મસ્ત મસ્ત વરસાદી વાતાવરણમાં બનાવો રાજગરાના ફરાળી ભજીયા …

તમે અનેક ફરાળી વાનગીના નામ સાંભળ્યા હશે અને ખાધી પણ હશે, પણ તમે ફરાળી ભજીયાના નામ સાંભળ્યુ નહી હોય,
તો આજે આપને શીખવાડીશ ફરાળી ભજીયા.

હેલ્લો ફ્રેન્ડ કેમ છો, શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ચોમાસાની ઋતુ પણ ચાલે છે. ઘરમાં કોઈને કોઈ તો ઉપવાસ કરતું જ હોય છે. એવામાં વરસાદ ચાલતો હોય તો ઘરના સભ્યોને ભજીયા ખાવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. ત્યારે ઉપવાસ કરતા હોય અને ભજીયા ખાવાની ઈચ્છા થાય પણ શું કરે ઉપવાસમાં ભજીયા તો ખવાય નહી. એમાં ચણાનો લોટ એટલે, તમારે ચિંતા કરવાની જરૂર નથી ઉપવાસીઓની પણ ઈચ્છા ભજીયા ખાવાની પુરી થાય એ માટે આજે હું આપને બનાવતા શીખવાડીશ ફરાળી ભજીયા, એ પણ રાજીગરાના લોટના, આ એક એવી ફરાળી વાનગી છે જેમાં ના તો કાઈ બાફવુ પડશે કે ન કાઈ પલાળવુ પડશે.તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ રેસિપીના ફોટા જોઈને બનાવીએ ફરાળી સ્પેશિયલ રાજગરાના ભજીયા

ફરાળી રાજગરાના ભજીયા બનાવવા માટેની સામગ્રી :

 • · 1 વાડકી રાજગરાનો લોટ
 • ·3 નંગ બટાકા(મિડિયમ સાઈઝના)
 • · 1 નંગ ટામેટુ (ઝીણુ સમારેલુ)
 • · 2 નંગ લીલા મરચા (ઝીણા સમારેલા)
 • · 2 ચમચી આદુ (છીણેલુ)
 • · 1 ચમચી તલ
 • · 1 ચમચી લાલ મરચુ પાવડર
 • · 1 ચમચી મરી પાવડર
 • · 1 ચમચી જીરૂ પાવડર
 • · 1 ચમચી લીંબુનો રસ
 • · સ્વાદ અનુસાર સિંધાલુ અથવા નમક
 • · તળવા માટે તેલ2 A

ફરાળી રાજગરાના ભજીયા બનાવવાની રીત :

સૌ પ્રથમ બટાકાને ધોઈ લો, ત્યારબાદ બટાકાની છાલ ઉતારી તેને ઝીણી ખમણી વડે છીણી લો, હવે તે ખમણને પાણી વડે ધોઈ એક પ્લેટમાં લઈ બધુ પાણી હાથ વડે દબાવી કાઢી લેશું, 3 Bહવે એક બાઉલમાં રાજગરાનો લોટ નાખી તેમાં બટાકાનું ખમણ નાખો, ત્યારબાદ તેમાં ઝીણુ સમારેલુ ટામેટુ, ઝીણુ સમારેલા મરચાના ટુકડા, છીણેલુ આદુ, ઝીણી સમારેલી કોથમીર, મરી પાવડર લાલ મરચુ પાવડર, જીરૂ પાવડર, તલ, લીંબુનો રસ અને સ્વાદ અનુસાર સિંધાલુ અથવા નમક નાખી પછી બધુ બરાબર રીતે મીક્ષ કરો, ત્યારબાદ પાણી નાખી ફરી બધુ બરાબર મીક્ષ કરો. તો તૈયાર થઈ ગયુ છે ભજીયા બનાવવા માટેનું ખીરૂ.4 A

ફારળી ભજીયા બનાવવા માટેનું ખીરૂ તૈયાર કર્યા બાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય એટલે એક ચમચી વડે ખીરૂમાંથી ભજીયા પાડો,5 A ભજીયા વચ્ચે વચ્ચે પલટાવતા રહો, જેથી તે બન્ને બાજુ બરાબર પાકી જાય. ભજીયા બ્રાઉન રંગ થાય એટલે એક પ્લેટમાં કાઢી લો.6 A

તો તૈયાર છે, રાજગરાના ફરાળી ભજીયા, તેને તમે ખજુર આમલીની ચટણી તેમજ દહી સાથે સર્વ કરી શકો છો.1 A

શ્રાવણ માસ દરમિયાનની મારી ફરાળી વાનગી સિરીઝની આ વાનગી આપને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને આ રેસીપી બનાવવા માટે આપને કોઈ સવાલ હોય તો કોમેન્ટ પણ આપ કરી શકો છો.

રસોઈની રાની : સિધ્ધી કમાણી (અમદાવાદ)

Comments

comments


3,704 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 2 =