Photos: સૂર્યનું પહેલું કિરણ પડતા જ ઝળહળી ઉઠે છે આ મસ્જિદ

dlyakota.ru_design_unikalnye-vitrazhi-v-interere-mecheti-nasir-al-mulk_17

દુનિયામાં ખુબજ સુંદર ઈમારતો છે. જે રીતે હિંદુ ઘર્મના મંદિર શાનદાર રીતે બનેલ હોય છે તેવી રીતે મસ્જિદ પણ ખુબજ બ્યુટીફૂલ હોય છે. અમે વાત કરી રહ્યા છીએ “નાસીર અલ-મોલ્ક મસ્જિદ” ની, જે ઈરાનના શિરાજ પ્રાંતમાં આવેલ છે.

અહી અમે આ મસ્જિદના સુંદર ફોટોસ બતાવ્યા છે જેણે જોઇને તમે કહેશો ઉત્તમ! અતિઉત્તમ! મસ્જિદ ને અંગ્રેજીમાં ‘મોસ્ક’ કહેવાય છે. આ કોઈ સામાન્ય મોસ્ક નથી. જયારે સૂર્યનું પહેલું જ કિરણ આની ઉપર પડે છે ત્યારે આ રોશનીથી ઝળહળીને સ્વર્ગનો અહેસાસ કરાવે છે.

આ મસ્જિદ ને ‘ગુલાબી’ મસ્જિદ કહેવામાં આવે છે. ખરેખર, આ મસ્જિદ ના વાસ્તુકારો એ આને એવી ઉત્કૃષ્ટ રીતે બનાવી છે કે તેમાં અસલી સ્વર્ગની અનુભૂતિ થાય છે. અહી સૂર્યના કિરણો પડતા એવો નઝારો દેખાય છે કે જેણે શબ્દોમાં ન જણાવી શકાય બસ, મહેસુસ જ કરી શકાય.

rendered-4

મસ્જિદ ની સામે રંગીન કાંચ જડવામાં આવ્યા છે. તેથી સૂર્યના કિરણો આના પર પડતા તેનો સીધો પ્રકાશ મસ્જિદની અંદર પડે છે અને તે ગુલાબી બને છે. આ ભવ્ય નઝારો સવારે થોડા કલાકો માટે જ પ્રકટ થાય છે. આ મોસ્કને મોહમ્મદ હસન-એ-મિમાર અને મોહમ્મદ રજાએ સન ૧૮૭૬ થી ૧૮૮૮ ના સમયગાળા ની વચ્ચે બનાવી હતી.

ગુલાબી મસ્જિદ ને અંદરથી ખુબ જ શાનદાર બનાવવામાં આવી છે. આની દીવાલો, ગુંબજો અને છતમાં ગુલાબી રંગથી કારીગરી કરવામાં આવી છે. જે ખરેખર લોકોને મંત્રમુગ્ધ કરે છે. આને અંદરથી જોતા જ તમે તેના દીવાના થઇ જશો.

આ એક એવી મસ્જિદ છે જેની ખૂબસૂરતી એ ટુરીસ્ટને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. દુનિયામાં હર મુસ્લિમ દેશોમાંથી લોકો અહી ઈબાદત કરવા માટે આવે છે. આને તમે પૃથ્વી પર વસેલું ‘જન્નત’ કહી શકો છો.

Nasir_al-_mulk_mosque,_Shiraz

columns-colors-and-light

1025862662611001B

Mezquita-Nasir-al-Mulk-Irán_10

7.-Shiraz-Iran

tumblr_npw0tljWC41uubov2o1_1280

9f7fa9043c6b7243bd35112a76788eee

NasirAl-MulkMosque1

nasir-al-mulk-mosque-shiraz-iran-81

Comments

comments


6,125 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 5 =