પેટ સાફ કરવા અને અનેક બીમારીઓને દુર કરવાની ક્રિયા એટલે “કુંજલ ક્રિયા”, જાણો રીત અને રહો આજીવન નીરોગી…

ભારત યોગીઓ નો દેશ છે તેમજ આપળો યોગ તો જગ પ્રસિધ્ધ છે અને એમાં સૂચવ્યા મુજબ આજે અમે તમને અનેક બીમારીઓ અને પેટને સાફ કરવાની ક્રિયા કુંજર અથવા ગજકરણી વિશે જણાવવા માંગે છઈએ. શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા પ્રકારની ક્રિયાઓ કરવામાં આવે છે તેમાં પેટ માટે ઘણો ફાયદો કરે એવી ક્રિયા ગજકરણી કે કુંજર.

આ ષટકર્મ ક્રિયા થી પાચનતંત્ર મજબુત થાય છે તેમજ જો ગજકરણી ક્રિયા નિયમિત કરમાવા આવે તો બુઢાપો દુર રહે છે, સાથો-સાથ શરીર રોગમુક્ત, ચુસ્ત અને ઉર્જાવાન બની રહે છે. ભક્તિ સાગર પ્રમાણે ઋષિ-મુનીઓ બાહ્ય અને આંતરીક શક્તિની શુદ્ધ કરવા માટેની ૬ પ્રકારની ક્રિયાઓ દર્શાવી છે અને જેને ષટકર્મ કહેવામાં આવે છે. ષટ એટલે છ અને કર્મ એટલે ક્રિયા તેમાં ધોતી, વસ્તી, નેતિ, ગજકરણી, મૌલી અને ત્રાટક ક્રિયા નો સમાવેશ થાય છે.

ગજકરણી ક્રિયા મુશ્કેલ નથી પણ તેને દરેક વ્યક્તિ નથી કરી શકતા કેમકે આ એક અલગ ક્રિયા છે જેમાં ગજ એટલે હાથી ની જેમ સુંઢ માં પાણી ખેચે એમ પાણી ખેંચી ને છોડવાનું હોય છે. આ ક્રિયા એક શક્તિશાળી ક્રિયા છે અને જો આ ક્રિયા માં પ્રવીણ થઇ જાઈએ તો તમામ રોગો માં થી મુક્ત થઇ શકાય છે. હાથી સાથે સરખાવવા માં આવે છે એટલે તેને ગજકરણી ક્રિયા કહેવામાં આવે છે. આ ક્રિયાને કોઈ યોગ નિરિક્ષક ની હાજરી માં કરવી જોઈએ.

ઉપયોગ માં લેવાતી જરૂરી સામગ્રી :

૧. જગ અથવા ગ્લાસ
૨. નવશેકું મીઠાવાળું પાણી
૩. સાફ કટકો કે રૂમાલ

ગજકરણી કે કુંજર કરવાની વિધિ:

આ ક્રિયા સવારે દેનીક કાર્ય માંથી નિવૃત થઇ એક તપેલામાં પાણીને ધીમે તાપે ગરમ કરી તેમાં થોડું નમક ઉમેરો પછી કાગાસન માં બેસીને પેટ ભરાય નહિ ત્યાં સુધી આ પાણી નુ સેવન કરો. પેટ ભરાઈ ગયા બાદ ઉભા થઈને નાભી થી ૯૦ અંશ નો ખૂણો બનાવીને આગળ ની બાજુ નમો અને તમારા ડાબા હાથને પેટ ઉપર રાખો અને જમણા હાથ ની બે-ત્રણ આંગળીઓ થી મોઢાની અંદર જીભના પાછળના ભાગ સુધી જાય તે રીતે આગળ પાછળ હલાવો.

આવું કરવાથી ઉલ્ટી થશે ત્યારે આંગળીઓને મોઢામાંથી બહાર કાઢીને પાણીને બહાર નીકળવા દો. જયારે આપળે સેવન કરેલું બધું પાણી બહાર નીકળી જાય તો ફરી પાછુ આ ક્રિયા કરો આમ કરવાથી અપચું ભોજન નુ પાણી પણ નીકળશે જયારે સાફ પાણી બહાર નીકળવા માંડે તો છેવટે ૧ ગ્લાસ ગરમ પાણી પીયો અને આ ક્રિયા કરો.

ગજકરણી થી થતા લાભ:

ગજકરણી વ્યક્તિ ના મન અને શરીર ને ચુસ્ત રાખે તેમજ આનાથી પીથાશય, હ્રદય અને પેટના આંતરડાને ઘણો લાભ મળે છે.

ગજકરણી થી થતા ફાયદાઓ:

પાચનતંત્ર મુજબુત થવા ની સાથે પેટ સાફ થાય, ભૂખ માં વધારો, એસીડીટી, ગેસ, અપચા માંથી રાહત મળે છે. આ ક્રિયાને કરવાથી વાયુ, પિત્ત અને કફથી થતા રોગો દુર થાય છે. આ ક્રિયા થી મોઢું, જીભ અને દાંતના રોગ દુર થાય છે. કપોલ દોષ, રુધિર નો વિકાર, છાતી સંબંધિત રોગ, ગ્રીવા, કંઠમાલા, રતાંધળાપણું વગેરે રોગોમાં પણ આ લાભદાયક નીવડે છે.

ગજકરણીમાં આ બાબતો નુ ધ્યાન રાખો:

ગજકરણી કે કુંજર માં નવસેકું પાણી નો ઉપયોગ કરવો, ક્રિયા સમયે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ તેમજ જયારે આ ક્રિયા કરો ત્યારે આગળ ની બાજુ નમીને ઉભા રેહવું જેથી અંદરનું પાણી સેહલાઈ થી નીકળી જાય.

Comments

comments


3,748 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 2 =