમય થઈ શકે એમ છે.
અત્યારે ધારણાઓ તો ઘણી બધી થઈ રહી છે અને કિંમતો પણ ઘણી બધી આવી રહી છે પણ જોવાનું એ છે કે કપૂર પરિવાર કઈ કિંમત સાથે માર્કેટમાં આવે છે !
લેખન.સંકલન : યશ મોદી