શીંગની સુકી ચટણી
શીંગની આ લસણ વગરનીં સુકી ચટણી મને બહુ જ ભાવે , ખાસ તો ખાખરા સાથે. આ સુકી ચટણી આપ પરોઠા કે રોટલી સાથે પણ લઇ શકો .. આ ચટણીમાં આપ ચાહો તો લસણ પણ શેકીને ઉમેરી શકો .. ફટાફટ બનતી અને એકદમ સ્વાદિષ્ટ એવી આ સુકી ચટણીની રીત બહુ જ સરળ છે .
નોંધ :
ટોપરું ખમણવું જરૂરી નથી આપ કટકા પણ કરી શકો. કાશ્મીરી લાલ મરચું વાપરવાથી ચટણીનો કલર સરસ દેખાય છે. જો બીજું મરચું વાપરો તો , મરચાની માત્રા સ્વાદ મુજબ રાખવી ..
સામગ્રી :
- • ૧ વાડકો કાચી શીંગ,
- • પોણો વાડકો સુકું ટોપરું ખમણેલું,
- • ૧/૨ વાડકો તલ,
- • ૧ ચમચી જીરું,
- • મીઠું,
- • ૩ ચમચી કાશ્મીરી લાલ મરચું,
- • ૧/૨ ચમચી હિંગ,
- • ૧/૨ ચમચી ખાંડ (મરજિયાત ).
રીત :
સૌ પ્રથમ કડાયમાં શીંગને ધીમી આંચ પર શેકી લો.
શીંગના ફોતરા કાઢી લેવા.
કડાયમાં જીરું , તલ અને ટોપરું પણ વારાફરતી શેકી લેવા.
બધું થોડું ઠંડુ પડે એટલે મિક્ષેરમાં ભેગું કરો. તેમાં મીઠું , હિંગ , મરચું અને ખાંડ (જો ઉમેરવી હોય તો )ઉમેરી મિક્ષેરમાં અધકચરું વાટો.
મિક્ષેરમાં PULSEથી વાટવું. એકધારું ક્રશ કરવાથી શીંગ અને તલ બેયમાંથી તેલ છુટું પડશે ..
બસ ચટણી રેડી
.. બોટલ કે એર ટાઈટ ડબ્બામાં ભરી લો ..