આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ રસમલાઇ…

હેલો ફ્રેન્ડસ હું અલ્કા જોષી આજ લાવી છુ.બધા ને ખૂબ જ મનભાવન અને પ્રિય મિઠાઈ.એવી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે કે જેને બંગાળી મીઠાઈના નામ સાંભળીને મોઢાં મા પાણી ન આવે.રસગુલ્લા, ચમચમ, સંદેશ, ગુલાબ જાંબુ અને રસમલાઈ આ તો બધાના ફેવરિટ હોય છે.આપણે આ મિઠાઈઓ હમેશા દુકાન થી લાવીને ખાઈએ છીએ.કેમ કે ઘરે બનાવી ન શકાય એવુ માનતા હોઈએ છીએ.પણ તમે ઘરે એકદમ સરળતાથી બનાવી શકો એવી એક મિઠાઈ રસમલાઈ કેવી રીતે બનાવવી એ આજ હુ તમને શીખવવા જઈ રહી છુ. ઘરે જ બનાવીએ એટલે તે એકદમ ફ્રેશ જ હોય.બજારની ક્યારેક તાજી નથી હોતી.જે આપણા સ્વાસ્થ્ય માટે સારી નથી.તો તમે પણ આ સ્વાદિષ્ટ અને મન લલચાવનારી મિઠાઈ બનાવતા શીખી લો.એક વખત આ ઘર ની રસમલાઇ ખાશો તો બહાર થી ખરીદવા નુ બંધ કરી દેશો. તો ચાલો નોંધી લો સામગ્રી…

*સામગ્રી —

*રસમલાઇ માટે —

 • *1લીટર ગાય નુ દૂધ
 • *ટેબલસ્પૂન વીનેગર અથવા લીંબુનો રસ
 • *ચણાની દાળ જેટલો બેકિંગ પાઉડર
 • *250 ગ્રામ ખાંડ ચાસણી માટે
 • *750ml. પાણી

*રબડી માટે ની સામગ્રી —

 • *1 લીટર દૂધ
 • *1 કપ ખાંડ
 • *કાજુ, બદામ પિસ્તા ની કતરણ
 • *1/4 ટીસ્પૂન એલચી નો અધકચરો ભૂકો
 • *10-15 કેસર ના તાંતણા
 • *2 ટેબલસ્પૂન કોનફલોર

*રસ મલાઇ બનાવવાની રીત —

1–સૌ પ્રથમ એક લીટર ગાય ના દુધ ને એક તપેલી મા ગરમ કરવા મૂકો.
2– તેમા ઉફાણો આવે એટલે એક એક ચમચી વીનેગર નાખી ને હલાવો, બે મિનિટ પછી ફરી એકવાર એક ચમચી વીનેગર નાખી ને હલાવો, એટલે દૂધ ફાટવા ની પ્રક્રિયા શરૂ થઈ જશે.બધુ દુધ ફાટી ને પનીર છૂટ પડી જાય એટલે ગેસ બંધ કરો. 3– ત્યાર બાદ એક જાળી મા સફેદ કલર નુ કોટન કપડુ મુકી તેમા પનીર ને ગાળી લો, તેની ઉપર એક ડિશ મુકી તેના પર વજન મુકી દો જેથી પનીર મા રહેલૂ પાણી નિતરી જાય.
4–15-20 મિનિટ બાદ તેમાંથી હાથ થી દબાવી ને બાકી રહેલુ પાણી નિતારી લો.
5–હવે આ નવશેકા પનીર મા ચણાની દાળ જેટલો બેકિંગ પાઉડર નાખીને તેને બરાબર મિક્સ કરી લો અને તેને 10-15 મિનીટ સુધી ખુબ મસળો, જેથી તે એકદમ મુલાયમ બની જાય અને તેમા જરા પણ કણી ના રહી જાય. 6–ત્યાર બાદ તેમાંથી એક સરખા ચપટા ગોળા વાળી લો. લગભગ 12 નંગ બનશે.

*ચાસણી બનાવવાની રીત —

7–એક વાસણ મા એક કપ ખાંડ અને 750મીલી. પાણી નાંખીને તેને ઉકળવા મૂકો. 8– ચાસણી ઉકળે એટલે તેમાં તૈયાર કરેલી રસમલાઇ ના ગોળા એક એક કરીને ને ધીરે ધીરે નાખતા જાવ. 9– બધા ગોળા નાખ્યા પછી તેને 10 મિનિટ સુધી ખુલ્લું જ ઉકળો.
10- 10 મિનિટ બાદ તેને ઢાંકણ ઢાંકી ને 8-10 મિનીટ ઉકાળવુ ત્યાર બાદ 10 મિનીટ ફરી ખુલ્લુ ઉકાળો, તમે જોઈ શકશો કે રસમલાઇ એકદમ ફૂલી જશે અને તે ચઢી જાય એટલે ચાસણી મા નીચે ઉતરી જશે હવે ગેસ બંધ કરી દો અને તેને નીચે ઉતારી ઠંડી પડવા દો,

*રબડી બનાવવાની રીત —

1–એક જાડા તળિયા વાળા વાસણ મા દુધ ઉકળવા મૂકો. લગભગ 10મિનીટ સુધી ઉકાળવુ 2–ત્યાર બાદ ગરમ દૂધ મા પલાળેલુ કેસર નાખવુ.
3–ત્યાર બાદ એક વાટકી મા 3-4 ટેબલસ્પૂન પાણી મા 2 ટેબલસ્પૂન કોનફલોર લઇ ને તેને બરાબર મિક્સ કરી ને ઉકળતા દૂધ મા નાખી તેને બરાબર મિક્સ કરી લો આમ કરવાથી દૂધ જલદી ઘટૃ થઈ જાય છે.
4– હવે તેમા એક કપ ખાંડ નાખીને ને 5-10 મિનીટ ફરી એકવાર ઉકાળવુ, તૈયાર છે રસમલાઇ ની રબડી. હવે તે ઠંડી પડે એટલે તેને ફ્રીજ મા મૂકી દો. * હવે રસમલાઇ પણ એકદમ ઠંડી થઈ ગઈ છે એટલે તેને એક એક કરીને તેમાથી પાણી નિતારી ને રબડી માં નાખી દો અને ઉપર કાજુ બદામ પિસ્તા ની કતરણ અને એલચી ના પાઉડર થી ગારનીશ કરી સવૅ કરો.

તો ચાલો ફ્રેન્ડઝ તમે બનાવો આ સ્વાદિષ્ટ અને યમમમમી રસ મલાઇ અને હુ કરુ બીજી રેસીપી ની તૈયારી ત્યાં સુધી બાય અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં.

 • રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)
Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,600 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 14