ગયામાં પિંડદાન કરવા માટે આવે છે દેશ વિદેશથી વ્યક્તિઓ, જાણો કેવીરીતે ત્યાં જઈ શકશો…

બિહારના ગયામાં 23 સપ્ટેમ્બરથી પિતૃપક્ષ મેળો શરૂ થઈ રહ્યો છે. મેળામાં સામેલ થવા માટે શ્રદ્ધાળુઓને બિહાર રાજ્ય પર્યટન વિભાગ નિગમ દ્વારા ખાસ પ્રકારના પેકેજ ટુરની ઓફર કરવામાં આવી છે.૧

પિંડદાન કરવા માટે અહીં માત્ર ભારતભરમાંથી જ નહિ, પરંતુ વિદેશોમાંથી પણ હજારો સંખ્યામાં લોકો ગયા પહોંચે છે. લોકોનું માનવું છે કે, પિંડદા કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે. આ ખાસ ટુરના બુકિંગ તમે ઓનલાઈન પણ કરાવી શકો છો. તેના સાથે જ જો તમે વિદેશમાં રહેતા હોવ, તો સાઈટ પર ઈ -પિંડદાનની પણ સુવિધા ઓફર કરવામાં આવી છે. તેમાં વિધિવત રીતે પંડિતજી પિંડદાન કરાવશે. જેમાં વીડિયો બનાવીને તમને મોકલવામાં આવશે. તેનો ચાર્જ 18000 રૂપિયા રહેશે. ચાર અલગ અલગ પ્રકારના પેકેજ તેમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ પેકેજ ટુરમાં 5 અલગ અલગ પ્રકારના ટુર પેકેજ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં વ્યક્તિને રસ મુજબ તે બુક કરાવી શકે છે. તો જાણી લો બિહાર સરકારે આપેલી આ ઓફર વિશે…

પટના-પુનપુન-ગયા-પટના૨ (1)

આ પેકેજમાં ટ્રાવેલિંગથી લઈને ફુડ અને પિંડદાન માટે એક વ્યક્તિનો ખર્ચ 10,000 રૂપિયા છે. બે વ્યક્તિ માટે 10,500 રૂપિયા અને 4 લોકો માટે 18,000 રૂપિયાનો ખર્ચ પડશે.

પટના-પુનપુન-ગયા-બોધગયા-નાલંદા-રાજગીર-પટનાઆ પેકેજમાં ખર્ચો 12,000 પ્રતિ વ્યક્તિ આંકવામાં આવ્યો છે. બે વ્યક્તિ માટે 15,000 રૂપિયા અને ચાર લોકો માટે 24,800 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.૩

ગયાથી ગયા (એક દિવસ) તેમાં પ્રતિ વ્યક્તિ ખર્ચ 7000 રૂપિયા છે. બે વ્યક્તિ માટે 10,000 રૂપિયા અને ચાર વ્યક્તિઓ માટે 15,000 રૂપિયા આપવા પડશે.

ગયાથી ગયા (બે દિવસ, એક રાત) જો તમે આ પેકેજનો લાભ લેવા માંગો છો, તો તેમાં એક વ્યક્તિ માટે 11,500 રૂપિયા, બે વ્યક્તિઓ માટે 15,000 રૂપિયા અને ચાર વ્યક્તિઓ માટે 22,500 રૂપયા ચૂકવવા પડશે.

ગયા-બોધગયા-રાજગીર-નાલંદા-ગયા

આ પેકેજ ટુરમાં એક વ્યક્તિ માટે 11,200 રૂપિયા, બે વ્યક્તિઓ માટે 15,500 રૂપિયા અને 4 વ્યક્તિઓ માટે 24,500 રૂપિયા ખર્ચ આપવાનો રહેશે.

વર્લ્ડ ફેમસ પિતૃપક્ષ મેળો 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. મેળામાં પિંડદાનીઓ માટે વિશેષ સુવિધા પ્રદાન કરવા માટે બિહારના નગર નિગમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પિંડદાનીઓને એપના માધ્યમથી તમામ જાણકારી મળશે. પિંડદાન મોબાઈલ એપ શરૂ થવાથી પિંડદાન સંબંધિત તમામ માહિતીઓ શ્રદ્ધાળુઓ ઘરે બેસીને જ મેળવી શકશે.

ગયાના પિંડદાનનું મહત્ત્વ

ભાદ્રપદ મહિનાના કૃષ્ણપક્ષના 15 દિવસને પિતૃપક્ષ કહેવાય છે. આ પખવાડિયામાં લોકો પોતાના પૂર્વજોના મૃતાત્માઓની મુક્તિ માટે અહીં આવીને પિંડદાન કરે છે, આ જ કારણ છે કે, ગયાને મોક્ષ ભૂમિક કહેવામાં આવે છે. પિતૃપક્ષ એટલે કે મહાલયામાં કર્મકાંડની વિધિઓ અને વિધાન અલગ અલગ છે. શ્રદ્ધાળુઓ એક દિવસ, ત્રણ દિવસ, સાત દિવસ, 15 દિવસ અને 17 દિવસના કર્મકાંડ કરે છે. આ દરમિયાન પૂર્વજોની મૃત્યુવિધિ પર શ્રાદ્ધ કરવામાં આવે છે. શાસ્ત્રોની માન્યતા અનુસાર, પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને કરાતું પિંડદાન સીધુ તેમને સ્વર્ગ સુધી પહોંચાડે છે. માતા-પિતા અને પૂર્વજોના મૃત્યુના બાદ તેમની તૃપ્તિ માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતા આ કર્મકાંડને પિતૃ શ્રાદ્ધ કહેવાય છે.

 લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણાં પેજ પર.

Comments

comments


3,337 views

Leave a Reply

Your email address will not be published.


1 × = 5