અત્યારે ઇન્ટરનેશનલ ફૂડ નો ટ્રેન્ડ ખૂબ છે તેમાય કિડ્સ અને યંગ જનરેશનનું તો ખૂબજ ફેવરીટ.
આજ હું તમને એવીજ એક ડિશ શીખવાશડવાની છું જે છે એક ઇટાલિયન ડિશ પણ અત્યારે ઇન્ડિયન લોકોની મોસ્ટ ફેવરિટ ડિશ બની ગઇ છે.
તો ચાલો બનાવીએ,
સામગ્રી:
• ૨૦૦ ગ્રામ પાસ્તા,
• ૩ મોટા ટમેટા,
• ૭ ડુંગરી,
• ૪ કળી લસણ,
• ૧ લીલું લસણ,
• ૪/૫ બેઝીલ્સ ના પાન,
• થોડી ઝીણી સમારેલી કોથમીર,
• પાસ્તા મસાલો,
• ૧ ચમચો પાસ્તા સોસ અથવા ટોમેટો કેચઅપ,
• ચિલી ફ્લેક્સ અથવા પિરી પિરી,
• ૧ ચીઝ ક્યુબ,
• મીઠું સ્વાદઅનુસાર ,
• તેલ.
રીત:
૧ એક વાસણમાં પાણી ગરમ મુકીને અંદર થોડુંક મીઠું અને ૧ ચમચો તેલ નાખીને પાણી ગરમ થાય એટલે અંદર પાસ્તા એડ કરવા.
૨ ૭ થી ૮ મિનિટ પાસ્તા ચડે એટલે એક પાસ્તા ને દબાવીને જોઇ લેવું ચડી ગ્યા હોયતો એક ચારણીમાં ઓસાવી લેવા.
૩ એક કુકરમાં ટમેટા,લસણની કળીઓ અને ૪ ડુંગરી નાખીને થોડુંક પાણી અને થોડુંક મીઠું નાખીને ૧ સીટી કરીને બાફી લેવું અને પછી બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવુ અને ગ્રેવી રેડી કરી લેવી.
૪ લીલું લસણ,બેઝીલ્સ અને ૩ ડુંગરી સુધારીને એક લોયામાં ૧ ચમચો તેલ ગરમ મુકીને તેમા એડ કરવા.
૫ ડુંગરી થોડી ગુલાબી થાય એટલે અંદર ગ્રેવી એડ કરવી.
૬ ગ્રેવી થોડી ઉકળે એટલે તેમા સ્વાદઅનુસાર મીઠું અને એક ચમચી પાસ્તા મસાલો નાખવો.
૭ મસાલો મિક્ષ કરીને તેમા એક ચમચો સોસ એડ કરવો.
૮ ગ્રેવીમા બધું સરખુ મિક્ષ કરીને પાસ્તા એડ કરવા.
૯ રેડી કરેલા પાસ્તા સર્વિંગ ડિશમાં કાઢવા.
અને તેમા ઉપર ચીઝ,ચિલી ફ્લેક્સ અને કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરવા.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.