રવાનો શીરો – (સુજી કા હલવા) – ફટાફટ બની જતો આ શીરો ખાવામાં ખૂબ પૌષ્ટિક છે..તો આજે જ બનાવજો !!

આજે આપણે બનાવીશું રવાનો શિરો. રવાનો શિરો ખુબ જ ટેસ્ટી બને છે. તેમજ ખુબ જ જલ્દીથી પણ બની જાય છે. રવા નો શિરો સત્યનારાયણની કથ માં પ્રસાદ રૂપે પણ બનાવવામાં આવે છે.ઘરમાં ક્યારેય પણ સ્વીટ બનાવવાની હોય ત્યારે પણ જલ્દીથી રવાનો શિરો બનાવી શકાય છે.

સામગ્રી:

  • · ૧ બાઉલ રવા નો લોટ(સુજી),
  • · ૧ બાઉલ દૂધ અથવા પાણી,
  • · ૧/૨ બાઉલ ખાંડ,
  • · ૧/૨ બાઉલ ઘી,
  • · ડ્રાયફ્રુટ્સ…
  • · તમને પસંદ હોય એટલી માત્રા માં લઇ શકો છો..
  • · કાજુ,
  • · બાદમ,
  • · દ્રાક્ષ,
  • · કીસમીસ.

રીત:

સૌપ્રથમ આપણે ડ્રાયફ્રુટ્સ ને જીણા કટ કરી લઈશું. તમે ચાહો તો તેને ખમણી પણ શકો છો. હવે એક પેન માં ઘી ગરમ મુકીશું. ઘી ગરમ થઇ જાય એટલે તેમાં ડ્રાયફ્રુટ્સ ઉમેરવા. અને ગેસ ની ધીમી આંચ ઉપર બધા જ ડ્રાયફ્રુટ્સ ને શેકી લેવા.

 

ડ્રાયફ્રુટ્સ શેકાઈ ગયા બાદ તેમાં આપણે રવા નો લોટ(સુજી) ઉમેરીશું.

હવે રવા ના લોટ ને ઘી અને ડ્રાયફ્રુટ્સ જોડે પ્રોપર રીતે મિક્ષ કરી દઈશું. અને રવા ના લોટ ને ગેસ ની ધીમી આંચ ઉપર શેકાવા દેવાનો છે.

રવા નો લોટ શેકાઈ છે. ત્યાં સુધી માં આપણે લઈશું દૂધ અને તેમાં ખાંડ ઉમેરી દૂધ ને ગરમ થવા માટે મૂકી દઈશું. તમે દૂધ ની જગ્યા પર ગરમ કરી અને પાણી પણ ઉમેરી શકો છો.હવે દૂધ ગરમ થઇ જાય એટલે તેને પેન માં ઉમેરી દેવું. દૂધ એકી જોડે બધું ના ઉમેરવું. દૂધ થોડું થોડું કરી ને ઉમેરવું.

હવે શિરા ને ઉકળવા દેવો. જેથી તેમાં ઉમેરેલું દૂધ પ્રોપર રીતે મિક્ષ થઇ જાય.

હવે આપણો ગરમા ગરમ રવા નો શિરો તૈયાર છે. શિરો બની ગયા પછી તેમાં ઉપર થી થોડું ઘી ઉમેરવું… જેથી શિરો ખુબ જ સ્વદીસ્ટ લાગશે.

હવે શિરા ને એક કાચ ના બાઉલ માં કાઢી તેના પર થોડા ડ્રાયફ્રુટ્સ મૂકી સર્વ કરો. તો તૈયાર છે. સ્વાદ થી ભરપુર અને પોષ્ટિક રવા નો શિરો.

નોંધ:

રવા નો શિરો પાણી અને દૂધ બને થી બનાવી શકાય છે. પરંતુ દૂધ થી બનાવવાથી ખુબ જ સરસ લાગે છે. પરંતુ તમે ચાહો તો આવી જ રીતે દૂધ ની જગ્યા પર પાણી પણ લઇ શકો છો.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

Comments

comments


3,474 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 36