આજે વાત કરવી છે રાજસ્થાન ની પ્રખ્યાત રેસિપી દાળ બાટી વિષે. તો ચાલો જાણીએ આ કેવી રીતે બનાવી શકાય અને કઈ કઈ વસ્તુઓ ની જરૂર પડે છે આ દાળ બાટી બનાવવા માટે. તો બનાવો અને ચાખીને કયો કે કેવી બની. તો આ દાળ બાટી બનાવવા ની સરળ રીત.
બાટી બનાવવા માં ઉપયોગ મા લેવાતી સામગ્રી:
૧) ૧ વાટકી મકાઈનો લોટ ૨) ૨ વાટકી ઘઉંનો લોટ ૩) ૧ નાની ચમચી અજમો અને હળદર ૪) દોઢ મોટી ચમચી ઘી ૫) નમક સ્વાદાનુસાર
બાટી બનાવવાની રીત : એક કાથરોટ મા ઘઉંનો લોટ અને મકાઈનો લોટ લઈ લો તેમજ અજમો ઉમેરી તેમા હળદર અને ઘી ઉમેરવાનુ છે. ઘી સિવાય તેલ નો પણ ઉપયોગ કરી શકો છો,પણ ઘી થી આનો સ્વાદ ખુબ જ સારો રહે છે અને જો ઘર મા બનાવેલ ઘી હોય તો આનો સ્વાદ બે ગણો વધી જાય છે. તેમજ નમક સ્વાદાનુસાર ઉમેરી બધી વસ્તુઓને હાથે થી સારી રીતે ભેળવી દેવું. બધું સારી રીતે ભળી ગયા બાદ તેમા પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લેવાનો છે.
ત્યારબાદ આ લોટ ને મસળી-મસળીને કઠણ કર્યા બાદ તેના વડે નાની-નાની બાટી બનાવવી. ત્યારબાદ એપ્પમ કરી ને જે તવો આવે છે કે જેમાં નાના-નાના આકાર ના ખાના હોય છે તે ખાના મા થોડું તેલ લગાડી દેવું. એક-એક કરીને બાટી આ ખાના મા મૂકી દેવાની છે. આ એપ્પમ ને ગેસ પર મુકો અને જયારે વાસણ ગરમ થાય ત્યાં સુધી ગેસ ફૂલ રાખવાનો છે અને જેમ ગરમ થઈ ગયો તો ગેસને ધીમે કરી દેવાનો છે.
બાટી ઉપર સાવ થોડું તેલ કે ઘી લગાવી દેવું જેથી તે પ્લેટ ઉપર ચોંટે નહિ. ૬ થી ૭ મિનિટ સુધી સેકાયા બાદ તેને પલટાવી દો. બાટી જેટલી શેકાય તેટલી સારી બને છે તેમજ જો આવો તવો ન હોય તો તમે છાણા થી તેને લાલ થાય ત્યાં સુધી સળગાવવા અને તેમા આ બાટી નાખી તેને શેકવી.
હવે વચ્ચે-વચ્ચે આ બાટી ને જોતા રેહવું જેથી તે બળે નહિ. હવે જોઈ લેવાય કેમકે બાટી બનવા ની તૈયારી થઇ ગઈ હશે. જો આ બાટી સારી રીતે સેકાઈ ગઈ હોય તો તેને થોડી દબાવીને ઘી માં બોળી દો જેથી ઘી અંદર સુધી જાય. જો તમને વધારે ઘી પસંદ નથી તો તમે બાટીને ઘી માં બોળયા વગર પણ ખાઈ શકો છો. હવે આ થઇ ગયી તમારી બાટી તૈયાર.
