રાગી વમૅસીલી ઉપમા – કેલ્શિયમ, આયૅનથી ભરપૂર ને ફટાફટ બનતો આ ઉપમા નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે……

હેલો ફ્રેન્ડઝ હું અલ્કા જોષી આજ એક એવી રેસીપી લાવી છું જે એક દમ ફટાફટ બની જાય છે અને ખુબ પૌષ્ટિક પણ છે, શું તમે રોજ રોજ રવા નો ઉપમા ખાઈને કંટાળી ગયા છો? તો હવે આ રાગી વમૅસીલી ઉપમા જરૂર બનાવજો. આજ ના જમાના મા ઘણી સ્ત્રીઓ વર્કિંગ હોય છે, તો એ લોકો માટે આવી ઝટપટ બનતી વાનગીઓ ઘણી મદદ રુપ બની રહે છે કયારેક આપણે લંચ હેવી કર્યુ હોય અને સાંજે હળવુ ડિનર કરવુ હોય તો આ ઉપમા ખુબ સારો રહે છે સાથે સાથે તે ખુબ જ હેલ્ધી પણ છે કારણ કે તે રાગી એટલે કે નાચણી માથી બનાવેલી ની સેવ માથી બનાવવામાં આવે છે જે તમને મારકેટ મા આ સેવ આસાની થી મળી રહેશે. નાચણી કે રાગી જેમાં ભરપુર માત્રા મા કેલ્શિયમ આયૅન છે તો આ ઉપમા સ્ત્રીઓ બાળકો અને નાના મોટા દરેક માટે એક હેલ્ધી ફૂડ છે દક્ષિણ ભારતમાં આ સેવ નો ઉપયોગ ખુબ કરવામાં આવે છે તેઓ આમાથી ઉપમા, ઈડલી, મીઠી સેવ અને વમૅસીલી ખીર વગેરે જેવી વાનગીઓ બનાવે છે, તો ચાલો આજ આપણે પણ બનાવી જ લઈએ તો ચાલો નોંધી લો સામગ્રી…

સામગ્રી —

  • 250-રાગી(નાચણી) વમૅસીલી 1પેકેટ,
  • 2 મિડિયમ સાઈઝના કાંદા લાંબા સમારેલા,
  • 2-3 સમારેલા લીલા મરચાં,
  • 8-10 મીઠા લીમડાના પાન ,
  • 1 tsp રાઇ,
  • 1tsp અડદની દાળ,
  • 1tsp ચણાની દાળ ,
  • 2-3 tbsp તેલ,
  • સ્વાદ અનુસાર મીઠું,
  • ચપટી હીંગ,
  • 1 tspલીંબુનો રસ,
  • 2-3 tbsp લીલા કોપરાનુ ખમણ,
  • બારિક સમારેલી કોથમીર. 

રીત

1– કાંદાને લાંબા સમારી લેવા, મરચાના પણ ટુકડા કરી લો ત્યારબાદ એક વાસણમા વમૅસીલીને ડુબે એટલુ પાણી નાખીને 3 મિનિટ માટે પલાડી દો.3 મિનિટ બાદ આ વમૅસીલીને ચારણીમા નાખી તેનુ પાણી નિતારી લો 2– હવે જેવી રીતે મુઠીયા બાફીએ એવી રીતે એક વાસણમા નીચે પાણી અને ઉપર ચારણીમા આ પલાળેલી વમૅસીલી ને 5 મિનિટ સુધી વરાળમા બાફી લો.3– ત્યાર બાદ એક પેનમાં થોડું તેલ ગરમ કરી ને તેમા રાઇ અડદની દાળ અને ચણાની દાળ નાખો, થોડી શેકાય એપલે તેમા મરચાં તથા લીમડાના પાન નાખી, ચપટી હીંગ નાખીને કાંદા સાંતળો.4–કાંદા સંતળાઈ જાય એટલે તેમાં બાફેલી વમૅસીલી નાખો અને લીંબુનો રસ પણ નાંખી ને હળવા હાથે મિક્સ કરીને તેમાં લીલા કોપરાનુ ખમણ અને કોથમીર નાખી ગરમા ગરમ કોપરાની ચટણી સાથે પીરસી દો. તો છે ને ફક્ત 4 સ્ટેપ મા બનતો આ ઝટપટ ઉપમા? આ ઉપમા તમે બાળકો ના ટિફીન મા પણ આપી શકો છો.
તો હવે આ ઉપમા ને સવાર ના હેલ્ધી નાસતા મા કે રાત ના હળવા ડિનર કે પછી બાળકો ના ટિફીન મા જયારે બનાવો ત્યારે, તમારા રસોડા ના મેનુ મા આ રાગી વમૅસીલી ઉપમા ને એડ કરી લો..

*કોપરાની ચટણી બનાવવાની રીત —

  • *અડધુ લીલુ નાળિયેર,
  • *1/2 દાળિયાની દાળ,
  • 2-3 લીલા મરચાં,
    *વઘાર માટે
  • 1-tbspતેલ,
  • 1 tsp રાઈ,
  • 1 tsp અડદની દાળ,
  • 6-8-લીમડાના મીઠા પાન ,
  • ચપટી હીંગ,
  • સ્વાદ અનુસાર મીઠું

*રીત —

સૌ પ્રથમ કોપરા ને બારીક સમારી લો મરચાં ના ટુકડા પણ કરી હવે એક મિકસર ના જાર મા વઘાર સિવાય ની બધી સામગ્રી લઇ તેને પીસી લો ,થોડુ પાણી ઉમેરીને પીસવુ જેથી ચટણી સરસ પીસાઈ જાય,

ત્યાર બાદ એક વઘારીયા મા તેલ ગરમ કરી ને તેમા વઘાર ની સામગ્રી નાખી ને તે વઘાર પીસેલી ચટણી ઉપર નાખી ને મિકસ કરી લો.

તો ચાલો તમે બનાવો આ સ્વાદિષ્ટ અને હેલ્ધી વમૅસીલી ઉપમા અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહી હો… બાય..

રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Comments

comments


3,411 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 6