ફરાળી રાજગરાના લોટનો શીરો

હેલો ફ્રેન્ડ્સ કેમ છો. આપણા બધાના ઘરોમાં અલગ અલગ જાતના શીરા બનતા જ હોય છે. શીરાનું તો નામ સાંભળતા જ મોમા પાણી આવવા લાગે છે. ઘરમાં મહેમાન આવ્યા હોય કે કોઈપણ ધાર્મિક કથા હોય, શીરાની પસંદગી સૌ પહેલા કરવામાં આવે છે. અચાનક કોઈ મહેમાન આવે અને ઘરમાં કાંઈ મીઠાઈના હોય તો શીરો ફટાફટ બની જાય છે. તો એક તરફ શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે. તો ત્યારે તમે રાજગરાના લોટનો શીરો બાનાવી શકો છો. તો ચાલો બનાવતા શીખીએ ફરાળી રાજગરના લોટનો શીરો.

ફરાળી રાજગરાનો લોટનો શીરો બનાવવા માટેની સામગ્રી :

  • · 1 વાડકી રાજગરાનો લોટ
  • · 3 ચમચી ઘી
  • · 1/2 વાડકી ખાંડ
  • · 1 વાડકી દુધ
  • · 1/2 ચમચી એલચી પાવડર
  • · 3 ચમચી સુકામેવાની કતરણ

ફરાળી રાજગરાના લોટનો શીરો બનાવવા માટેની રીત :

ફરાળી રાજગરાના લોટનો શીરો બનાવવા માટે સૌ પ્રથમ એક પેન ગેસ પર ગરમ કરવા મુકો, પેન ગરમ થાય એટલે તેમાં 3 ચમચી ઘી નાખો, ઘી ગરમ થાય એટલે તેમાં રાજગરાનો લોટ નાખો,3 ત્યારબાદ ધીમી આંચ પર રાજગરાના લોટને શેકો, લોટ શેકતી વખતે ચમચો હલાવવાનું ચાલુ રાખવુ નહી તો લોટ તળીયે દાઝી જશે.4 લોટ આછા બ્રઉન રંગનો શેકાય જાય એટલે તેમાં ગરમ કરેલું દુધ, પાણી અને ખાંડ ઉમેરો, ત્યારબાદ બધુ બરાબર મીક્ષ કરો, (રાજગરાના લોટનો શીરો બનાવતી વખતે કે કોઈ પણ લોટનો શીરો બનાવતી વખતે ક્યારેય પણ ગરમ કર્યા વગરનું દુધ કે પાણી નાખવુ નહી, નહી તો શીરામાં ગાંઠા પડી જાય છે.)5

હવે તેને ધીમી આંચ પર થોડી વાર માટે હલાવતા રહો. રાજગરાનો લોટ બધુ પાણી અને દુધ શોષી જાય એટલે ગેસની આંચ ધીમી કરી બંધ કરી દો.6હવે તેમાં એલચી પાવડર અને સુકામેવાની કતરણ નાખી બરાબર મીક્ષ કરો, તો તૈયાર છે. ફરાળી રાજગરાના લોટનો શીરો, તેને તમે સુકામેવાની કતરણ વડે ગાર્નીશીંગ કરી સર્વ કરો.1

શ્રાવણ માસ દરમિયાનની મારી ફરાળી વાનગી સિરીઝની આ વાનગી આપને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને આ રેસીપી બનાવવા માટે આપને કોઈ સવાલ હોય તો કોમેન્ટ પણ આપ કરી શકો છો.

રસોઈની રાણી : સિધ્ધી કમાણી (અમદાવાદ)

Comments

comments


3,352 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 1 =