દાળ બનાવતી વખતે ઉપયોગ મા લેવાતી સામગ્રી :
૧) ૧૦૦ ગ્રામ દાળ જેમાં ૨૫ ગ્રામ મગ,૨૫ ગ્રામ મસુર અને ૫૦ ગ્રામ તુવેર ની દાળ (૨) ૧ ચમચી હળદર ૩) દોઢ મોટી ચમચી તેલ ૪) ૨ ચપટી હિંગ ૫) ૧ ચમચી ધાણા પાઉડર ૬) નમક સ્વાદ મુજબ (૭) લાલ મરચું પાઉડર સ્વાદ મુજબ (૮) ૨ સુકાયેલા લાલ મરચા (૯) ૧ નાની ચમચી જીરુ (૧૦) ૧ આખી ડુંગળી સાવ જીણી કાપેલી (૧૧) થોડો મીઠો લીમડો (૧૨) ૨ ટમેટા (૧૩) ૨ લીલા મરચા જીણા કાપેલા (૧૪) ૧૦ થી ૨૦ લસણ ની બનાવેલી પેસ્ટ
દાળ બનાવવાની પદ્ધતિ :
એક વાસણ મા આ ઉપર મુજબ ભેળવેલી ૧૦૦ ગ્રામ દાળ ભેળવી તેને ૨ થી ૩ વાર પાણી થી સારી રીતે ધોઈ લેવાની છે. હવે કુકર મા ૨ ગ્લાસ પાણી નાખી તેમાં દાળ નાખવી અને તેમાં હળદર,નમક સ્વાદ મુજબ ઉમેરીને કૂકર ને બંધ કરી ગેસ પર ગરમ થવા દો અને કૂકર ની ૫ સીટી લાગવા દો. ત્યારબાદ એક કઢાઈ મા તેલ ઉમેરી આ તેલ ગરમ થાય એટલે તેમા જીરું અને હિંગ નાખી દેવું. જીરું જયારે લાલાસ પકડે ત્યાં સુધી હલાવવાનું છે.
ત્યારબાદ તેમાં જીણી કપાયેલી ડુંગળી,લાલ સુકાયેલા મરચા,જીણા લીલા મરચા કાપેલા અને મીઠો લીમડો ઉમેરી તેને સારી રીતે હલાવી નાખો. હવે તેમાં લસણ ની પેસ્ટ ઉમેરી તેને હલાવતા થોડીવાર સુધી હજુ સેકો. ત્યારબાદ તેમાં હળદર,ધાણા પાઉડર, લાલ મરચું પાઉડર,કાપેલા ટામેટા અને નમક ઉમેરી તેને સારી રીતે ભેળવીને જયારે બધા મસાલા સારી રીતે ભળી જાય ત્યારબાદ ૨ મોટી ચમચી પાણી ઉમેરી તેના ઉપર ઢાંકણ ઢાંકી ૩ થી ૪ મિનિટ રાખી મુકો.
હવે જે કૂકર મા દાળ રાખેલી છે તે લઈ તેને કઢાઈ મા ભેળવી દો, જો દાળ ઘાટી લાગે તો તેમાં થોડું પાણી નાખી શકો છો.પાણી ઉમેરી તેને સારી રીતે ભેળવી તેની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે,ઢાંકણ ને પૂરું ઢાંકવાનું નથી થોડું ખુલ્લું રાખવાનું છે. જયારે આ ઉકળી જાય ત્યારે તેને સારી રીતે હલાવો અને ગેસ બંધ કરી દો. હવે દાળમા એક વાર નમક ની માત્રા તપાસી લેવાય,જો ઓછું લાગે તો સ્વાદ મુજબ હજુ ઉમેરી શકાય અને હવે આ તૈયાર મિશ્રણ ને વઘાર કરવાનો છે.
વઘાર માટે ગેસ ચાલુ કરી વઘાર ના વાસણ મા બે નાની ચમચી ઘી તમને અનુકુળ લાગે તેટલું ઉમેરી શકો છો. ઘી ગરમ થાય પછી તેમાં થોડું જીરું નાખવાનું જયારે આ જીરું લાલ થવા લાગે પછી ગેસ બંધ કરીને જરૂર મુજબ રાઈ ઉમેરવી અને તેને દાળ મા વઘાર કરી દેવાનો છો. તો હવે થઇ ગઈ તમારી દાળ તૈયાર. તો હવે દાળ પણ બની ગઈ એટલે કે તમારી દાળ અને બાટી પરીસવા માટે તૈયાર છે.