પતિના મૃત્યુ બાદ કોઈ પણ નારી માટે બીજો સંસાર માંડવો ખુબ જ અઘરો છે, વાંચો આ હદય સ્પર્શી વાત

મારી બહેનપણી અને મારી જિગરજાન નાનપણની રાધાએ આજે બીજા લગ્નનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય ખૂબ ગંભીર હતો. પતિનાં મૃત્યુને આજે વર્ષો વીતી ગયા છે અને દિકરી પણ મોટી થઈ ગઈ હતી. તો પછી શા માટે આજે રાધા એ બીજા લગ્ન કરવા તૈયાર થઈ ? અને એ પણ પોતાની આ 40 વર્ષની ઉંમરે. આખરે આવું કેમ આવુ થયુ ? આ ઉંમરે બીજુ પાનેતર કેમ કરી પહેરવું ? બીજો સંસાર કેમ કરી માંડવો ? આખી રાત એ વિચાર મને સતાવતો રહ્યો. સાંભળ્યું છે કે જે વ્યક્તિ સાથે રાધા બીજા લગ્ન કરવા રાજી થઈ છે તે પણ વિધુર છે. તેને પણ પોતાની આગળની કેન્સરને કારણે ગુજરી ગયેલ પત્નીથી 3 દીકરીઓ છે. એ માણસ અમદાવાદમાં સરકારી નોકરી કરે છે, અને પોતાની માતાનાં કહેવાથી બીજા લગ્ન કરવા તૈયાર થયો છે.

રાધા એ તો આજથી 15 વર્ષ પહેલાં જ બીજા લગ્ન માટે ઘસીને ના પડેલી. પરિવારજનોએ પણ બીજા લગ્ન માટે સમજાવેલી. એ સમયે રાધાએ પોતાની દિકરી માટે જ પોતાની જીંદગી જીવી નાખશે એમ કહીને વાત પડતી મુકેલી. રાધાનાં પિતાજી પણ સરકારી નોકરી કરતાં હતાં અને પૈસાની બાબતમાં સુખી હતાં. દિકરીનાં આ નિર્ણયનો પરિવારજનોએ સ્વીકાર કર્યો હતો.

મારા પતિ સમીર તો ઓફિસ ચાલ્યો ગયા અને હું ફરી પછી આ વિચારમાં પડી ગઈ. થોડો વિચાર રાધા નો અને થોડો પોતાનો. આખી રાત ઉંઘ જ ના આવી. ઘરનું બધું જ કામ સાઇડ માં મૂકી ફરી ચિંતા-વિચાર કરવા લાગી. રાધાને શું થયુ હશે ? કેમ આ નિર્ણય લીધો ? એટલામાં જ રાધાનાં મમ્મી, સુધા કાકીનો ફોન આવ્યો. હાલ-ચાલ પૂછ્યા. કાકી ને મે પૂછ્યું કે રાધાનાં લગ્ન ક્યારે છે ? સીધો જવાબ મળ્યો 15 જુલાઈ. થોડીવાર શાંતી છવાઈ ગઈ પછી અચાનક સંગીતાએ પુછ્યું, હે કાકી રાધા બીજા લગ્ન માટે તૈયાર કેમ થઈ ? એની દિકરી શું વિચારતી હશે ? રાધા એ બરાબર કર્યું કે?

સુધા કાકી એ વળતો જવાબ દેતા કહિયું કે હાં, લગ્ન માટે તૈયાર ના થાય તો શું કરે બિચારી. પપ્પાની તબિયત બરાબર રહેતી નથી. એકનો એક ભાઈ વિદેશ કમાવવા માટે ગયો છે. ઘરની બધી જ જવાબદારી ભાઈનાં માથે છે. 2-3 વર્ષ સુધી ઘરે આવવાની કોઈ સંભાવના નથી. ત્યાં જ એની પત્ની ઘરની માલકિન બની બેઠી છે. મહારાણીની જેમ ફરે છે. પોતે તો કશું કામ કરતી નથી બસ રાધા પાસે નોકરાણીની જેમ કામ કરાવે છે. રાધાની દિકરી પાસે પણ કામ કરાવે છે. મા-દિકરી પર જુલમ કરે છે. અમે પણ વહુથી કંટાળીને એકવાર દિકરાને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ પરિણામ શૂન્ય. રાધાની દિકરીને આખો દિવસ જે-તે સંભળાવ્યા જ કરતી. આખરે, દિકરીએ જ રાધા ને બીજા લગ્ન માટે મનાવી લીધી.

મેં પુછ્યું કે શું કાકી, દીકરીના કહેવાથી લગ્ન માટે રાધા રાજી થઈ ગઈ ? સુધા કાકી એ કહ્યું હાં, હવે એ કહે કે તુ ઘરે ક્યારે આવીશ ? 13 જુલાઈનાં રોજ આવીશ અને ફોન મુક્યો. ફોન તો મુક્યો પણ સુધા કાકીની વાતો કાનમાં ગુંજતી રહી. હજું બસ રાધાના જ મારી આંખો સામે હતી. રાધા અને તેની દિકરી ઉપર શું વીતી હશે ? એક અજાણ વ્યક્તિ સાથે નવા માહોલમાં ફરી રાધાએ ગોઠવાય જવાનું, બીજા બાળકોને ફરી માતાનો પ્રેમ આપવાની કોશિશ, આ ઉંમરે રાધાની દિકરી અલગ જગ્યા પર કેવી રીતે રહેશે? નવા સંબંધો વિકસાવવાનાં, નવા વ્યવહાર અને કુટુંબ સંભાળવાનું, આવા સંબંધો ને શું નામ આપવું ?

Comments

comments


4,781 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 7