રણવીર સિંહ હાલમાં તેની સુપરહિટ ફિલ્મો, સુપરડુપર એક્ટિંગ અને દીપિકા પાદુકોણના બોયફ્રેન્ડ હોવાને કારણે ખૂબ ટ્રેન્ડમાં છે અને તેના ફેન ફોલોવર પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. આજે અમે રણવીર સિંહ વિશેની એવી કેટલીક ખુફિયા માહિતી લાવ્યા છીએ જે તમને અચંબામાં મૂકી દેશે.
શું છે એ ?
Image source: wallpapers
૧. રણવીર સિંહનું પૂરું નામ રણવીરસિંહ ભાવનાની છે. બોલીવુડમાં તેણે તેની અટક એટલા માટે ન જોડી કારણ કે તેને એવું લાગતું હતું કે આટલું મોટું નામ કોઈને યાદ નહીં રહે.
૨. તે તેના પહેલા મૂવી ‘બેન્ડ બાજા બારાત’ પહેલાં ૩ મૂવીમાંથી રેજેક્ટ થયો હતો.
૩. રામલીલા મૂવીમાં રણવીરની એક્ટિંગ જોયા પછી અમિતાભ બચ્ચને તેને બિરદાવવા હાથથી લખેલો પત્ર મોકલ્યો હતો.
Image source : hindustantimes
૪. ‘બોમ્બે વેલવેટ’ મૂવી માટે રણવીર સિંહ અનુરાગ કશ્યપની પ્રથમ પસંદગી હતી. જો કે એ સમયે તે રામલીલા ફિલ્મમાં વ્યસ્ત હતો.
૫. નવોદિત અભિનેતા તરીકે રણવીર સિંહ એક જ એવો અભિનેતા છે જેને યશરાજ ફિલ્મ્સમાં સોલો એક્ટર તરીકેની ફિલ્મ મળી હતી.
Image source: pinimg
૬. તેના જીવનમાં તેણે ૩ લોકોને ગુરુ માન્યા છે. તેના પિતા, તેની પહેલી મૂવીના પ્રોડ્યુસર આદિત્ય ચોપરા અને તેના પહેલા ડાયરેકટર મનીષ શર્મા.
૭. રણવીર સિંહ મૂવીમાં મરી જાય તે તેની મમ્મીને ગમતું નથી. લુટેરા, રામલીલા તેમજ ગુંડે મૂવીમાં રણવીર સિંહ છેલ્લે મરી જાય છે. આ જ કારણે રણવીર સિંહને બજીરાવો મસ્તાની મૂવી તેની મમ્મીને નહોતી બતાવવી. અને જ્યારે રણવીર સિંહ, તેની માતા અને દીપિકા પાદુકોણ આ મૂવી જોવા બેઠા ત્યારે રણવીરની મમ્મીએ એ મૂવી ત્યાં સુધી જ જોયું જ્યાં સુધી એ મૂવીમાં રણવીર જીવતો હતો.
૮. રણવીર ખૂબ જ ફૂડી છે. તે જંક ફૂડ ખુબ જ ખાય છે અને એમાં પણ ચાઈનીસ તો તેનું ફેવરેટ છે.